Tuesday, September 10, 2024

જોતીરાવ ગોવિંદરાવ ફુલે( 1827 1890)

જોતીરાવ ગોવિંદરાવ ફૂલે
1827-1890

મહાત્મા જોતીરાવ ફુલેની જીવનરેખા ડૉ. વાય.ડી.ફડકે એ લખેલ છે. તેઓ મહાત્મા ફુલે સંપૂર્ણ વાંગ્મયના સંપાદક અને મહાત્મા ફુલે અને સત્યશોધક ચળવળના જાણીતા વિદ્વાન છે.

જોતીરાવ ગોવિંદરાવ ફુલે ઓગણીસમી સદીના મહારાષ્ટ્રના સમાજ સુધારકોમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. જ્યારે બીજા સમાજસુધારકો કુટુંબ અને લગ્ન સંસ્થાઓમાં સ્ત્રીના દરજ્જા અને અધિકારો માટે કામ કરતા હતા ત્યારે જોતીરાવ ફુલે લાખો લોકો સદીઓથી જેને કારણે વેઠતા આવ્યા છે  એ જાતિપ્રથા વિરૂદ્ધ  શુદ્રો અને અસ્પૃશ્યોના માનવ અધિકારો માટે ઝઝૂમ્યા. તેઓ અસ્પૃશ્ય અને ખેડૂતોના અધિકારો માટે સંઘર્ષરત સમર્થક રહ્યા.એમની જીવનકથા સતત સંઘર્ષપૂર્ણ અને પ્રેરણાદાયક રહી છે. તમામ પ્રકારનાં પ્રતિઘાતી બળો સામે સહેજ પણ ઝૂક્યા સિવાય તેમણે પોતાની ચળવળ કરી. એ બાબત નોંધપાત્ર છે કે તેઓ તમામ દબાણો સામે ક્યારેય ઝૂક્યા વગર પોતાની  માન્યતાઓને વળગી રહ્યા.

મહારાષ્ટ્રના સામાજિક રાજકીય સમકાલીનોમાંના એક નારાયણ મહાદેવ પરમાનંદ જેવા ગણ્યા ગાંઠ્યા લોકોએ જ જોતીબા  હયાત હતા ત્યારે એમની મહાનતા સ્વીકારી હતી. ફક્ત છેલ્લા કેટલાક દાયકાઓથી જ જનતાના ઉત્કર્ષ માટે  એમની સેવાઓ અને બલિદાનની કદર થઈ રહી છે.

જોતીરાવ ફુલેનો જન્મ 1827માં થયો હતો. એમના પિતા ગોવિંદરાવ પૂનામાં શાકભાજી વેચતા. જોતીરાવનું કુટુંબ ગોરહે તરીકે ઓળખાતું. તેઓ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના કટગુણ ગામના હતા.એમના દાદા શેટીબા ગોરહે પૂનામાં સ્થાયી થયા હતા.જોતીરાવના પિતા અને બે કાકા  છેલ્લા પેશ્વાઓને ફૂલ પૂરાં પાડતા એટલે એ ફુલે તરીકે ઓળખાયા.

જોતીરાવનાં માતા એ માંડ એક વરસના હતા ને મરણ પામ્યાં. પ્રાથમિક શાળાનો અભ્યાસ પૂરો કર્યા પછી કુટુંબના ખેતરમાં પિતાને મદદ કરવા જોતીબાને શાળા છોડવી પડી. એ તેર વરસના થયા એટલામાં તો એમનાં લગ્ન કરી દેવામાં આવ્યાં.

જોતીરાવની  બુદ્ધિમત્તા અને જ્ઞાન માટેનો પ્રેમ જોઈ  એમના બે પાડોશીઓ એક મુસલમાન શિક્ષક અને બીજા ખ્રિસ્તી સદગૃહસ્થે જોતીરાવને હાઈસ્કૂલમાં ભણાવવા ગોવિંદરાવને ભલામણ કરી.

1841માં જોતીરાવ પૂનાની સ્કોટીશ મિશન હાઈસ્કૂલમાં દાખલ થયા.અહીં એમને સદાશિવ બલ્લાલ ગોવંડે નામના બ્રાહ્મણ સહાધ્યાયી સાથે મિત્રતા થઈ જે આજીવન રહી. જોતીરાવ અને ગોવંડે બંને થોમસ પેઇનના પ્રખ્યાત પુસ્તક 'માનવ અધિકાર'થી બહુ પ્રભાવિત થયા. મોરો વિઠ્ઠલ વાલવેકર અને સખારામ યશવન્ત પરાંજપે નામના બીજા બે બ્રાહ્મણ સહધ્યાયીઓ પણ એમના ખાસ મિત્રો બન્યા જેઓએ આગળ ઉપર જોતીરાવનાં તમામ કાર્યોમાં  પૂરેપૂરો સાથ સહકાર આપ્યો.

1847માં માધ્યમિક શિક્ષણ પૂરું થયું.પછી જોતીરાવે કોઈ સરકારી નોકરી નથી કરવી એવો નિર્ણય લીધો.

1848માં બનેલી એક ઘટનાએ જોતીરાવને જાતિપ્રથાથી પેદા થતી અસમાનતાનો અને સામાજિક વાતાવરણમાં બ્રાહ્મણોના વર્ચસ્વનો વ્યક્તિગત અનુભવ કરાવ્યો.એમના એક બ્રાહ્મણ મિત્રના લગ્નનું આમંત્રણ મળતાં જોતીરાવ લગ્નમાં ગયા. વરઘોડો નીકળ્યો એટલે જોતીરાવ પણ એમના મિત્રનાં બ્રાહ્મણ સગાંઓ સાથે વરઘોડામાં જોડાયા.જોતીરાવ માળી જાતિના છે એવી ખબર પડતાં જ વરરાજાના સગાંઓએ ગાળો ભાંડી જોતીરાવનું અપમાન કર્યું.જોતીરાવ વરઘોડામાંથી બહાર નીકળી ગયા અને ઘેર પાછા ફર્યા.રડતાં રડતાં  પિતાને પોતાનો અનુભવ  કહ્યો.એમણે જોતીરાવને સાંત્વના આપવાની કોશિશ કરી. આ બનાવ પછી જોતીરાવે મનોમન નક્કી કરી દીધું કે જાતિમાં ન માનવું અને શુદ્રો તથા સ્ત્રીઓ જેઓ માનવઅધિકારોથી પૂરેપૂરાં વંચિત છે એમની સેવા કરવી.

તેઓ માનતા કે સ્ત્રીઓ અને નીચી જાતિઓના શિક્ષણને અગ્રીમતા આપવી જોઈએ. એટલે  પોતાનાં પત્ની સાવિત્રીબાઈને પોતે જ શિક્ષિત કર્યાં. ઓગસ્ટ 1848માં એક કન્યાશાળા ખોલી.

જોતીરાવના રૂઢિચુસ્ત વિરોધીઓએ ગુસ્સે ભરાઈ એમની વિરૂદ્ધ અભિયાન શરૂ કર્યું.જોતીરાવ આવા ગંદા અપપ્રચારથી નાસીપાસ ન થયા. એ જમાનામાં કોઈ શિક્ષક અસ્પૃશ્ય બાળકોને ભણાવવા તૈયાર થતો નહીં એટલે શાળાઓમાં પ્રવેશ મળતો નહીં. એટલે જોતીરાવે પોતાનાં પત્ની સાવિત્રીબાઈને  શાળામાં ભણાવવા કહ્યું. સાવિત્રીબાઈ શાળાએ જતાં ત્યારે આ રૂઢિચુસ્તો એમને સતાવતા, ગાળો દેતા, કાદવ ફેંકતા, પથ્થર મારતા. રૂઢિચુસ્તોએ જોતીરાવના પિતાને 'જો જોતીરાવ અને સાવિત્રીબાઈ એમની પ્રવૃત્તિ બંધ ન કરે તો  ગંભીર પગલાં'ની ધમકી આપી.આ દબાણ આગળ જોતીરાવના પિતા ઝૂકી ગયા. એમણે બંનેને પ્રવૃત્તિ બંધ કરવા  નહીં તો ઘર છોડી દેવા જણાવ્યું. બંનેએ પોતાનું ઉમદા કાર્ય છોડવાનો ઈન્કાર કર્યો અને પિતાના ઘરમાંથી પહેરેલે લૂગડે નીકળી ગયાં.

થોડા સમય માટે પૈસાના અભાવે શાળા બંધ કરવી પડી. પણ જોતીરાવે એમના બે બ્રાહ્મણ મિત્રો ગોવંડે અને વાલવેકરની મદદથી ફરી શાળા શરૂ કરી. 3 જુલાઈ,1851ના રોજ એમણે કન્યાશાળાની સ્થાપના કરી જેમાં પહેલે દિવસે આઠ છોકરીઓએ પ્રવેશ લીધો.ધીરે ધીરે છોકરીઓની સંખ્યા વધતી ગઈ.સાવિત્રીબાઈ આ શાળાઓમાં ભણાવવા લાગ્યાં પણ એમને રૂઢિચુસ્તોનાં અપમાન અને ગુસ્સો સહન કરવાં પડ્યાં. જોતીરાવે 1851-52માં બીજી બે વધુ કન્યાશાળાઓ શરૂ કરી.

1882માં હન્ટર કમિશન નામે જાણીતા શિક્ષણ કમિશનને જોતીરાવે મેમોરેન્ડમ આપ્યું જેમાં એમને પોતાની શિક્ષણ પ્રવૃત્તિનું વર્ણન કર્યું."કન્યાશાળા શરૂ કર્યા પછી એક વરસમાં નીચી જાતિઓ , ખાસ કરીને મહાર- માંગ માટે મેં દેશી મિશ્ર શાળા શરૂ કરી.બે વધારે શાળાઓ આ પછી શરૂ કરી.એમ મેં નવ દસ વરસ કામ કર્યું છે."

જોતીરાવને એ ખ્યાલ હતો કે મુંબઈ રાજમાં લોકોના શિક્ષણ પર જોઈએ એવું ધ્યાન અપાતું નથી.એમની ગરીબી, સ્વાવલંબી ન હોવું, પૂરેપૂરા શિક્ષિત બુદ્ધિજીવીઓ પર આધારિત હોવું આ બધું શિક્ષણના નીંદનીય અભાવને કારણે છે.એમણે એ માટે અંગ્રેજ સરકારને જવાબદાર ગણાવી કેમકે એ પોતાની આવકનો મોટો ભાગ માત્ર ઉચ્ચ વર્ગોના શિક્ષણ પાછળ જ ખર્ચતી હતી.
જોતીરાવને મતે આ સરકારી નીતિને કારણે જ સરકારના તાબા હેઠળની તમામ ઓફિસોમાં  બ્રાહ્મણોની એકહથ્થુ સત્તા હતી.

જોતીરાવે બ્રાહ્મણોના કિલ્લા પર સાહસથી જોરદાર હુમલો કર્યો કારણ કે બ્રાહ્મણો બીજા લોકોના જ્ઞાન અને સત્તાના રસ્તા રોકતા હતા. જોતીરાવે એમને છેતરપિંડી કરનારા અને ઢોંગી ગણાવ્યા અને લોકોને બ્રાહ્મણોના અત્યાચારોનો વિરોધ કરવાની હાકલ કરી. એમનાં તમામ લખાણો આ જ મુદ્દા પર છે.

એમના ટીકાકારો ફુલેની ટીકાને એમ કહી બાજુ પર મૂકી દેતા કે તેઓ સામાન્ય રીતે સમાજ વિશે અને ખાસ તો બ્રાહ્મણો વિશે ખ્રિસ્તી મિશનરી કહે છે એનો પડઘો જ પાડે છે. જોતીરાવના સમયના પ્રસ્થાપિત વિદ્વાનો ફુલેની દલીલોને ગંભીરતાથી તપાસતા નહીં.એમના ટીકાકારોને એ ખ્યાલ ન આવ્યો કે જોતીરાવની ટીકા મૂળભૂત રીતે સમાન  માનવ અધિકાર વિશેના નિસબતને કારણે ફાટી નીકળેલો  કૃદ્ધ જ્વાળામુખી હતો. જોતીરાવ પોતાની પ્રવૃત્તિઓમાં એટલા ખૂંપેલા રહેતા કે તેઓ વિશ્લેષણ કરી શકતા નહોતા અને સામાજિક પરિબળોને  દ્રષ્ટિએ ન કરી શક્યા. જોતીરાવની બુનિયાદી માનવમૂલ્યો માટેની પ્રતિબદ્ધતા જે લોકો પાસેથી ધર્મના રક્ષણની ભૂમિકાની આશા હતી એ જ લોકોને અન્યાય અત્યાચાર કરતા જોતાં પોતાની ઉપર કાબૂ રાખી શકતા નહીં.

એ કાળના બ્રાહ્મણો વિધવાઓને પુર્નલગ્નની મનાઈ  કરતા. બ્રાહ્મણોમાં બાળલગ્નો મોટા પ્રમાણમાં થતાં. હિંદુ સમાજમાં ઘણી વિધવાઓ યુવાન હતી, તેઓ રૂઢિચુસ્તોની અપેક્ષા મુજબ પોતાનાં જીવન ગુજારી શકે એમ નહોતું.કેટલીક વિધવાઓ ગર્ભપાતનો આશરો લેતી તો કોઈ પોતાના નવજાત શિશુને રસ્તા ઉપર અનાથ મૂકી દેતી. આવાં બાળકો પ્રત્યે અનુકંપાથી જોતીરાવે અનાથાશ્રમ શરૂ કર્યો. કોઈ હિંદુએ શરૂ કરી હોય એવી આ પ્રથમ સંસ્થા હતી. જોતીરાવે ગર્ભવતી વિધવાઓને સુરક્ષા આપી અને ખાતરી આપી કે તેમનાં બાળકોને અનાથાશ્રમ ઉછેરશે. 1873માં આ અનાથાશ્રમમાં એક બ્રાહ્મણ વિધવાએ છોકરાને જન્મ આપ્યો. આગળ જતાં જોતીરાવે એને દત્તક લીધો.

જોતીરાવે થોડોક સમય સરકારી કોન્ટ્રાકટર તરીકે કામ કર્યું.પૂના પાસે વિશાલ ખડકવાસલા બંધ બંધાતો હતો એમાં જોતીરાવે જરૂરી બાંધકામ સરંજામ પૂરો પાડવાનો કોન્ટ્રાકટ લીધો.એમાં એમને જાહેર બાંધકામ ખાતાના ઓફિસરો કર્મચારીઓ સાથે કામ કરવાનો સીધો અનુભવ થયો. એમણે જોયું કે એ વિભાગ તો ભ્રષ્ટાચારનો અડ્ડો હતો.વિભાગના ઉચ્ચ હોદ્દેદાર અંગ્રેજ ઓફિસર સિવાયના કારકુનો અને બીજા કર્મચારીઓ અભણ મજૂરોનું શોષણ કરતા હતા. બ્રાહ્મણ અધિકારી કેવીરીતે એમને છેતરે છે એ સમજાવવું એમને અગત્યનું લાગ્યું . એક પંવાડામાં એમણે બ્રાહ્મણ અધિકારીઓના ભ્રષ્ટ વર્તનને રજૂ કર્યું .

1868માં  જોતીરાવે પોતાનો પાણીનો હોજ અસ્પૃશ્યો માટે ખુલ્લો મૂકી દીધો.

1873માં એમનું ચર્ચાસ્પદ પુસ્તક 'ગુલામગિરી' પ્રકાશિત થયું. એમાં જોતીરાવે એવું જાહેરનામું બહાર પાડ્યું કે તેઓ જાતિ , પંથ કે દેશના કોઈ ભેદભાવ વગર સૌ કોઈ સાથે ભોજન લેવા તૈયાર છે. ઘણાં છાપાંઓએ એમનું જાહેરનામું પ્રસિદ્ધ કરવાનો ઈન્કાર કર્યો. એમાંના લખાણ માટે 'ગુલામગિરી'ની બહુ ટીકા થઈ.  'બ્રાહ્મણો વિરુદ્ધના ઝેરી પ્રચાર' તરીકે બ્રાહ્મણોએ એનો વિરોધ કર્યો.જોતીરાવે આ પુસ્તક 'અમેરિકાના ભલા લોકો જેમણે નીગ્રોની ગુલામી નાબૂદ કરી.એમના ઉચ્ચ, નિસ્વાર્થ,આત્મબલિદાની સમર્પણ માટે'  પ્રસંશાના એક પ્રતીક રૂપે  અર્પણ કર્યું હતું. આ પુસ્તક સંવાદ રૂપે લખવામાં આવ્યું છે. બ્રાહ્મણ વર્ચસ્વનું આલેખન કરીને જોતીરાવે બ્રાહ્મણોએ ઘડેલા ક્રૂર અને અમાનવીય કાયદાઓ પાછળનાં કારણો અને હેતુઓ તપાસ્યાં છે.આવા કાનૂન પાછળનો ઉદ્દેશ્ય જોતીરાવને મતે  એ છે કે જૂઠથી  અજ્ઞાનીઓનાં મનને પેઢી દર પેઢી બ્રાહ્મણોની ગુલામીથી  જકડાયેલા રાખવાનો છે. આ કાયદાઓ શુદ્રો માટે બહુ કડક હતા, બ્રાહ્મણો જે તિરસ્કારથી શુદ્રોને જોતા એ બીજી કોઈ ધારણાને આધારે સમજાવી શકાય એમ નથી:  બ્રાહ્મણો અને શુદ્રો વચ્ચેના તુમુલ સંઘર્ષ એના મૂળમાં છે. શુદ્રો તો આ ધરતીનાં સંતાનો હતા, બ્રાહ્મણો વિદેશી આક્રમણકારો હતા જેમણે શુદ્રો, મૂળનિવાસીઓને હરાવ્યા અને એમનું જે કંઈ હતું એ બરબાદ કરી દીધું. પોતાના વિરૂદ્ધ સંઘર્ષ કરનારા  બહાદુર લોકોને બ્રાહ્મણોએ 'શુદ્ર' નામ આપ્યું અને એમને ગુલામ બનાવ્યા, એમના માનવ અધિકારોનો નાશ કર્યો અને પેઢી દર પેઢી પોતાનું વર્ચસ્વ ચાલુ રહે અને શુદ્રો ગુલામીની દયનીય સ્થિતિમાં જીવે  એ માટે આવા અન્યાયી કાયદા બનાવ્યા. એમણે એવો પણ દાવો કર્યો કે મેં આ પુસ્તકમાં જે વર્ણન કર્યું છે એ તો હકીકતે જે ગરીબ,અભણ, અજ્ઞાની શુદ્રો પર અત્યાચારો થયા એનો સોમો ભાગ પણ નથી.

13 સપ્ટેમ્બર, 1873ના દિવસે જોતીરાવે પોતાના અનુયાયીઓનું એક સંમેલન બોલાવ્યું અને 'સત્ય શોધક સમાજ'ની સ્થાપના કરી.જોતીરાવ એના પ્રથમ પ્રમુખ અને ખજાનચી બન્યા. સભ્ય થવા માટે દરેકે એ પ્રતિજ્ઞા લેવાની હતી કે તેઓ અંગ્રેજ સરકારને વફાદાર રહેશે.
સમાજનો મુખ્ય ઉદ્દેશ્ય શુદ્ર અને અતિશુદ્રને બ્રાહ્મણોના ભરડામાંથી મુક્ત કરવાનો અને બ્રાહ્મણો દ્વારા થતા શોષણને અટકાવવાનો હતો. સત્યશોધક સમાજના તમામ સભ્યો બધા મનુષ્યોને એક જ ભગવાનનાં સંતાન સમજે અને નિર્મિકને(સૌને પેદા કરનારને ) કોઈ વચગાળીયા વિના પૂજે. સભ્યપદ હર કોઈ માટે ખુલ્લું હતું.એ વાતનો પણ પૂરાવો છે કે યહૂદી પણ સત્યશોધક સમાજના સભ્ય બન્યા હતા.1876માં  સત્યશોધક સમાજના 316 સભ્ય હતા.

જોતીરાવે વેદ પવિત્ર છે એ ધારણાનો અસ્વીકાર કર્યો, મૂર્તિપૂજાનો વિરોધ કર્યો અને ચાર્તુવર્ણનો ત્યાગ કર્યો. 1891માં'સાર્વજનિક સત્યધર્મ' નામનું  પુસ્તક પ્રગટ થયું. પુસ્તકમાં જોતીરાવના ધાર્મિક સામાજિક દ્રષ્ટિકોણને સંવાદરૂપે રજૂ કરવામાં આવ્યો છે.એમને મતે સ્ત્રી અને પુરુષને સમાન અધિકાર હોવા જોઈએ, લિંગને આધારે સ્ત્રીપુરુષ વચ્ચે ભેદભાવ કરવો પાપ છે. એમણે માનવમાત્રની સમાનતા પર ભાર મૂક્યો અને સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના  આધારે સમાજ રચનાનો આગ્રહ રાખ્યો.

એ વાતનો એમને ખ્યાલ હતો કે ધાર્મિક અને આક્રમક રાષ્ટ્રવાદ મનુષ્યએકતાનો નાશ કરશે.

1876માં જોતીરાવની પૂના મ્યુનિસિપાલિટીમાં સભ્ય તરીકે નિમણૂંક થઈ.એમણે મહારાષ્ટ્રના દુષ્કાળપીડિતોને મદદ કરવાની કોશિશ કરી.1877માં ભયંકર દુષ્કાળ પડ્યો હતો.ત્યારે ગ્રામીણ વિસ્તારોમાંથી અનેક લોકો ગામ છોડી દેવા મજબૂર થાય હતા.એમાંથી કેટલાક તો નાનાં નાનાં બાળકોને કોઈ સહારા વિના ગામમાં મૂકીને નીકળી ગયા હતા.

17 મે,1877ના દિવસે જોતીરાવે અપીલ બહાર પાડી હતી  જેને પરિણામે સત્યશોધક સમાજ તરફથી બાળકો માટે વિક્ટોરિયા અનાથગૃહ સ્થાપવામાં આવ્યું હતું.

1879માં કૃષ્ણરાવ ભાલેકર નામના જોતીરાવના સાથીએ 'દેશબંધુ'નામનું સાપ્તાહિક શરૂ કર્યું હતું જે સત્યશોધક સમાજનું મુખપત્ર બન્યું હતું.એ ખેડૂતો અને શ્રમિકોની ફરિયાદોને વાચા આપતું હતું.વિષ્ણુ શાસ્ત્રી ચિપલૂણકર નામના રૂઢિચુસ્ત રાષ્ટ્રવાદીએ જોતીરાવનાં લખાણો પર આક્રમક ટીકાઓ કરી ત્યારે 'દીનબંધુ'એ એનો સજ્જડ જવાબ આપ્યો હતો.

નારાયણ મેઘજી લોખંડે જોતીરાવના સાથીદાર હતા.તેમને 'ભારતીય ટ્રેડ યુનિયનના પિતા' કહેવામાં આવે છે. 1880થી એમણે 'દીનબંધુ'નો હવાલો સંભાળ્યો અને એને મુંબઈથી પ્રસિદ્ધ કર્યું. જોતીરાવે મુંબઈની કાપડ મિલોના કામદારોને સંબોધન કર્યું. જોતીરાવ, ભાલેકર અને લોખંડે સિવાય બીજા કોઈએ એ અગાઉ ખેડૂતો અને શ્રમિકોને સંગઠિત કરવાનું કામ કર્યું નહોતું.

જોતીરાવે બ્રહ્મોસમાજ, પ્રાર્થનાસમાજ, સાર્વજનિક સભા અને ભારતીય નેશનલ કોંગ્રેસ પર આરોપ મૂક્યો હતો કે એમના કાર્યક્રમોથી ભારતના જનસમુદાયના ઉત્કર્ષ  માટે કોઈ લાભ થયો નથી.આ સંસ્થાઓ બ્રાહ્મણ વર્ચસ્વવાળી છે અને વિશાળ જનસમુદાયનું પ્રતિનિધિત્વ કરતી નથી.'સત્સાર'નામની પુસ્તિકામાં એમણે બ્રહ્મોસમાજ અને પ્રાર્થનાસમાજની ટીકા કરી એમના નેતાઓને જાહેર કર્યું, "અમારે તમારી સંસ્થાઓની કોઈ જરૂર નથી.અમારી ચિંતા છોડી દો."

એમના મરણ પછી પ્રકાશિત થયેલ 'સાર્વજનિક સત્યધર્મ' પુસ્તકમાં ખેડુતો અને અછૂતો સાર્વજનિક સભા કે ભારતીય નેશનલ કોંગ્રેસમાં સભ્ય બન્યા નહોતા એ સત્ય ઉજાગર કર્યું. આ સંસ્થાઓએ એડમિનિસ્ટ્રેશનના ભારતીયકરણની માગણી કરેલી. જોતીરાવે આનો વિરોધ કર્યો.જો આ માગણી સ્વીકારવામાં આવશે તો એ ભારતની સેવાઓનું બ્રાહ્મણીકરણ  કરવા બરાબર થશે.

જ્યાં સુધી આંતરજાતીય ભોજન અને આંતરજાતીય લગ્ન પરના સામાજિક પ્રતિબંધ દૂર નહિ થાય ત્યાં સુધી રાષ્ટ્રીય ભાવના સ્થાપવી અશકય છે- એવું જોતીરાવ માનતા.

એ યાદ રહે કે જ્યારે જોતીરાવ સુધારાવાદી ચળવળની ટીકા કરતા ત્યારે ગોળગોળ વાતો નહોતા કરતા.એ જ રીતે તેઓ વિદેશી શાસકો જે જનતાની સુખકારીમાં કોઈ પ્રદાન કરતા નહોતા એમની  ટીકા કરવામાં પણ જોતીરાવ નીડર હતા. જ્યારે સરકારે  દારૂની વધારે દુકાનોને પરમીટ આપવા નક્કી કર્યું ત્યારે જોતીરાવે એનો વિરોધ કર્યો કેમકે એ માનતા હતા કે દારૂ ઘણાં ગરીબ કુટુંબોને બરબાદ કરી દેશે.

30 નવેમ્બર,1880ના દિવસે પૂના  મ્યુનિસિપાલિટીના પ્રમુખે ભારતના ગવર્નર જનરલ લોર્ડ લીટનની પૂના મુલાકાત દરમ્યાન એક હજાર રૂપિયાનો ખર્ચ કરવા મંજૂરી માગી. લીટને છાપાંઓની સ્વતંત્રતા પર પ્રતિબંધ મૂકવાનો કાયદો ઘડ્યો હતો જેને કારણે પત્રકારોની સ્વતંત્રતા પર કાપ મૂકાયો હતો જેનો સત્ય શોધક સમાજના મુખપત્ર 'દીનબંધુ'એ વિરોધ કર્યો હતો. જોતીરાવને કરવેરા આપનારાઓના પૈસા લીટન જેવા અતિથિના સન્માન માટે ખર્ચવા યોગ્ય લાગ્યું નહીં.એટલે એમણે કહ્યું કે આ પૈસા ગરીબોના શિક્ષણ પાછળ ખર્ચવા જોઈએ.પૂના મ્યુનિસિપાલિટીના 32 સભ્યો પૈકી એ જ એકમાત્ર સભ્ય હતા જેમણે આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો.

બીજા એક કિસ્સામાં એમના ગરીબ ખેડૂતો પ્રત્યેના પ્રેમ અને સાહસ દ્વારા  અંગ્રેજ શાહી કુટુંબના સભ્યનું ધ્યાન ખેંચ્યું હતું.ગ્રામ વિસ્તારોમાં ખેડૂતોની સ્થિતિ વિશે માર્ચ 2,1888ના દિવસે જોતીરાવના મિત્ર હરિરાવજી ચિપલૂણકર દ્વારા કોનોટના ડયૂક અને ડચેસના માનમાં યોજાયેલા કાર્યક્રમમાં  જોતીરાવે ખેડૂતની વેશભૂષામાં આવી પ્રવચન કર્યું હતું. એમને કહ્યું કે હીરાજડિત આભૂષણો ધારણ કરેલા મહેમાનો જે અહીં ઉપસ્થિત છે તેઓ ભારતનું સાચું પ્રતિનિધિત્વ કરતા નથી. ડયૂકને જો ખરેખર ભારતની રૈયતની સ્થિતિ જાણવી હોય તો એમણે નજીકના ગામડાનો પ્રવાસ કરવો જોઈએ અથવા તો શહેરના અછૂતોની વસ્તીની મુલાકાત લેવી જોઈએ.એમણે ડયૂક(જે રાણીના પૌત્ર હતા) ને વિનંતી કરી કે તેઓ રાણી વિક્ટોરિયાને મારો સંદેશો પહોંચાડશો અને ભારતના ગરીબો માટે શિક્ષણની વ્યવસ્થા કરાવે એવી જોરદાર અપીલ કરી. જોતીરાવના પ્રવચને ઘણો ખળભળાટ મચાવી દીધો.

જોતીરાવે પોતાનું સમગ્ર જીવન શોષિતો દલિતોના ઉદ્ધાર માટે ખર્ચી નાખ્યું.
યુવાવસ્થાએ આદરેલ સંઘર્ષ 28 નવેમ્બર 1890ના દિવસે જોતીરાવના મરણ સાથે જ શમી ગયો.તેઓ ઘણાં ક્ષેત્રોમાં પાયાના પથ્થર હતા.એમના સમકાલીનોમાં એ નોખા તરી આવે છે જે સત્ય અને ન્યાયની શોધમાં કદી ડગ્યા નહીં. એમની ઉપર બ્રાહ્મણો અને બ્રાહ્મણેતરો વચ્ચે ઘૃણા ફેલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો એ ખરેખર તો એમની આક્રમક ટીકાઓની મોટા ફલક પર તપાસની કોઈ કોશિશ નથી થઈ એનું જ પરિણામ છે. જેમનાં લખાણોનો મુખ્ય વિષય અને આજીવન કાર્યનું ધ્યેય રહ્યા છે એ માનવીય અધિકારોના પુરસ્કર્તા જોતીરાવને  સમજવામાં અને કદર કરવામાં  જોતીરાવ પછીની પેઢીને ઘણો સમય લાગ્યો છે.

પ્રકરણ :16

બ્રહ્મરાક્ષસની પીડાને ધિક્કાર

ધો.આપણા આ બધા સંવાદથી એમ સાબિત થાય છે કે બધા બ્રાહ્મણ પોતાના બનાવટી ધર્મની આડે આપણી ભોળી સરકારની આંખમાં ધૂળ નાખે છે. આપ આ બ્રાહ્મણોના નકલી ધર્મનો ધિક્કાર કરીને આપણા અજ્ઞાની ભાઈબહેનોને કેમ જાગૃત કરતા નથી?

જો.મેં કાલે જ સાંજે આ વિશે એક પત્ર તૈયાર કરીને મારા એક સ્નેહીને આપ્યો છે. મેં એમને વિનંતી કરી છે કે એમણે આ પત્રમાં હ્રસ્વ દીર્ઘ વગેરે સર્વ ભૂલો સુધારીને એની એક એક કોપી કરીને બ્રાહ્મણ અને ખ્રિસ્તી  છાપાં પર અભિપ્રાય માટે પહોંચાડે. એ પત્રની નકલ આ પ્રમાણે છે.

શૂદ્રોએ બ્રહ્મરાક્ષસોની ગુલામીમાંથી કેવી રીતે છૂટવું. 

મૂળ બ્રાહ્મણોના(ઈરાની)પૂર્વજોએ આ દેશમાં મોટું બંડ કરીને આગળ જેમ જેમ તક મળી એમ એમ પોતાની સત્તાના નશામાં અનેક  સ્વાર્થી ગ્રંથ કરીને એ બધાંનો મજબૂત કોટ બાંધીને એની અંદર ગુલામોને પેઢી દર પેઢી પૂરી દીધા, એમને જાત જાતની પીડા આપીને લાંબો સમય લીલાલહેર જ કરી છે. જેવું અંગ્રેજ બહાદુરનું રાજ આ દેશમાં આવ્યું કે  દયાળુ યુરોપિયન અને અમેરિકન સત્પુરુષોએ આપણું દુઃખ જોયું. તેમણે આપણને કાયમની જેલમાં જોઈને એવો ઉપદેશ કર્યો કે " તમે અમારા જેવા જ માણસ છો, તમને અને અમને પેદા કરનાર ને પાલનપોષણ કરનાર એક જ છે.અને તમે પણ અમારી જેમ જ સર્વ અધિકારને પાત્ર છો, આ બ્રાહ્મણોના કૃત્રિમ અધિકારોને કેમ માનો છો?" વગેરે આવા જુદા જુદા પ્રકારનાં પવિત્ર સૂચન વિચારતાં મને મારા વાસ્તવિક અધિકાર સમજાયા છે. એ સાથે હું એ જેલના કૃત્રિમ કોટના બ્રહ્મકપાટ દરવાજાને લાત મારીને બહાર નીકળ્યો છું અને આપણા પેદા કરનારનો આભાર માનું છું. હવે હું પરોપકારી યુરોપિયન ઉપદેશકોના આંગણામાં તંબૂ ઠોકીને થોડો વિસામો લેતા પહેલાં એવી પ્રતિજ્ઞા કરું છું  કે -

બ્રાહ્મણોએ જે મુખ્ય ગ્રંથને આધારે આપણને બ્રાહ્મણોના ગુલામ છીએ એમ કહી એમાં બીજા કેટલાક લેખ ઉમેર્યા  છે. એ સર્વ ગ્રંથોનો અને જે જે ગ્રંથો સાથે સંબંધ છે એ સર્વનો હું ધિક્કાર કરીશ. એ ગ્રંથોમાં ( ભલેને એ કોઈ પણ દેશ કે ધર્મના વિચાર કરનારા લોકોએ કર્યા હોય ) જેમાં તમામ મનુષ્યો એકસરખી રીતે ઉપભોગ કરી શકે એમ લખ્યું હોય , આવા ગ્રંથ રચનારને હું આપણા પેદા કરનારને નાતે  ભાઈ સમજીને , એ પ્રમાણે વર્તન કરીશ.

બીજું કે ,    જે લોકો પોતાના એકતરફી  મતાભિમાનથી  કોઈને પણ નીચો ગણશે અને એવું આચરણ કરશે તથા બંનેને એવું વર્તન કરવા દેશે તો હું આપણા પેદા કરનારે આપેલા પવિત્ર અધિકારને લાંછન લગાવવા નહીં દઉં. 

ત્રીજું કે,જે દાસ (શૂદ્ર) ફક્ત પોતાના પેદા કરનારને માને છે અને નીતિ અનુસાર સ્વચ્છ ઉદ્યોગ કરવાનું નક્કી કરીને એ પ્રમાણે આચરણ કરે છે એવી મને ખાતરી થશે તો હું એમને મારા કુટુંબનાં ભાઈ સમજી એમની સાથે ખાનપાન વ્યવહાર કરીશ પછી ભલેને એ ગમે તે દેશનો હોય. 

આગળ ઉપર કોઈ સમયે મારા અજ્ઞાન શૂદ્ર બાંધવોને બ્રાહ્મણોની ગુલામીમાંથી મુક્ત થવાની ઈચ્છા થતાં જ તે મને એકવાર કૃપા કરીને પત્ર દ્વારા પોતાનું નામ જણાવશે તો એ મને મારા કામમાં મોટી હિંમત આપશે તો હું એમનો આભારી થઈશ.

જોતીરાવ ગોવિંદરાવ ફુલે

તા.5 ડિસેમ્બર, સને 1872

પૂના,જુના ગંજ નંબર 527.


ધો. આપે મોકલેલ જાહેરાતની એકંદરે સર્વ કલમો મને ગમી.ને હું પણ એ જ રીતે વરતીશ. આજ હું વરસોથી  બ્રાહ્મણોના  કૃત્રિમ  ને ત્રાસરૂપ કેદખાનામાંથી છૂટ્યો ને પરમાનંદ પામ્યો. ખરેખર હું આપનો ઋણી છું. સાર એ કે આપે બધું કહ્યું એ પરથી હિંદુ ધર્મના નકલી ધર્મની મને ખાતરી થઈ ચૂકી છે પરંતુ જે એક પરમેશ્વરને આપણે માનીએ છીએ અને સર્વ જ્ઞાની લોકો માને છે, એ  પરમેશ્વર  જે બધું જુએ છે ને બધું જાણે છે,  એને હજી આપણા શૂદ્ર અતિશૂદ્રનો હાલ  દેખાતો નથી   કે શું?

જો.એ વિશે આગળ કોઈ પ્રસંગે તને ખુલાસો કરીને  કહીશ તો તને ખાતરી થશે.

સમાપ્ત.

સદરહુ પત્રવિષયે જે તે છાપાંએ પ્રતિભાવ મળ્યો  એમની સમજદારીની યોગ્યતા વાચકો પર છોડી દઉં છું.

લોકકલ્યાણેચ્છુ
પૂના,શનિવાર, તારીખ 4 જાન્યુઆરી,1873
આપણા પ્રસિદ્ધ, મહાજ્ઞાની, મહાવિચારક,મહાશોધક, ફિલોસોફર જોતીરાવ ગોવિંદરાવ ફુલેએ એક મોટા ગૃહસ્થની ભલામણ સાથે એક  નકામો, આત્મશ્લાઘા કરતો અને બ્રાહ્મણોની નિંદા કરતો પત્ર અમને પાઠવ્યો છે.એને માટે અમારા છાપામાં જગા નથી.એ બદલ સદરહુ શ્રી.ફૂલે અમને માફ કરે.

શુભવર્તમાન દૈનિકને ચર્ચ સંબંધે વિવિધ સંગ્રહ
કોલ્હાપુર તા.1 ફેબ્રુઆરી સને 1873
પુનાના વતની વર્તમાનપત્રે અમારા છાપામાં જગા નથી એમ કહી આ પત્ર અમને પાઠવવામાં આવ્યો છે.આ પત્ર બધે પ્રસિદ્ધ કરવો એવી શ્રી.જોતીરાવ ગોવિંદરાવ ફુલેની ઈચ્છા હોઈ અમે એને આ છાપામાં જગા આપીએ છીએ.
અમારા હિંદુ મિત્રે પત્ર કેટલાક અંશે નિંદા ભરેલો  છે એમ અભિપ્રાય આપ્યો છે.પણ એ સ્તુત્ય છે એવું અમને લાગે છે.કારણ વાસ્તવિક રીતે બ્રાહ્મણો માને છે એ પ્રમાણે જાતિ આધારિત ભેદભાવ ન હોવો જોઈએ  એવી પાકી ખાતરી થાય તો શ્રી.જોતી  કોઈની પણ સાથે અન્ન વ્યવહાર કરવા તૈયાર છે એમ ધૈર્યપૂર્વક જણાવે છે. આવી  છાતી ધરાવતા લોકો આ દેશમાં જલ્દી અને પુષ્કળ થાઓ.



પ્રકરણ:15

સરકારી કેળવણી ખાતું,મ્યુનિસિપાલિટી, દક્ષિણા પ્રાઈઝ કમિટી,બ્રાહ્મણ છાપાંની એકતા,શુદ્ર અછૂતોનાં બાળકો ને વાંચતાં લખતાં શીખવવું નહીં એવું બ્રાહ્મણોનું ષડયંત્ર
.
ધો.સરકારી બુનિયાદી શિક્ષણ વિભાગના કર્મચારી ગુલાબી બેઇમાની કરે છે એનો શો અર્થ?

જો. હમણાં જે ચોપડીને કારણે બ્રાહ્મણોના બકવાસ ગ્રંથોમાં, શાસ્ત્રોમાં, સાહિત્યમાં જે બેઇમાન વાતો લખવામાં આવી છે, એનો ભેદ ખુલી જશે અને એમના પૂર્વજોનો ભંડાફોડ થશે, તેઓ બેઆબરૂ થશે  એ વાતે તેઓ ડરી ગયા છે.એમણે આપણી ભોળી સરકારને  ક્યારેક ક્યારેક એકલા મળી અને ક્યારેક ક્યારેક છાપાં દ્વારા જાતજાતની ગુલાબી મસલતો આપી એમના તાબામાં જે સરકારી શાળાઓ છે એ બધાં સરકારી બુનિયાદી શિક્ષણ વિભાગમાંથી આવી મહત્વની ચોપડી અભ્યાસક્રમમાંથી કઢાવી નાખી  ત્યારે હું શું કહું? પહેલાંના જમાનામાં કોઈ અજ્ઞાની અધિકારીઓએ ચાર ધર્મભ્રષ્ટ પાખંડી પુરોહિતોના આગ્રહથી આવો ઉપદેશ આપનાર ઉપદેશક બલિરાજાને શૂળીએ ચડાવી દીધો હતો.તો બ્રાહ્મણોનાં ધર્મશાસ્ત્રોની પોલ ખોલનારી ચોપડીને  શાળાના અભ્યાસક્રમમાંથી બહિષ્કૃત કરાવી દીધી  એમાં શી નવાઈ?

ધો.પણ તાત, આમાં સરકારનો શું વાંક છે એ જરા સમજાવોને.

જો.આપણે કેવીરીતે માની લઈએ કે સરકારનો કોઈ વાંક નથી? સરકારે જે તથાકથિત પ્રગતિશીલ બ્રાહ્મણોની દલીલ પર આ રીતનું સત્ય કહેનારી ચોપડી શાળા અભ્યાસક્રમમાંથી કાઢી નાખી, અને એ ચોપડીનો વિરોધ કરનારાઓની ચોપડી સરકારી કેળવણી ખાતાના અભ્યાસક્રમમાં દાખલ કરી, પછી એ જ લોકોને શુદ્રોની શાળામાં શિક્ષક તરીકે નીમ્યા, શું આ યોગ્ય છે? આ વિશે વિચારતાં ખ્યાલ આવે છે કે કાલે જે વિરોધીઓએ આ પુસ્તક સરકારી કેળવણી ખાતામાંથી કઢાવ્યું, સરકારે એ જ લોકોને સરકારી શાળાઓમાં શિક્ષક તરીકે નિયુક્ત  કરી એમને એ પવિત્ર પુસ્તક વિરુદ્ધ શુદ્રોને ઉપદેશ દેવાની તક કેમ આપી રહી છે? આપણી ભલીભોળી સરકારે   પવિત્ર સરકારી કેળવણી ખાતાના એ કામમાં. તમામ ભાગ લેનારાઓને  એમની ચોપડી સાથે બહાર તગેડી મૂકવા જોઈએ.જો એ શકય ન હોય તો આપણી સરકારે મહેરબાની કરીને આખો કેળવણી વિભાગને જ તાળાં  મારી દેવાં જોઈએ જેથી એ લોકો ઘેર બેસી આરામ કરે અને કમ સે કમ આપણી શુદ્રો પર  જે કરવેરાનો બોજ પડે છે  એ ઓછો થાય. કેમકે કેળવણી વિભાગને એક મુખ્ય બ્રાહ્મણ કર્મચારીને દર વરસે ઓછામાં ઓછા સાત હજાર રૂપિયા પગાર આપવો પડે છે.હવે સુલ્તાની નથી રહી પણ આસમાની મહેર થાય ત્યારે કહો કે આટલી રકમ પેદા કરવા શુદ્રોને કેટલા પરિવારોને એક વરસ સુધી રાતદિવસ ખેતીમાં જોતરાયેલા રહેવું પડતું હશે? ઓછામાં ઓછા એક હજાર શુદ્ર પરિવારોને એમાં જોતરાયેલા રહેવું પડતું હશે.

બીજી વાત,આ પગારના પ્રમાણમાં શુદ્રોને કોઈ લાભ થાય છે? અરે, રોજ ચાર પૈસા કમાનાર શુદ્ર મજૂરોને ધોમ ધખતા તાપમાં સૂરજ ઉગે ત્યાંથી લઈને સૂરજ આથમે ત્યાં લગી સડક પર માટીના ટોપલા માથે ઊંચકવા પડેછે.એ બિચારાને ક્યાંય બહાર જવા ઘડીનીય નવરાશ મળતી નથી. અને બીજી બાજુ કામ કર્યા સિવાય, પરસેવો પાડ્યા સિવાય રોજના વીસ રૂપિયા પગાર લેતા બ્રાહ્મણ કર્મચારીને શાળામાં ખુલ્લી જગાએ ખુરશીમાં બેસવાનું કામ કરવું પડે છે! એ લોકો મ્યુનિસિપાલિટીના મહેમાન બની રોજ સવારસાંજ ગરમી ઓછી થાય એટલે બહાર ફરવા નીકળી પડે છે.એમનો બહાર ફરવા નીકળવાનો ઉદ્દેશ્ય પરિચિતોને હળવામળવા જવાનો હોય છે. એટલે એ લોકો સજીધજી નખરાં કરતા ઘોડાગાડીમાં બેસી શહેરના રસ્તા પર ઉંબર-ખળું જોતાં પોતાનો રોફ  છાંટયા  કરે છે.પરંતુ એમને આ રોફ છાંટવા સમય કેવીરીતે મળે છે? અરે, એમણે શહેરના લોકોને હજી સુધી  એ કહ્યું નથી કે ભણતરથી શું ફાયદો  થાય છે, પણ એમને હરવાફરવાની બહુ મજા આવે છે,બહુ ગૌરવ લાગે છે.પણ તોય મિશનરીઓનો મહિને દસ રૂપિયાનો પગારદાર ખ્રિસ્તી ઉપદેશક આ બ્રાહ્મણોથી હજાર દરજ્જે સારો છે. આ લોકો મિશનરી ઉપદેશકના પગની ધૂળ બરાબર પણ નથી.કેમકે જે શહેરમાં એ ખ્રિસ્તી મિશનરી ઉપદેશક રહે છે એ શહેરના નાનાં મોટાં સૌને એ ખબર હોય છે કે એ એક ધર્મઉપદેશક છે. પણ આ બ્રાહ્મણ શિક્ષક જે મકાનમાં રહે છે એની નીચેના મકાનમાં રહેનાર ભાડૂઆતને પણ ખબર નથી હોતી કે એ કેવો તીસમારખાં છે. અરે, બ્રાહ્મણ શિક્ષક પોતાના ઉપરી યુરોપિયન કર્મચારીની પાસે રોજ ઇધરઉધરનાં ગપ્પાં મારી મન ફાવે તેમ શાળામાં કલાક બે ક્લાક ભણાવે છે,અને  વરસે બે ચાર લેખિત રિપોર્ટ કરી દે એટલે એનું કામ પૂરું.આવાને જ ચાર ભણેલા ગણેલા લોકો પ્રામાણિક અને દેશભક્ત કહે છે. અરે, આ વેચાઉ બ્રાહ્મણ નોકરો આજ સુધી કેળવણી ખાતાના લાખો રૂપિયા ચાંઉ કરી ગયા છે.પણ સાચું કહું તો એમના હાથે ના કોઈ શૂદ્રને શિક્ષણ મળ્યું છે , ના કોઈ અછૂતને. તેઓ શુદ્ર- અતિશુદ્રમાંથી એકેયને  મ્યુનિસિપાલિટીનો સભ્ય બનાવી નથી શક્યા. એટલે હવે તું જ વિચાર કે આ કેળવણી વિભાગમાં જેટલા બ્રાહ્મણ કર્મચારી છે એ બધા વફાદાર નોકરોને આપણા દેશના અજ્ઞાની અછૂતો પ્રત્યે કેટલી હમદર્દી છે! એટલું જ નહીં, આ દેશભક્તો મ્યુનિસિપાલિટીમાં મુખ્ય અધિકારી હોવા છતાં ગઈ સાલ જ્યારે પાણીનો દુકાળ પડ્યો ત્યારે અછૂતોને પીવાનું પાણી મળે એ માટે સરકારી વાવડીનું પાણી ભરવામાં  બિલકુલ મદદ ન કરી.એટલે અછૂતો મ્યુનિસિપાલિટીમાં સભ્ય થાય એ કેટલું જરૂરી છે એ તું વિચારી શકે છે.

ધો.આપનું કહેવું સો ટકા સાચું છે.એમાં બે મત નથી. પણ મેં સાંભળ્યું છે કે મ્યુનિસિપાલિટીમાં 
કેટલાય શુદ્ર સભ્યો એવા વિદ્વાન છે કે તેઓ પોતાનો મત આપવા' અરે ગોવિંદા' બોલનાર રમકડાંની જેમ પોતાનું માથું હલાવી હા માં હા મિલાવે છે. કેમ કે ત્યાં એક તો સહી કરી શકે એવા ય ઓછા છે ને એમાં થોડાક પૂજ્ય કહેવાતા લોકો.પછી શુદ્ર સભ્યોની કમિટીમાં ખુરશી પર બેસી માથું હલાવી સહી કરનારા અછૂતોમાં મળશે?

જો.એવા શુદ્ર સભ્યો કરતાં અનેક ઘણા સારા લખનાર - બોલનાર અછૂતો મળી રહેશે.પણ બ્રાહ્મણોના નકલી, સ્વાર્થી, પાખંડી ધર્મશાસ્ત્રોને કારણે બધા અછૂતોને અડવું પાપ ગણવામાં આવ્યું. એથી એ બિચારાને શુદ્ર સભ્યોની જેમ બધા લોકોમાં હળીમળીને પૈસાદાર થવાની તક ક્યાં મળે છે? એમને તો હજી પણ ગધેડા હાંકી પોતાનું અને પરિવારનું પેટ ભરવું પડે છે.

ધો.તાત, જાતિ પ્રમાણે જોઈએ તો મ્યુનિસિપાલિટીમાં ખાસ કઈ જાતિના સભ્યોની સંખ્યા વધારે છે?

જો. બ્રાહ્મણોની.

ધો. તાત, એટલે આ મ્યુનિસિપાલિટીમાં મજૂરી કરનારા અને ભંગીને બાદ કરતાં બ્રાહ્મણ કર્મચારીઓની સંખ્યા જ વધારે છે. એમાં પાણી ખાતામાં કામ કરનારા બ્રાહ્મણ કર્મચારીઓ છે.તેઓ ભયંકર ગરમીના દિવસોમાં પોતાની બ્રાહ્મણ જાતિનાં ઘરની ટાંકીઓમાં ફૂલ પાણી ભરી દેતા. અને એ પાણીનો ઉપયોગ આસપાસના બધા બ્રાહ્મણો કપડાં વાસણ ધોવામાં કરતા અને બહુ બધું પાણી એમ જ વહી જતું. પણ જ્યાં જ્યાં ગરીબ વસ્તી હતી, જે મહોલ્લામાં શુદ્રોની વસ્તી છે એ બધા મહોલ્લાની ટાંકીઓમાં બપોર પછી તો  પાણીનું ટીંપુંય ન મળતું,બપોરે રસ્તે જતા વટેમાર્ગુને  તરસ છીપાવવા પાણી મળવું મુશ્કેલ.પછી ત્યાંના લોકોને લૂગડાં ધોવા, બાલબચ્ચાંને નાવાધોવા પાણી ક્યાંથી મળવાનું? એ ઉપરાંત બ્રાહ્મણ વસ્તીમાં નવી કેટલીય ટાંકી મૂકવામાં આવી. ત્યાં જૂના ગંજ વગેરે મહોલ્લાઓમાં લોકો વરસોથી માગણી કરતા હતા કે અમારા મહોલ્લામાં પાણીની ટાંકી બનાવો.પણ મ્યુનિસિપાલિટીએ એમની વાત પર, એમની બૂમો પર પણ ધ્યાન ન આપ્યું. બ્રાહ્મણ સભ્યોની સંખ્યા બહુ, એટલે એ બિચારા ગરીબોની વાત કોઈ સાંભળતું નહોતું.છેવટે ગઈ સાલ જ્યારે પાણીનો કાળ પડ્યો ત્યારે મીઠ ગંજના મહાર-માતંગોએ કાળા હોજને અડકીને ત્યાં પાણી ભરવાનું શરૂ કરી દીધું ત્યારે મ્યુનિસિપાલિટીને ભાન થયું ને એ લોકોની વાત સાંભળી. આ મ્યુનિસિપાલિટીએ એટલું બધું પાણી જેમ પૈસાનું ખર્ચ કર્યું છે કે મ્યુનિસિપાલિટીના પ્રમુખની સમજ અને પદને એ શોભા નથી આપતું.

છોડો એ વાત. પરંતુ મ્યુનિસિપાલિટીમાં આવી  ગરબડ હોવા છતાં એ વિશે મરાઠી છાપાંના પત્રકારો સરકારને કેમ જાણ કરતા નથી?

જો.અરે,બધાં મરાઠીછાપાના તંત્રી બ્રાહ્મણ છે એટલે પોતાની જાતિના લોકો વિરુદ્ધ લખતાં એમના હાથ ચાલતા નથી. જ્યારે યુરોપિયન મુખ્ય તંત્રી હતા ત્યારે એ આ બ્રાહ્મણોની હોંશિયારી ચાલવા દેતા નહોતા. એ વખતે આ બધા બ્રાહ્મણોએ ભેળા થઈ એમની પર એવા આક્ષેપ કર્યા કે એમણે પ્રજાનું આ રીતે નુકસાન કર્યું છે. આ રીતે બ્રાહ્મણોએ એમની વિરુદ્ધ એવી  ખોટી ખોટી અફવાઓ ફેલાવી કે ત્રાસી જઈને તેઓ મુખ્ય તંત્રી પદેથી રાજીનામું આપવા મજબૂર થઈ ગયા અને આગળ ઉપર એમણે મ્યુનિસિપાલિટીનું નામ લેવાનું પણ છોડી દીધું. પરંતુ આપણી દયાળુ સરકાર એ બધાં બ્રાહ્મણ છાપાંની વાત સાંભળી સાંભળી એ સમાચાર સાચા છે એમ માની કહી દેતી હતી કે  આ લેખમાં શુદ્રો અતિશુદ્રોની વાત વ્યક્ત થઈ ગઈ છે.પરંતુ એમ સમજવામાં આપણી ભલી ભોળી સરકારની બહુ મોટી ભૂલ છે. એમને એટલી પણ ખબર નથી કે  બધા બ્રાહ્મણ છાપાંવાળાની શુદ્રો - અતિશુદ્રોની જનમ જનમમાં પણ મુલાકાત થતી નથી. એમાં મોટા ભાગના અછૂત એવા છે જેમને એ ખબર નથી કે છાપું કઈ બલાનું નામ છે, શિયાળ કે કૂતરું કે પછી વાંદરૂ? તો પછી આવા અપરિચિત અજાણ્યા અછૂતોના વિચારની આ બધા પવિત્ર છાપાંવાળાને કયાંથી અને કેવીરીતે જાણ થાય છે? એમણે સરકારની મજાક કરીને અભણ લોકોના દિલને આકર્ષવા જૂઠમૂઠ હમદર્દી બતાવી પોતાનું પેટ ભરવા  આ રીતે નવો રસ્તો શોધી કાઢ્યો છે. 

જો  તમામ સરકારી ખાતાંમાં બ્રાહ્મણ જાતિના જ કર્મચારીઓ ભરતી થવાને લીધે શુદ્ર અતિશુદ્રનું ભયંકર નુકસાન થઈ રહ્યું છે.પરંતુ એને વિશે  ઝીણવટથી તપાસ કરવાની એમને ફુરસદ મળતી નથી.એ વાત આપણે સાચી માની શકીએ? ના. કેમકે સાત સમંદર પાર લંડન શહેરની રાણી સરકારના વડા પ્રધાન પોતાના સપનામાં હિંદુસ્તાન વિશે શું શું  વાતો કરે છે એ વિશે છાપાંમાં નાનામોટા સમાચાર આવ્યા કરે છે.મારો કહેવાનો અર્થ એ છે કે આ બધું કહેવા એમને ક્યાં ફુરસદ મળે છે? છોડો એ વાત. પણ જો કોઈ ખ્રિસ્તી છાપાવાળાએ લખ્યું કે મ્યુનિસિપાલિટીમાં ગરીબોને દાદ નથી મળતી, એમની કોઈ સુનવાઈ થતી નથી. આવા સમાચાર છાપાંમાં છપાયા પછી બધાં મરાઠી  છાપાંની આ રીતના સમાચાર સાર રૂપે અંગ્રેજીમાં અનુવાદ કરી સરકારને બતાવવાનું કામ મ્યુનિસિપાલિટીના જ એક સભ્યને સોંપવામાં આવ્યું છે. પરંતુ એ લોકો આવો રિપોર્ટ મ્યુનિસિપાલિટીમાં ખભે ખભા મીલાવી બેસનાર પોતાના જાતિભાઈઓની 
સાડાબારી રાખ્યા સિવાય, પોતાની જાતિનાં લોકો વિરુદ્ધ સરકાર સામે મૂકી શકશે?

ધો. તાત,આ ચોતરફ બધાં ક્ષેત્રોમાં બ્રાહ્મણોનું બહુ વર્ચસ્વ હોવાને લીધે બાકીની બધી જાતિઓનું નુકસાન થઈ રહ્યું છે. એટલે આપ એ સંબંધે  એક નાનકડી ચોપડી લખીને ' દક્ષિણા પ્રાઈઝ કમિટી' ને મોકલી આપો.એટલે આ પુસ્તકથી સરકારની બંધ આંખો ઉઘડશે.

જો.બ્રાહ્મણ પોતાના સ્વાર્થ માટે ધર્મના ગપગોળાથી અજ્ઞાની શુદ્રોને કઈ કઈ રીતે બહેકાવી  ફોસલાવી ખાય પીવે છે અને ખ્રિસ્તી મિશનરી પોતાના નિસ્વાર્થ ધર્મની મદદથી અજ્ઞાની શુદ્રોને સાચું જ્ઞાન આપીને  એમને કઈ રીતે સત્યના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે વગેરે તમામ બાબતો વિશે મેં એક નાનકડું નાટક લખ્યું છે.  મેં  આ નાટક સને 1855માં ' દક્ષિણા પ્રાઈઝ કમિટી' ને મોકલ્યું હતું. પરંતુ ત્યાં પણ આવા બ્રાહ્મણ સભ્યોની જીદથી યુરોપિયન સભ્યોનું કંઈ ન ચાલ્યું . એ કમિટીએ મારું નાટક પસંદ ન કર્યું. અરે, આ દક્ષિણા પ્રાઈઝ કમિટી પણ મ્યુનિસિપાલિટીની નાની બહેન છે એમ કહેવામાં મને કોઈ વાંધો નથી. દક્ષિણા પ્રાઈઝ કમિટીએ તો શુદ્રોને પ્રેરણા આપવી જોઈતી હતી.શુદ્રોને લખવાની પ્રેરણા મળે એ માટે એમને કેટલી મદદ કરી એ શોધવા દીવો લઈને નીકળો તોય ન જડે.છેવટ મેં એ ચોપડી પાછી ખેંચી લીધી.પછી થોડાં વરસ પછી મેં બીજી નાનકડી ચોપડી  બ્રાહ્મણોની ચાલાકી વિશે લખી હતી તે મેં મારા પૈસે છપાવી પ્રસિદ્ધ કરી હતી.એ વેળા પૂનામાં મારા એક મિત્રએ અધિકારીઓને એ પુસ્તક ખરીદવા જાહેરાત સાથે મોકલાવી.પરંતુ એમાંથી એક પણ અધિકારીએ બ્રાહ્મણોની બીકે એ પુસ્તક ખરીદી પોતાના નામે કોઈ દોષ લાગવા દીધો નહીં.પોતે બ્રાહ્મણોના વાંકમાં આવે નહીં એમ કર્યું.

ધો.તાત, સાચું કહું તો આપને  આઘુંપાછું કરવાની આદત નથી એટલે આપની ચોપડી વેચાતી નથી.
જો.અરે, બાપ! સારું કામ કરતાં ખરાબ ઈલાજ શોધવા ન જોઈએ.નહીં તો સારા કામ પર જ ડાઘ લાગી જાય. એમણે મારી ચોપડી ન ખરીદી એટલે મને બહુ ભારે નુકસાન થયું? ના.પરંતુ હવે પછી હું આવા લોકોને કોઈ અરજી કરવાનું પસંદ ન કરું. આપણે આપણને પેદા કરનાર પર આધાર રાખવો જોઈએ.એ હું શીખ્યો છું એટલે હું એમનો ત્રણ વાર આભાર માનું છું.

ધો.તાત, આપે જ્યારે બ્રાહ્મણ છોકરીઓ માટે શાળા ખોલી ત્યારે એ સમયે સરકારે આપનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું .પછી આ રીતે આપે અછૂતો માટે શાળાની સ્થાપના કરી એ માટે બ્રાહ્મણોની મદદ લીધી હતી. એ બધી શાળાઓમાં ભણતર તો ચાલુ થઈ ગયું પણ વચ્ચે જ એ બંધ થઈ ગઈ. થોડાં વરસ પછી તમે યુરોપિયન લોકોના ઘેર આવવું જવું  એકદમ બંધ જ કરી દીધું. એનું શું કારણ?

જો.બ્રાહ્મણ છોકરીઓ માટે શાળા ખોલી તેથી સરકાર બહુ ખુશ થઈ, મને એક શાલ ભેટ આપી એ સાચી વાત. મને જ્યારે અછૂત છોકરા છોકરીઓ માટે શાળા ખોલવાની જરૂર લાગી તો મેં એ કામ માટે બ્રાહ્મણોને સભ્ય બનાવ્યા અને એ બધી શાળાઓ બ્રાહ્મણોના હાથમાં સોંપી દીધી. મેં જ્યારે અછૂતોનાં છોકરા છોકરીઓ માટે શાળા શરૂ કરી ત્યારે બધા યુરોપિયન ગૃહસ્થોમાં રેવન્યુ કમિશ્નર રીવ્ઝ સાહેબે જે આર્થિક મદદ કરી છે એ હું કદી ભૂલી નહીં શકું. એ ઉદાર ગૃહસ્થે મને માત્ર આર્થિક મદદ કરી એટલું જ નહીં પોતાનો અગત્યનો ધંધો સંભાળતાં સંભાળતાં ઘણી વાર અછૂત શાળામાં આવીને પૂછપરછ કરતા કે વિદ્યાર્થીઓએ વાંચવા લખવામાં કેટલી પ્રગતિ કરી છે. એ રીતે વિદ્યાર્થીઓને ભણવા પ્રેરણા આપવા બહુ કોશિશ કરતા હતા. આ રીતે એમના ઉપકાર અછૂત વિદ્યાર્થીઓની રગ રગમાં સમાઈ ગયા છે. એમના ઉપકારોનો બદલો એ પોતાની ચામડીના જોડા સિવડાવી આપે તો પણ ચૂકવી ન શકે. આ જ રીતે બીજા યુરોપિયન ગૃહસ્થોએ મને ઘણી મદદ કરી છે.એટલે હું એમનો આભારી છું.એ સમયે મને એ કામમાં બ્રાહ્મણ સભ્યો લેવાની જરૂર લાગી.એની અંદરની વાત હું કયારેક બતાવીશ. પરંતુ જ્યારે મેં શાળાઓમાં બ્રાહ્મણોના  પૂર્વજોએ બનાવટી શાસ્ત્રોમાં લખેલી  છેતરપિંડી ભરેલી વાતો એ વિદ્યાર્થીઓને વંચાવવા સમજાવવા શરૂ કર્યું  ત્યારે એ બ્રાહ્મણો અને મારી   વચ્ચે રુક્ષતા વધતી ગઈ. એમનું કહેવું એવું થવા લાગ્યું કે અછૂત બાળકોને બિલકુલ વાંચતાં લખતાં શીખવવું ન જોઈએ. પરંતુ જો વાંચવા લખવાનું શીખવવું જરૂરી લાગે તો એમને ખાલી  અક્ષરજ્ઞાન આપવું.એનાથી વધારે કંઈ નહીં. પરંતુ મારું કહેવું એ હતું કે એ અછૂત બાળકોને ભણાવી વાંચતા લખતાં શીખવી એમનામાં એવી ક્ષમતા પેદા કરવી જેથી તેઓ પોતાનું હિત અહિત શેમાં છે એ પોતે સમજી શકે. હવે અછૂતોને વાંચતાં લખતાં ન શીખવવું એમ કહેવામાં એમનો શો સ્વાર્થ હશે?
એમના મનની વાત કળવી સહેલું નથી. પણ એવું શક્ય છે કે આ લોકો ભણી ગણીને હોંશિયાર થશે એવું એમને લાગતું હશે.એમને એ પણ લાગતું હશે કે એમને ભણવાગણવાની તક મળી, સાચું જ્ઞાન મળ્યું અને એમને સાચું શું અને ખોટું શું એ સમજ પડી ગઈ તો અમારો વિરોધ કરશે અને સરકારને વફાદાર રહી અમારા પૂર્વજોએ એમના પૂર્વજો પર જે જુલમ ગુજાર્યા છે, જે ત્રાસ ગુજાર્યો છે, એ ઇતિહાસના પાને વાંચીને તેઓ અમારો પૂરેપૂરો વિરોધ કરશે." આ એમની લાગણી હોઈ શકે. આ રીતે જ્યારે મારા અને એમના વિચારોમાં મેળ ન  રહ્યો ત્યારે મને એ બ્રાહ્મણ પંડિતોના નકલી સ્વાર્થી સ્વરૂપનો ખ્યાલ આવી ગયો. અને બંને સંસ્થાઓમાંથી નીકળી ગયો. એટલામાં બ્રાહ્મણ પાંડેનો બળવો શરૂ થઈ ગયો.ત્યારથી બધા યુરોપિયન સભ્ય લોકો મારી સાથે પહેલાંની જેમ  દિલ ખોલીને વાત નથી કરતા, બલકે મને જોતાં જ એમના ચહેરા પર ગમગીની છવાઈ જાય છે.ત્યારથી મેં પણ એમને ઘેર આવવા જવાનું બંધ કરી દીધું.

ધો.તાત, બ્રાહ્મણ પાંડેને લીધે આ યુરોપિયન લોકોએ આપના જેવા નિર્દોષ લોકોની અવગણના કરી છે.અને આપણને જોતાં જ એમના પર ગમગીની છવાઈ જાય છે.આ એમની ઉદારવાદી દ્રષ્ટિ ને બુદ્ધિને શોભા નથી આપતું.
એ જ રીતે આપણે બ્રાહ્મણ વિધવા સ્ત્રીઓના ગર્ભપાત જેવા જઘન્ય ગુનેગાર કૃત્ય ન કરવાં જોઈએ.એ વિધવા ગર્ભવતી સ્ત્રીઓને ગુપ્ત પ્રસૂતિ કરાવવી જોઈએ.એને માટે આપે આપના ઘેર જ પૂરેપૂરી વ્યવસ્થા કરી છે.અને એ કામ માટે સરકાર પાસે કોઈ પણ જાતની મદદ માગી નથી.એ કામમાં નામના જ બ્રાહ્મણ સભ્યો પાસેથી કંઈ લીધા વિના પોતાના ખર્ચેથી જ આ કામ ચલાવ્યું છે.

જો.આપણી સરકાર વિશે તો એટલું જ કહી શકીએ કે,'જ્યાં દમ ત્યાં હમ.' અછૂતોને અડકવાનો અધિકાર નથી એટલે સ્વાભાવિક રીતે એમના કામધંધાનાં બારણાં બંધ થઈ જાય છે અને એટલે એમણે ચોરી લૂંટફાટ વગેરે ગેરકાયદેસર કામ કરવાં પડે છે. પરંતુ એમણે આવાં ચોરી, લૂંટફાટ વગેરે કામ ન કરવાં જોઈએ. આપણી સરકારે નજીકની પોલીસ ચોકીમાં હાજરી લગાવવાની પ્રથા શરૂ કરી છે,એ સારું કામ કર્યું છે.પરંતુ બ્રાહ્મણોની અનાથ,નિરાધાર વિધવાઓને બીજું લગ્ન કરવાની મનાઈ હોવાને લીધે એમને  વ્યભિચાર કરવા મજબૂર થવું પડે છે. એનું પરિણામ ક્યારેક ક્યારેક તો એવું આવે છે કે  એમને ગર્ભહત્યા અને નવજાત શિશુની હત્યા કરવા મજબૂર થવું પડે છે.આ બધું આપણી સરકાર ઉઘાડી આંખે જોવે છે.તો પણ માતંગ રામોશીઓની જેમ એમની ઉપર નજર નથી રાખી રહી, એ કેવડી મોટી નવાઈની વાત છે.શું આ અન્યાય નથી? આપણી સરકારને ગર્ભપાત અને નવજાત શિશુ હત્યા કરનાર વિધવાઓ કરતાં ચોરી લૂંટફાટ કરનાર  માતંગ મહાર લોકો વધારે દોષિત લાગે છે. બીજી વાત એ કે બ્રાહ્મણોની કામ કમ અને ટપટપ વધારે રહે છે એટલે સમજદાર થઈને નાની અણસમજુ વિધવા બેનને ટકો કરનાર હજામના હાથને રોકવા પોતાનો હાથ આગળ લંબાવી નથી શકતા એવા કાયર લોકોને સભ્ય બનાવી દઈએ તો એનો શું ફાયદો?

ધો.તાત, કાંઈ વાંધો નહીં. પરંતુ આપે અગાઉ કહ્યું છે કે સરકારી શિક્ષણખાતામાં અવ્યવસ્થા છે, એનો શો અર્થ છે?

જો.આ સરકારી કેળવણી વગેરે વિભાગોમાં જે દરેક પ્રકારની અવ્યવસ્થા છે એ વિશે જો લખીએ તો એક અલગ જ ચોપડી થઈ જાય.એટલે એ ડરથી ઉદાહરણ તરીકે એક બે વાતો અહીં લઈ રહ્યો છું.પહેલી વાત તો એ કે શુદ્ર અને અછૂત બાળકોની શાળાઓ માટે શિક્ષક તૈયાર કરવામાં કોઈને રસ નથી, એ કામમાં પૂરી બેદરકારી છે.

ધો.તાત એવું કઈ રીતે કહી શકાય? સરકારે તો તમામ જાતિઓ માટે બાળકો ભણાવવા શિક્ષકને તાલીમ આપવા  એક અલગ તાલીમશાળા ખોલી છે.સરકારના મનમાં કોઈ ભેદભાવ જોવા નથી મળતો.

જો. જો તું એમ કહેતો હોય તો એ કહે કેટલા આજ સુધીમાં એ તાલીમ પામેલા શિક્ષકોએ કેટલાં બાળકોને વાંચવું લખવું શીખવાડ્યું છે?અરે, તું શું  ઊંધું ઘાલે છે?

ધો.તાત, બધા બ્રાહ્મણ એવું કહે છે કે અછૂતોનાં બાળકોને શાળામાં દાખલ કરશો તો ભારતમાં મોટું ધીંગાણું થઈ જશે,એટલે સરકાર બીવાય છે.

જો.અરે, સરકાર એના લશ્કરમાં બધી જાતિના લોકોને ભરતી કરે છે, તો એ લોકો હિન્દુસ્તાનમાં ધીંગાણું કેમ કરતા નથી? આ બધી સરકારની જ બેદરકારી છે. કેમકે બધી જાતિના લોકોને લશ્કરમાં ભરતી કરતી વેળા સરકાર પોતે એ ભરતી કરી લે છે અને શિક્ષક તાલીમનું કામ એ ફાલતુ કોઈ હરામી લલ્લુપંજુને સોંપે છે. જો  એમને આ કામમાં શું કરવું એની જરા પણ ગતાગમ હોત તો એ અછૂતોનાં બાળકોને શિક્ષક તરીકે તૈયાર કરવામાં કોઈ આનાકાની ન કરત.એ રીતે એ શાળાઓમાં બ્રાહ્મણોના બાળકોની  આડેધડ ભરતી ન થાત.

ધો. તાત, તો પછી  સરકારે આ માટે શું કરવું જોઈએ?

જો. આનો એક જ ઉપાય છે.સરકારે મહેરબાની કરીને આ કામ યુરોપિયન કલેક્ટરને સોંપી દેવું જોઈએ. ત્યારે જ કેળવણી પ્રચારનું કામ સફળ થશે , નહીં તો નહીં. કેમકે શુદ્ર અતિશુદ્ર સાથે એમને નિકટનો સંબંધ હોઈ બ્રાહ્મણ કર્મચારીઓ પર કોઈ પણ પ્રકારનો  ભરોસો કરવો જોઈએ નહીં. એમણે  ગામેગામ જઈ એ સમજાવવું જોઈએ કે કુલકર્ણીની મદદ વગર ગામનાં બાળકો અને મોટેરાઓને વાંચવા લખવાનું શીખવાથી શું શું ફાયદો થાય છે. જો તેઓ આમ સમજાવશે તો ગામના લોકો પોતાનાં હોંશિયાર બાળકોને વાંચવા લખવાનું શીખવવા પોતાનાં બાળકોને ખુશી ખુશી કલેકટરને સોંપી દેશે. આ રીતે યુરોપિયન કલેકટરના કહેવાથી શિક્ષણના પ્રસારનું કામ જેટલું સફળ થશે એટલું આ રીતે અણસમજુ બ્રાહ્મણ કર્મચારીઓથી સફળ થયું નથી અને થશે પણ નહીં એમ હું ધારું છું. આ વિશે પેલી કહેવત છે ને કે 'જેનું કામ તે કરે, બીજા કરે તો ગોથા ખાય'.એટલે હવે તું જ વિચાર કર,શુદ્ર અને અતિશુદ્ર ભણેલા ગણેલા લોકોની આજે કેટલી જરૂર છે. કેમકે જ્યારે આ જાતિના લોકો ભણી ગણી તૈયાર થશે ત્યારે એમને પોતાની જાતિનું અભિમાન થશે અને તેઓ પોતપોતાની જાતિનાં બાળકોને વાંચતા લખતાં શીખવશે, એમને એ માટે પ્રેરણા આપશે. એ લોકો પોતપોતાની જાતિનાં બાળકોને ઢોર ચરાવવા લાકડી લઈ ઢોર પછવાડે જવાને બદલે શિક્ષણ માટે એટલો પ્રેમ પેદા કરશે કે જ્યારે એ બાળકો મોટાં થશે ત્યારે તેઓ પોતાના બાળકોમાંથી વારાફરતી એકને ખેતરમાં ઢોર સાંભળવા રાખશે અને બાકીનાં બધાં ગામના ચોગાનમાં ગિલ્લીદંડા નહીં રમે.એમને ગામમાં લઈ જઈ શિક્ષક પાસે બેસાડી વાંચતાં લખતાં શીખવવામાં કંઇ કસર નહીં રાખે. અમેરિકામાં અડધા કરતાં વધારે લોકોએ પોતાના ગોરા વર્ણના બંધુઓ વિરુદ્ધ સતત ત્રણ વરસ લડાઈ કરી પોતાના હાથમાં આવેલા ગુલામોને મુક્ત કરી દીધા હતા. ત્યારે આવા મૂર્ખ બ્રાહ્મણો શાળાઓમાં શુદ્ર અતિશૂદ્રને સાચું જ્ઞાન ભણાવી એમને પોતાની ગુલામીમાંથી મુક્ત થવાની પ્રેરણા કેવીરીતે આપી  શકશે? અરે,એક બ્રાહ્મણ પ્રોફેસરના પગારમાંથી 6 શુદ્ર કે 9 અછૂત પ્રોફેસર ઓછા પગારે મળવાની પૂરી શક્યતા છે, તોય આપણી સરકાર તો બ્રાહ્મણોની પૂંછડી થઈ ચાલે છે અને પોતાના અજ્ઞાની ભાઈઓની કમાણીના પૈસા આ રીતે પાણીની જેમ વાપરી રહી છે. એટલે જો આપણે સરકારને ગાઢ ઊંઘમાંથી જગાડીશું નહીં તો આ અનર્થનો દોષ આપણે માથે આવશે. આ રીતે પાટીલોની હવેલીઓમાં રસોડામાં કેટલા અછૂત બાળકો કામ કરે છે એ મને કહે.

ધો.તાત, જ્યાં શુદ્રોનાં બાળકોની સંભાળ લેનાર કોઈ નથી ત્યાં અતિશુદ્રની તો શું વાત કરવી.આમ કેમ છે? 

જો.તું જ કહે છે ને કે સરકાર ભેદભાવ નથી રાખતી, તો પછી આ જે થઈ રહ્યું છે એનું શું કારણ?
ધો.એનું કારણ તો અહીં બધે બ્રાહ્મણ કર્મચારીઓ છે એ જ લાગે છે.આપે એક દિવસ આ વાત પ્રત્યક્ષ બતાવી હતી. જે બ્રાહ્મણ પહેલાં આપને ત્યાં કામ કરતો હતો એ અછૂતોની શાળામાં આવી કોઈ પ્રકારની આભડછેટ રાખતો નહોતો અને શાળામાં બધા વિદ્યાર્થીઓને વાંચતાં લખતાં શીખવતો હતો. પરંતુ એ જ બ્રાહ્મણ જ્યારે રસોઈયો બન્યો ત્યારે એ એટલી આભડછેટ રાખતો કે ગરમીના દિવસોમાં બિચારા એક ગરીબ સોનીએ ટાંકીમાંથી પાણી લઈ તરસ છીપાવી હતી એમાં તો એને  ચાર રસ્તા સુધી  ખેંચી ગયો હતો. 

જો.અરે, આ મહામૂર્ખ બ્રાહ્મણોએ લખેલાં ગીત આજે નવા સમાજોમાં ગાવામાં આવે છે અને એમણે હજી સુધી એમના સ્વાર્થી ધર્મ મુજબ પથ્થરના ભગવાનને પૂજવાનું મૂકી દીધું નથી.એ જ બ્રાહ્મણ, પોતાના ઘરની ટાંકીને શુદ્રો અડકે નહીં એટલા માટે  ઢાંકીને કાશી જાય છે અને ત્યાં સ્થિર થવાની વાત કરે છે. પણ અમારી નિષ્પક્ષ મ્યુનિસિપાલિટીમાં બ્રાહ્મણ સભ્યોની સંખ્યા સૌથી વધારે છે. એટલે એમણે ટાંકીની આસપાસનો ઘેરો એવો જ રાખ્યો છે.પરંતુ એમણે કશું વિચાર્યા વગર જ દરજીની ટાંકીના ઘેરાને તોડી પડ્યો.ત્યાંના ઘણા બ્રાહ્મણો એ ટાંકીના ઉપરના ભાગમાં અને એની નજીક જ બીજી એક નાની ટાંકી બનાવી એનું પાણી ન્હાવા ધોવા, પોતાનાં પાપ ધોવા મન ફાવે તેમ વાપરે છે.બ્રાહ્મણનો જન્મ લઈ આવા પાખંડ  ન કરે તો એમના બ્રાહ્મણ હોવાની શી કિંમત?


પ્રકરણ :14

યુરોપીયન કર્મચારીઓનું નિષ્ક્રિય થવું, ખોતનું વર્ચસ્વ, 
મામલતદાર, કલેકટર,રેવન્યુ,જજ અને ઇજનેરી વિભાગના બ્રાહ્મણ કર્મચારીઓ વિશે.

ધો.તાત,એનો અર્થ એ કે બ્રાહ્મણો મામલતદાર વગેરે હોવાથી અજ્ઞાની શુદ્રોને નુક્સાન પહોંચાડે છે?

જો.આજ લગી જે બ્રાહ્મણ મામલતદાર થયા છે એમાંથી ઘણા મામલતદાર એમનાં ખરાબ કરતૂતને કારણે સરકારની નજરમાં ગુનેગાર પૂરવાર થયા છે અને સજાને પાત્ર થયા છે.એ મામલતદાર કામકાજ કરતી વખતે એટલો દુષ્ટ વ્યવહાર કરતા અને ગરીબ લોકો પર એટલો જુલમ ગુજારતા કે એનું વર્ણન કરીએ તો એ કહાણીઓની એક  જુદી ચોપડી લખવી પડે.અરે, આ પૂના શહેરમાં બ્રાહ્મણ મામલતદાર કુલકર્ણી પાસેથી યોગ્યતા લખાવી લાવીએ નહીં ત્યાં સુધી મોટા મોટા શાહુકારોની અરજી સ્વીકારતા નહોતા.પછી લોકો યોગ્યતાનું પ્રમાણપત્ર લેવા લોકો ચક્કર મારતા હશે  કે નહીં? એ જ રીતે મામલતદાર  કુલકર્ણીના અભિપ્રાય વગર શહેરની મ્યુનિસિપાલિટી વિસ્તારમાં કોઈ મકાનમાલિકને એના જૂના મકાનની જગાએ નવું મકાન બનાવવા પરવાનગી આપતા નથી, એ કુલકર્ણી પાસે શહેરનો નકશો તો હોય છે તો પણ નવી ખરીદી કરનારાનાં નામ ઉમેરી દર વરસે એની એક નકલ મામલતદારની ઓફિસમાં રાખવાનો કોઈ રિવાજ જ નથી તો એ જગા વિશે કુલકર્ણી નો અભિપ્રાય જરૂરી અને સાચો છે એ કેમ માનવું? આ બધી વાતોથી તો એવી શંકા થાય કે બ્રાહ્મણ મામલતદાર પોતાની જાતિનાં કલમકસાઈઓના રોટલા શેકે છે . ત્યારે ગામમા એમનો સખત જુલમ રહેતો હશે.જો આપણે આ વાત સાચી ન માનીએ તો ગામડાંનાં અજ્ઞાની, અભણ શુદ્રોનાં ટોળાં પોતાની બગલમાં કપડાં દબાવી બ્રાહ્મણ કર્મચારીઓનાં નામ પોકારતાં આમતેમ ફરતાં રહે છે એ શું ખોટું છે? આ લોકોમાંથી કેટલાક કહેશે "બ્રાહ્મણ કુલકર્ણીને કારણે જ બ્રાહ્મણ મામલતદારે મારી અરજી સમયસર સ્વીકારી નહીં.એટલે કેસના સામેવાળાએ મારા પક્ષના બધા સાક્ષી ફોડી નાખ્યા અને મારે જામીન આપવા પડ્યા." તો કોઈ કહે છે, "બ્રાહ્મણ મામલતદારે મારી અરજી લીધી અને ઘણો સમય દબાવી રાખી,સામેવાળાની અરજી કાલે જ આવી તે લીધી અને મારું ચાલુ કામ અટકાવી દીધું ને મને ભિખારી બનાવી દીધો." કોઈ કહે છે, "બ્રાહ્મણ મામલતદારે હું બોલ્યો એવુ લખ્યું જ નહીં અને પછી એ જુબાનીથી મારો ઝગડો એવો બરબાદ કરી દીધો કે હું પાગલ થઈ જઈશ." કોઈ કહે છે, " મારા સામેવાળાએ બ્રાહ્મણ મામલતદારની સલાહથી મારું બરાબર ચાલતું કામ બંધ કરાવ્યું અને મારા ખેતરમાં હળ જોતરતાં એના હાથમાં મારી અરજી આપી તો એ ચાર પાંચ ડગલાં પાછળ હટી ગયો. હું એની સામે બે હાથ જોડી દુઃખી મને થરથર ધરુજતો ઊભો રહ્યો. થોડી જ વારમાં એ દુષ્ટએ મને પગથી માથા સુધી જોઈ મારી અરજી ફટ દઈને ફેંકી દીધી એમ કહીને કે ' મેં કોર્ટનું અપમાન કર્યું છે.' એણે મને જ સજા કરી.પણ દંડની રકમ ભરવાની મારી તાકાત નહોતી એટલે મારે થોડા દિવસ જેલમાં રહેવું પડ્યું.એટલામાં મેં વાવવા તૈયાર કરેલા ખેતરમાં સામેવાળાએ વાવણી કરી દીધી, ખેતર બથાવી પાડ્યું. મેં કલેકટર સાહેબને બે ત્રણ અરજી આપી, દરેક વાતે જાણ કરી.પણ બધી અરજીઓ ત્યાંના બ્રાહ્મણ કારકૂને ખબર નહીં ક્યાંક દબાવીને મૂકી દીધી.એનું શું કરવું?" કોઈ કહે છે, "મારી અરજી બ્રાહ્મણ કારકૂને કલેકટરને વાંચી સંભળાવી,એણે અરજીના મુખ્ય મુદ્દા હટાવી દીધા. બ્રાહ્મણ કારકૂને મામલતદારે જે લખી મોકલ્યું હતું એ જૈસે થે એણે પણ લખી દીધું." કોઈ કહે છે, "મારી અરજી પર કલેકટરે જે મૌખિક ઓર્ડર કર્યો એનાથી ઉલટો જ લેખિત ઓર્ડર કર્યો, કલેકટર આગળ એમણે જે કહ્યું હતું એમ જ ઓર્ડરમાં લખેલું છે એમ વાંચી સંભળાવ્યું., એ કાગળ પર કલેકટરની સહી લઇ લીધી ,જે કાગળ મને મામલતદાર દ્વારા મળ્યો.એ જોઈ હું દીવાલે માથું પછાડવા લાગ્યો.મેં મનમાં મેં મનમાં કહ્યું,બ્રાહ્મણ કર્મચારી તમે તમારું ધાર્યું કર્યું." કોઈ કહે છે,"જ્યારે કલેકટર સાહેબ પાસે મારી કોઈ સુનાવણી ન થઈ એટલે મેં રેવન્યુ સાહેબને બે ત્રણ અરજી મોકલી.પણ મારી એ બધી અરજીઓ ત્યાંના બ્રાહ્મણ કારકૂનોએ કલેકટરને જ પાછી  અભિપ્રાય માટે મોકલી.કલેકટરના બ્રાહ્મણ કર્મચારીએ મારા કાગળ વિશે  ઘુમાવી ફિરાવી કલેકટરને  કહ્યું કે આ તો બહુ ફરિયાદ કર્યા કરે છે.એમણે અરજીની પાછળ કલેક્ટરનો અભિપ્રાય લખી રેવન્યુ સાહેબને ખોટી જાણકારી આપી." હવે તું જ કહે આવું કરનારાનું આપણે શું કરવું જોઈએ?
કોઈ કહે છે,"મારો કેસ શરૂ થતાં જ વકીલ વચ્ચેક બોલ્યો તો જજ કહે , "ચૂપ! વચ્ચે ન બોલો.' એમણે પોતેજ મારા કાગળ વાંચ્યા પણ કાગળનું એ બિચારા શુ કરે કેમકે કલેકટર કચેરીના બધા બ્રાહ્મણ કર્મચારીઓએ કુલકર્ણીઓની સૂચના મુજબ મારા કેસનું સ્વરૂપ જ બદલી નાખ્યું હતું." કોઈ કહે છે," આજ દિન સુધી બધાં બ્રાહ્મણ કર્મચારીઓના પૂજાઘર ઓરડામાં થતા મંત્રોચ્ચાર મુજબ એમનાં ઘર ભરતાં ભરતાં અમારાં ઘર ઉજ્જડ, બરબાદ થઈ ગયાં. અમારાં ખેતરની લીલામી થઈ,જમીન મિલકત ગઈ,અનાજ ગયું ,અનાજ ભરેલાં બારદાન ગયાં, ઘરની એકેએક ચીજ લૂંટાઈ,પત્ની બાલબચ્ચાંના દેહ પર સોનાનું ફૂલુ પણ ન બચ્યું.છેવટ અમે ભૂખેતરસે મરવા લાગ્યાં.નાનાભાઈએ માટીકામ શોધ્યું,અમે સડકના કામ પર દા'ડીએ લાગ્યા.કોઈ ફાલતુ મરાઠી છાપામાં અંગ્રેજ સરકાર કે એના ધરમની ટીકા આવે તો તેઓ આવતા જતા અભણ,અજ્ઞાની,શુદ્ર મજૂરોને એ સમજાવતા.સરકાર પણ આવા ફાલતુ લોકોને મહેનત કરનારા મજૂરોથી વધારે પગાર આપે છે. પગાર થયા પછી મજૂર જો બ્રાહ્મણ કર્મચારીના હાથમાં કંઈ મૂકે નહીં તો બ્રાહ્મણ કર્મચારી મોટા સાહેબને ઉલ્ટીસીધી વાત કરે અને એને કામે ન રાખે.એટલું જ નહીં કોઈ બ્રાહ્મણ કર્મચારી મજૂરને કહે છે "છૂટ્યા પછી પતરાળા માટે સારાં પાંદડા સાંજે ઘેર જતાં મારે ઘેર આપતો જજે." કોઈ બ્રાહ્મણ કર્મચારી કહે છે,"આજ રાતે ગામમાં  પૈસા વ્યાજે આપતી વિધવાને ત્યાં હું નાસ્તા પાણી માટે જવાનો છું. તું ખાઈને મારે ઘેર આવજે,ત્યાં જ સૂઈ રહેજે.બીજા દિવસે પાછો કામે આવવાનું ભૂલતો નહીં. કેમકે કાલે સાંજે એન્જીનીયર સાહેબ આપણું કામ જોવા આવવાના છે, રાવસાહેબે લેખિત જાણ કરી છે."  આમ બ્રાહ્મણો દ્વારા કેમકે કલેકટર કચેરીના બધા બ્રાહ્મણ કર્મચારીઓએ કુલકર્ણીઓની સૂચના મુજબ મારા કેસનું સ્વરૂપ જ બદલી નાખ્યું હતું." કોઈ કહે છે," આજ દિન સુધી બધાં બ્રાહ્મણ કર્મચારીઓના પૂજાઘર ઓરડામાં થતા મંત્રોચ્ચાર મુજબ એમનાં ઘર ભરતાં ભરતાં અમારાં ઘર ઉજ્જડ, બરબાદ થઈ ગયાં. અમારાં ખેતરની લીલામી થઈ,જમીન મિલકત ગઈ,અનાજ ગયું ,અનાજ ભરેલાં બારદાન ગયાં, ઘરની એકેએક ચીજ લૂંટાઈ,પત્ની બાલબચ્ચાં ના દેહ પર સોનાનું ફૂલુ પણ ન બચ્યું.છેવટ અમે ભૂખેતરસે મરવા લાગ્યાં.નનાભાઈએ માટીકામ શોધ્યું,અમે સડકના કામ પર દાડીએ લાગ્યા.કોઈ ફાલતુ મરાઠી છાપામાં અંગ્રેજ સરકાર કે એના ધરમની ટીકા આવે તો તેઓ આવતા જતા અભણ,અજ્ઞાની,શુદ્ર મજૂરોને એ સમજાવતા.સરકાર પણ આવા ફાલતુ લોકોને મહેનત કરનારા મજૂરોથી વધારે પગાર આપે છે. પગાર થયા પછી મજૂર જો બ્રાહ્મણ કર્મચારીના હાથમાં કંઈ મૂકે નહીં તો બ્રાહ્મણ કર્મચારી મોટા સાહેબને ઉલ્ટીસીધી વાત કરે અને એને કામે ન રાખે.એટલું જ નહીં કોઈ બ્રાહ્મણ કર્મચારી મજૂરને કહે છે "છૂટ્યા પછી પતરાળા માટે સારાં પાંદડા સાંજે ઘેર જતાં મારે ઘેર આપતો જજે." કોઈ બ્રાહ્મણ કર્મચારી કહે છે,"આજ રાતે ગામમાં  પૈસા વ્યાજે આપતી વિધવાને ત્યાં હું નાસ્તા પાણી માટે જવાનો છું. તું ખાઈને મારે ઘેર આવજે,ત્યાં જ સૂઈ રહેજે.બીજા દિવસે પાછો કામે આવવાનું ભૂલતો નહીં. કેમકે કાલે સાંજે એન્જીનીયર સાહેબ આપણું કામ જોવા આવવાના છે, રાવસાહેબે લેખિત જાણ કરી છે." આમ બ્રાહ્મણો દ્વારા જે ત્રાસ ભોગવવો પડે છે એ વિશે મારો ભાઈ ઘેર આવીને વાત કરે છે અને રોવે છે."
એ કહે છે," તાત,અમે શું કરીએ? આ બ્રાહ્મણો અઢારે વરણના ગુરુ છે, એ લોકો પોતાને બધાના ગુરુ ગણે છે.એટલે એ જેવું પણ વર્તન કરે, શુદ્રોએ એક અક્ષર બોલવો નહીં. શુદ્રોને કોઈ ટીકા ટીપ્પણી કરવાનો અધિકાર નથી.એવું એમનાં ધર્મશાસ્ત્રો કહે  છે. ધર્મશાસ્ત્રો તો જે  કહે તે પણ અમારી પાસે આ રોગનો કોઈ ઈલાજ નથી. જો હું અંગ્રેજી બોલતાં શીખી જાઉં તો  બ્રાહ્મણોનાં કારસ્તાન, મીઠું મીઠું બોલીને ફસાવવું વગેરે બધું અંગ્રેજ સાહેબ આગળ રજૂઆત કહી દઉં અને એ લોકોને મજા ચખાડું.
એ સિવાય એન્જીનીયરીંગ વિભાગના બધા કર્મચારીઓની લુચ્ચાઈ વિશે કોન્ટ્રાકટર એટલું બધું કહે છે કે એની પર તો એક અલગ ચોપડી જ લખી શકાય.એટલે એ વાત અહીં પૂરી કરું છું.
આનો અર્થ એ કે ઉપર લખેલી બધી દલીલો જો તમને સાચી લાગે તો એ વિશે ગંભીર વિચાર કરી એનું નિરાકરણ કરવું જોઈએ.એ તમામ કુરીતિઓને સામાજિક જીવનમાંથી જડમૂળમાંથી કાઢવી જોઈએ. સરકારનો એ જ ધર્મ છે. લઇ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયેલા યુરોપીયન કર્મચારીઓએ સરકારના દરબારમાં ગામેગામની હકીકત બતાવવાની જરૂર, ધર્મ અને જાતિના અહંકાર વગેરે વિશે.

ધોડીબા

 

તાત, જો આમ બધા સરકારી ખાતાંમાં બ્રાહ્મણ કર્મચારીઓના વર્ચસ્વને લીધે થઇ રહ્યું હોય તો યુરોપીયન કલેકટર બેઠા બેઠા શું કરે છે?એ બ્રાહ્મણોની લુચ્ચાઈ વિશે સરકારને રીપોર્ટ એમ આપતા નથી?

 

જોતીરાવ

અરે, આ બ્રાહ્મણ કર્મચારીઓના વલણને લીધે એમના ટેબલ પર એટલું બધું કામ પડ્યું રહે  છે કે એ લોકો એમાંનું થોડુક જ કામ કરી શકે છે.ફક્ત મરાઠી કાગળિયાં પર સહી કરવામાં જ એમના નાકે દમ આવી જાય છે. એટલે એ બાપડાને આ તમામ અનર્થોની તપાસ કરીને એ વિશે સરકારને રીપોર્ટ કરવાનો ટાઈમ જ ક્યાં છે?’આમ હોવા છતાં મેં સાંભળ્યું છે કે કોંકણના મોટા ભાગના દયાળુ યુરોપીયન કલેક્ટરોએ અજ્ઞાની શુદ્રો પર બ્રાહ્મણ જમીનદાર ખોત દ્વારા જે જુલમ ગુજારવામાં આવી રહ્યા છે એ દૂર કરવા, અજ્ઞાની શુદ્રોના પક્ષમાં ખોત વિરુદ્ધ  સરકારમાં એ વિશે કોશિશ કરી રહ્યા છે.પરંતુ એ વેળા બધા બ્રાહ્મણ જમીનદાર ખોત અમેરિકન ગુલામોના માલિકોની જેમ પોતાના સ્વાર્થી ધર્મની મદદથી અજ્ઞાની, અભણ શુદ્રોમાં સરકાર વિરુદ્ધ જુઠ્ઠાણાં  ફેલાવ્યા છે એટલે મોટા ભાગના અજ્ઞાની શુદ્રોએ યુરોપીયન કલેકટર વિરુદ્ધ સંઘર્ષ કરવાની તૈયારી કરી દીધી છે, એમણે સરકારને    કહ્યું છે કે  અમારી ઉપર બ્રાહ્મણ જમીનદાર ખોતનો અધિકાર છે એ જૈસે થે રહેવા દો.  અહીંના બ્રાહ્મણ જમીનદારોએ અજ્ઞાની અભણ શૂદ્રોને શેતાનની માફક પોતાની મુઠ્ઠીમાં જકડી રાખ્યા છે અને આપણી ભલીભોળી સરકાર વિરૂદ્ધ અભણ શૂૂદ્રોને   ઉશ્કેરે છે. ખોતના આવા કારસાને કારણે  પરોપકારી કલેકટર પર શું ગુજરી હશે એ જો.  


ધોડીબા

 

આ રીતે અજ્ઞાની શુદ્ર બ્રાહ્મણોના ચડાવ્યા ચડી જાય છે અને પોતાના પગ પર જ કુહાડો મારી રહ્યા  છે.આ સારી વાત નથી. આ રીતે આગળ કોઈવાર એમણે બ્રાહ્મણોના ચડાવ્યા સરકાર વિરુદ્ધ હાથ ઊંચા કરી દીધા તો એમનું ઘણું નુકસાન થશે. શુદ્રો માટે  બ્રાહ્મણોની ગુલામીમાંથી છૂટવાનો વધારે સારો મોકો મળવો   મુશ્કેલ છે. એટલે શૂદ્રોને હાથે કોઈ અનર્થ ન થઇ જાય એ માટે આપને સૂઝતું હોય તો એકવાર જઈને આપણી દયાળુ સરકારને સમજાવો.કેમકે અજ્ઞાની, અભણ શૂદ્રોને કહેવામાં કોઈ ફાયદો નથી.જો એ પછી પણ શુદ્ર સમાજના લોકો મૂરખના  મૂરખ જ રહેવા માગતા હોય તો એમાં આપ પણ શું કરી શકો?

જોતીરાવ

 એના ઉપાય માટે મારું એમ પણ કહેવું છે કે આપણી દયાળુ સરકારે સૌથી પહેલાં બ્રાહ્મણ સમાજની વસ્તીના પ્રમાણમાં બ્રાહ્મણ કર્મચારીઓની નિમણૂક કરવી  કરવી જોઈએ,એથી વધારે નહીં. મારું એ પણ કહેવું છે કે જો એ જ રીતે વસ્તીના પ્રમાણમાં બાકીની જાતિઓના કર્મચારીઓ ન મળતા હોય તો સરકારે એમની જગાએ  ફક્ત ને ફક્ત  યુરોપીયન કર્મચારીઓની જ નિમણૂક કરવી જોઈએ. મારા કહેવાનો મતલબ  એ છે કે પછી બધા બ્રાહ્મણ કર્મચારીઓને સરકાર અને અજ્ઞાની શુદ્રોનું નુકસાન કરવાની તક નહીં મળે.બીજી વાત એ કે સરકારે ફક્ત મરાઠી સારી રીતે બોલી સમજી શકતા યુરોપીયન કલેકટરને આજીવન પેન્શન આપી અજ્ઞાની, અભણ  તમામ ગામવાસી બ્રાહ્મણોના હાથમાં રમકડાં બની ગયેલ શુદ્રો સાથે હળીમળી  રહેવા પ્રેરિત કરવા જોઈએ. એમણે બ્રાહ્મણ તલાટી વગેરે કર્મચારીઓની ચાલાકી પર કડક નજર રાખવી  જોઈએ.જેમને  પેન્શન આપવામાં આવે છે એ અધિકારીઓ પાસે નિયમિત સમયે સમયે રિપોર્ટ કરે તો સરકારી શિક્ષણ ખાતાના બ્રાહ્મણ કર્મચારીઓની લાલચુ ચાલાકીનો ભાંડો ફૂટી જશે.વળી કેટલાક વખતથી શિક્ષણ વિભાગની જે ખરાબ દશા થઇ છે એમાં સુધારો થશે. આ રીતે તમામ અજ્ઞાની શોષિત શૂદ્રોને સાચી હકીકતનું ભાન થતાં તેઓ આ બ્રાહ્મણોના કુતર્કી અધિકારોનો વિરોધ કરશે અને એ અજ્ઞાની શુદ્રો પોતાની અંગ્રેજ સરકારના ઉપકારોને કદી  ભૂલશે નહીં, મને પૂરો વિશ્વાસ છે કે આપણા શુદ્રોના ગળામાં સદીઓથી આ બ્રાહ્મણોએ બાંધેલી ગુલામીની  જંજીરો  તોડવામાં બીજા કોઈને રસ નથી.


ધોડીબા

 

તાત, આપ બચપણમાં અખાડે જતા અને દંડપટ્ટા અને નિશાન  તાકી ગોળી ચલાવવાનું શું કામ શીખતા  હતા ?

જોતીરાવ

આપણી દયાળુ અંગ્રેજ સરકારને મારી ભગાડવા.

ધોડીબા

તાત, પણ આપને  આવી દુષ્ટ સલાહ કોણે આપી?

જોતીરાવ

બે ચાર ભણેલા ગણેલા સુધારક બ્રાહ્મણ વિદ્વાનોથી માંડીને આજના સુધારાવાદી (પરંતુ ઘરના ચૂલા પાસે બીજું કોઈ ન આવી જાય એવું ઇચ્છતા) બ્રાહ્મણો સુધી બધા એ જ કારણ બતાવે છે કે “મોટા ભાગની જાતિઓના લોકો અનાદિ સનાતન ધર્મ વિશે અજ્ઞાન છે એટલે આપણી એકતા રહી નથી. આપણામાં જાતિ ઘૂસી ગઈ છે એટલે આપણે વેરવિખેર થઈ ગયા છીએ એટલે આપણું શાસન અંગ્રેજોના હાથમાં ચાલ્યું ગયું છે.” અને એ લોકો હવે આપણા અજ્ઞાની  ભલા ભોળા લોકોને જે દેશાભિમાન છે એ દૂર કરવા પોતાના કપટી ધર્મનો આધાર આપી ખ્રિસ્તી ધર્મબંધુ બનાવી રહ્યા છે.  આપણા બધા જાતિના લોકોમાં એકતા કાયમ રહેવી જોઈએ. નહિતર અંગ્રેેેજ લોકોને આપણા દેશમાંથી તગેડી મૂકવાની શક્તિ આપણા લોકોમાં આવશે નહીં,  અને તો આપણે અમેરિકા, ફ્રાન્સ અને રશિયાના લોકો સાથે બરાબરી કરી શકીએ એ કદી   શક્ય બનશે નહીં . એમણે ટોમસ પેઈન વગેરે લેખકોનાં પુસ્તકોનાં  આ ટાંચણ આપી  આ  પૂરવાર કર્યું છે. એટલે હું બચપણમાં આવું  મૂર્ખામી ભરેલું વર્તન કરતો હતો. પરંતુ જ્યારે મેં ઝીણવટથી વિચાર કરતાં એ સુધરેલા બ્રાહ્મણોની  સ્વાર્થી મસલતનો સાચો અર્થ સમજાયો.આપણે સૌ શુદ્ર જો અંગ્રેજ લોકોના ગુરૂભાઈ થઈ જઈએ તો  બ્રાહ્મણોના નકલી ગ્રંથોનો ધિક્કાર કરીશું અને એમનું જાતિઅભિમાન  ભાંગીને ધૂળ ભેગું કરી દઈશું. આપણી શુદ્રોની મહેનતની રોટલી એમને ખાવા નહીં મળે.બ્રહ્માનો બાપ પણ દાવો નહીં કરી શકે કે શુદ્રોથી બ્રાહ્મણ ઊંચા. અરે, એ લોકોના પૂર્વજોને તો દેશભિમાન શબ્દનો અર્થ જ ખબર નહોતી, એટલે તેઓ આ શબ્દનો આવો અર્થ કરે એમાં શી નવાઈ? અંગ્રેજ લોકો  બલિરાજા થયા એ પહેલાં ગ્રીક શાળામાંથી દેશભિમાન શીખ્યા હતા, બલિરાજાના અનુયાયી થયા પછી એમનો આ સદગુણ પૂરેપૂરો વિકસ્યો. એની નારબ્રિ બીજા કોઈપણ ધર્મના અનુયાયી કરી શકે એમ નથી.એમને અમેરિકાના બલિરાજાના અનુયાયી જ્યોર્જ વોશિંગ્ટનની જોડ ક્યાં મળે? જો તમે આવા મહાન નેતાની સાથે અંગ્રેજ લોકો સાથે સરખામણી ન કરવા માંગતા હો તો બલિરાજાના ફ્રેન્ચ અનુયાયી લાફાયતની જોડ ક્યાંથી મળશે એ કોઈ કૂતર્કી બ્રાહ્મણ કહેશે નહીં. જો સુધરેલા બ્રાહ્મણ વિદ્વાનોના પૂર્વજોનું દેશભિમાન સાચું હોત તો તેઓ પોતાનાં પુસ્તકોમાં પોતાના જ દેશબંધુ શુદ્રોના હાથે પાણી પીવાનું અપવિત્ર ન માનત. આ બ્રાહ્મણો પોતાને પવિત્ર મને છે અને મનુષ્યનું મળ ખાતી ગાયનું મૂત્ર પીવે છે પણ શૂદ્રના હાથે ફુવારાનું નિર્મળ પાણી પીતાં અભડાઈ જાય છે!  આ સુધરેલા બ્રાહ્મણોના પૂર્વજોના અપવિત્ર. દેશભિમાન સામે ગ્રીક લોકના દેશભિમાન આપણે કોના પ્રતાપે સમજ્યા?  શુદ્રોને બ્રાહ્મણોની ગુલામીમાંથી છોડાવ્યા એ અંગ્રેજોને આ દેશમાંથી તગેડી મૂકવાની  બ્રાહ્મણ વિદ્વાનોની સલાહ કોણ માનશે? પોતાના મુક્તિદાતા પર હાથ ઉઠાવનાર કૃતઘ્ન મૂર્ખ જ હોય.

  આ સુધરેલા બ્રાહ્મણોના પૂર્વજોનું અપવિત્ર  દેશાભિમાન ગ્રીક લોકોના દેશભિમાન સામે મૂકી જુઓ.



પરંતુ હું તને કહું છું કે અંગ્રેજ લોકો આજે છે, કાલે નહીં હોય. આપણે સર્વ શુદ્રોએ જલ્દીથી બ્રાહ્મણોની પેઢીઓ ની પેઢીઓથી ચાલતી આવેલી ગુલામીમાંથી છૂટવું એમાં  મોટું શાણપણ છે. ભગવાને એકવાર શુદ્રો પર દયા કરીને અંગ્રેજ બહાદુરોને હાથે બ્રાહ્મણોનુંં બંડ દબાવી  દેવડાવ્યું છે એ સારું થયું.નહિતર , શાહ દાવલ આગળ  લિંગ પર રુદ્ર અભિષેક કરતા સુધરેેેલા બ્રાહ્મણોએ કેટલાય મહારોને ધોતી પહેરવા કે કીર્તનમાં સંસ્કૃત શ્લોકનો ઉચ્ચાર કરવા  બદલ કાળા પાણીની સજા કરી હોત.


પ્રકરણ :13

મામલતદાર, કલેકટર,રેવન્યુ,જજ અને ઇજનેરી વિભાગના બ્રાહ્મણ કર્મચારીઓ વિશે.

ધો.તાત,એનો અર્થ એ કે બ્રાહ્મણો મામલતદાર વગેરે હોવાથી અજ્ઞાની શુદ્રોને નુક્સાન પહોંચાડે છે?

જો.આજ લગી જે બ્રાહ્મણ મામલતદાર થયા છે એમાંથી ઘણા મામલતદાર એમનાં ખરાબ કરતૂતને કારણે સરકારની નજરમાં ગુનેગાર પૂરવાર થયા છે અને સજાને પાત્ર થયા છે.એ મામલતદાર કામકાજ કરતી વખતે એટલો દુષ્ટ વ્યવહાર કરતા અને ગરીબ લોકો પર એટલો જુલમ ગુજારતા કે એનું વર્ણન કરીએ તો એ કહાણીઓની એક  જુદી ચોપડી લખવી પડે.અરે, આ પૂના શહેરમાં બ્રાહ્મણ મામલતદાર કુલકર્ણી પાસેથી યોગ્યતા લખાવી લાવીએ નહીં ત્યાં સુધી મોટા મોટા શાહુકારોની અરજી સ્વીકારતા નહોતા.પછી લોકો યોગ્યતાનું પ્રમાણપત્ર લેવા લોકો કુલકર્ણી પાસે ચક્કર મારતા હશે  કે નહીં? એ જ રીતે મામલતદાર  કુલકર્ણીના અભિપ્રાય વગર શહેરની મ્યુનિસિપાલિટી વિસ્તારમાં કોઈ મકાનમાલિકને એના જૂના મકાનની જગાએ નવું મકાન બનાવવા પરવાનગી આપતા નથી, એ કુલકર્ણી પાસે શહેરનો નકશો તો હોય છે તો પણ નવી ખરીદી કરનારાનાં નામ ઉમેરી દર વરસે એની એક નકલ મામલતદારની ઓફિસમાં રાખવાનો કોઈ રિવાજ જ નથી તો એ જગા વિશે કુલકર્ણીનો અભિપ્રાય જરૂરી અને સાચો છે એ કેમ માનવું? આ બધી વાતોથી તો એવી શંકા થાય કે બ્રાહ્મણ મામલતદાર પોતાની જાતિનાં કલમકસાઈઓના રોટલા શેકે છે. ત્યારે ગામમાં એમનો સખત જુલમ રહેતો હશે.જો આપણે આ વાત સાચી ન માનીએ તો ગામડાંનાં અજ્ઞાની, અભણ શુદ્રોનાં ટોળાં પોતાની બગલમાં કપડાં દબાવી બ્રાહ્મણ કર્મચારીઓનાં નામ પોકારતાં આમતેમ ફરતાં ફરે છે એ શું ખોટું છે? આ લોકોમાંથી કેટલાક કહેશે "બ્રાહ્મણ કુલકર્ણીને કારણે જ બ્રાહ્મણ મામલતદારે મારી અરજી સમયસર સ્વીકારી નહીં.એટલે કેસના સામેવાળાએ મારા પક્ષના બધા સાક્ષી ફોડી નાખ્યા અને મારે જામીન આપવા પડ્યા." તો કોઈ કહે છે, "બ્રાહ્મણ મામલતદારે મારી અરજી લીધી અને ઘણો સમય દબાવી રાખી,સામેવાળાની અરજી કાલે જ આવી તે લીધી અને મારું ચાલુ કામ અટકાવી દીધું ને મને ભિખારી બનાવી દીધો." કોઈ કહે છે, "બ્રાહ્મણ મામલતદારે હું બોલ્યો એવુ લખ્યું જ નહીં અને પછી એ જુબાનીથી મારો દાવો એવો બરબાદ કરી દીધો કે હું પાગલ થઈ જઈશ." કોઈ કહે છે, " મારા સામેવાળાએ બ્રાહ્મણ મામલતદારની સલાહથી મારું બરાબર ચાલતું કામ બંધ કરાવ્યું અને મારા ખેતરમાં હળ જોતરતાં એના હાથમાં મારી અરજી આપી તો એ ચાર પાંચ ડગલાં પાછળ હટી ગયો. હું એની સામે બે હાથ જોડી દુઃખી મને થરથર ધરુજતો ઊભો રહ્યો. થોડી જ વારમાં એ દુષ્ટે મને પગથી માથા સુધી જોઈ મારી અરજી ફટ દઈને ફેંકી દીધી એમ કહીને કે ' તેં કોર્ટનું અપમાન કર્યું છે.' એણે મને જ સજા કરી.પણ દંડની રકમ ભરવાની મારી તાકાત નહોતી એટલે મારે થોડા દિવસ જેલમાં રહેવું પડ્યું.એટલામાં મેં વાવવા તૈયાર કરેલા ખેતરમાં સામેવાળાએ વાવણી કરી દીધી, ખેતર બથાવી પાડ્યું. મેં કલેકટર સાહેબને બે ત્રણ અરજી આપી, દરેક વાતે જાણ કરી.પણ બધી અરજીઓ ત્યાંના બ્રાહ્મણ કારકૂને ખબર નહીં ક્યાંક દબાવીને મૂકી દીધી.એનું શું કરવું?" કોઈ કહે છે, "મારી અરજી બ્રાહ્મણ કારકૂને કલેકટરને વાંચી સંભળાવી,એણે અરજીના મુખ્ય મુદ્દા હટાવી દીધા. બ્રાહ્મણ કારકૂને મામલતદારે જે લખી મોકલ્યું હતું એ જૈસે થે એણે પણ લખી દીધું." કોઈ કહે છે, "મારી અરજી પર કલેકટરે જે મૌખિક ઓર્ડર કર્યો એનાથી ઉલટો જ લેખિત ઓર્ડર કર્યો, કલેકટર આગળ એમણે જે કહ્યું હતું એમ જ ઓર્ડરમાં લખેલું છે એમ વાંચી સંભળાવ્યું., એ કાગળ પર કલેકટરની સહી લઇ લીધી ,જે કાગળ મને મામલતદાર દ્વારા મળ્યો.એ જોઈ હું દીવાલે માથું પછાડવા લાગ્યો.મેં મનમાં મેં મનમાં કહ્યું,બ્રાહ્મણ કર્મચારી તમે તમારું ધાર્યું કર્યું." કોઈ કહે છે,"જ્યારે કલેકટર સાહેબ પાસે મારી કોઈ સુનાવણી ન થઈ એટલે મેં રેવન્યુ સાહેબને બે ત્રણ અરજી મોકલી.પણ મારી એ બધી અરજીઓ ત્યાંના બ્રાહ્મણ કારકૂનોએ કલેકટરને જ પાછી  અભિપ્રાય માટે મોકલી.કલેકટરના બ્રાહ્મણ કર્મચારીએ મારા કાગળ વિશે  ઘુમાવી ફિરાવી કલેકટરને  કહ્યું કે આ તો બહુ ફરિયાદ કર્યા કરે છે.એમણે અરજીની પાછળ કલેક્ટરનો અભિપ્રાય લખી રેવન્યુ સાહેબને ખોટી જાણકારી આપી." હવે તું જ કહે આવું કરનારાનું આપણે શું કરવું જોઈએ?
કોઈ કહે છે,"મારો કેસ શરૂ થતાં જ વકીલ વચ્ચે બોલ્યો તો જજ કહે , "ચૂપ! વચ્ચે ન બોલો.' એમણે પોતેજ મારા કાગળ વાંચ્યા પણ કાગળનું એ બિચારા શું કરે કેમકે કલેકટર કચેરીના બધા બ્રાહ્મણ કર્મચારીઓએ કુલકર્ણીઓની સૂચના મુજબ મારા કેસનું સ્વરૂપ જ બદલી નાખ્યું હતું." કોઈ કહે છે," આજ દિન સુધી બધા બ્રાહ્મણ કર્મચારીઓના પૂજાઘર ઓરડામાં થતા મંત્રોચ્ચાર મુજબ એમનાં ઘર ભરતાં ભરતાં અમારાં ઘર ઉજ્જડ, બરબાદ થઈ ગયાં. અમારાં ખેતરની લીલામી થઈ,જમીન મિલકત ગઈ,અનાજ ગયું ,અનાજ ભરેલાં બારદાન ગયાં, ઘરની એકેએક ચીજ લૂંટાઈ,પત્ની બાલબચ્ચાંના દેહ પર સોનાનું ફૂલુ પણ ન બચ્યું.છેવટ અમે ભૂખેતરસે મરવા લાગ્યાં.નાનાભાઈએ માટીકામ શોધ્યું,અમે સડકના કામ પર દા'ડીએ લાગ્યા.કોઈ ફાલતુ મરાઠી છાપામાં અંગ્રેજ સરકાર કે એના ધરમની ટીકા આવે તો તેઓ આવતા જતા અભણ,અજ્ઞાની,શુદ્ર મજૂરોને એ સમજાવતા.સરકાર પણ આવા ફાલતુ લોકોને મહેનત કરનારા મજૂરોથી વધારે પગાર આપે છે. પગાર થયા પછી મજૂર જો બ્રાહ્મણ કર્મચારીના હાથમાં કંઈ મૂકે નહીં તો બ્રાહ્મણ કર્મચારી મોટા સાહેબને ઉલ્ટીસીધી વાત કરે અને એને કામે ન રાખે.એટલું જ નહીં કોઈ બ્રાહ્મણ કર્મચારી મજૂરને કહે છે "છૂટ્યા પછી પતરાળા માટે સારાં પાંદડા સાંજે ઘેર જતાં મારે ઘેર આપતો જજે." કોઈ બ્રાહ્મણ કર્મચારી કહે છે,"આજ રાતે ગામમાં  પૈસા વ્યાજે આપતી વિધવાને ત્યાં હું નાસ્તા પાણી માટે જવાનો છું. તું ખાઈને મારે ઘેર આવજે,ત્યાં જ સૂઈ રહેજે.બીજા દિવસે પાછો કામે આવવાનું ભૂલતો નહીં. કેમકે કાલે સાંજે એન્જીનીયર સાહેબ આપણું કામ જોવા આવવાના છે, રાવસાહેબે લેખિત જાણ કરી છે."    આમ  બ્રાહ્મણો દ્વારા જે ત્રાસ ભોગવવો પડે છે એ વિશે મારો ભાઈ ઘેર આવીને વાત કરે છે અને રોવે છે."
એ કહે છે," તાત,અમે શું કરીએ? આ બ્રાહ્મણો અઢારે વરણના ગુરુ છે, એ લોકો પોતાને બધાના ગુરુ ગણે છે.એટલે એ જેવું પણ વર્તન કરે, શુદ્રોએ એક અક્ષર બોલવો નહીં. શુદ્રોને કોઈ ટીકા ટીપ્પણી કરવાનો અધિકાર નથી એવું એમનાં ધર્મશાસ્ત્રો કહે  છે. ધર્મશાસ્ત્રો તો જે  કહે તે પણ અમારી પાસે આ રોગનો કોઈ ઈલાજ નથી. જો હું અંગ્રેજી બોલતાં શીખી જાઉં તો  બ્રાહ્મણોનાં કારસ્તાન, મીઠું મીઠું બોલીને ફસાવવું વગેરે બધું અંગ્રેજ સાહેબ આગળ રજૂ કરી દઉં અને એ લોકોને મજા ચખાડું.
એ સિવાય એન્જીનીયરીંગ વિભાગના બધા કર્મચારીઓની લુચ્ચાઈ વિશે કોન્ટ્રાકટર એટલું બધું કહે છે કે એની પર તો એક અલગ ચોપડી જ લખી શકાય.એટલે એ વાત અહીં પૂરી કરું છું.
આનો અર્થ એ કે ઉપર લખેલી બધી દલીલો જો તમને સાચી લાગે તો એ વિશે ગંભીર વિચાર કરી એનું નિરાકરણ કરવું જોઈએ.એ તમામ કુરીતિઓને સામાજિક જીવનમાંથી જડમૂળમાંથી કાઢવી જોઈએ. સરકારનો એ જ ધર્મ છે.

.

Monday, September 9, 2024

પ્રકરણ: 11

પુરાણ સાંભળવાં, ઝઘડાનું પરિણામ,શૂદ્ર, સંસ્થાનિક, કુલકર્ણી, સરસ્વતીની પ્રાર્થના, જાપ, અનુષ્ઠાન, દેવસ્થાન, દક્ષિણા, મોટી અટકની સભાઓ વગેરે વિશે.

 

ધો. તાત, આ વાત સાવ સાચી છે કે આ અઢારમી મદારી બ્રાહ્મણોના ઝઘડાખોર પૂર્વજોએ આ દેશમાં આવીને આપણા આદિપૂર્વજો મૂળનિવાસીઓને હરાવ્યા. પછી  એમને ગુલામ બનાવ્યા.અને પછી પ્રજાપતિ બની ગયા. અને બધે દહેશત ફેલાવી. એમાં એમણે બહુ ધાડ મારી હોય એમ હું નથી માનતો. જો આપણા પૂર્વજોએ બ્રાહ્મણોના પૂર્વજોને હરાવ્યા હોત તો આપણા પૂર્વજો બ્રાહ્મણોના પૂર્વજોને પોતાના ગુલામ બનાવવામાં ખરેખર આનાકાની કરત? હું નથી માનતો. તાત, છોડો એ વાત.પછી જ્યારે બ્રાહ્મણોએ પોતાના એ પૂર્વજોના ઉપદ્રવને લાગ જોઈ ઈશ્વરીય ધર્મનું રૂપ આપી દીધું.  એ નકલી ધર્મની ઓથે ઘણા બ્રાહ્મણોએ તમામ અજ્ઞાની શૂદ્રોના દિલદિમાગમાં આપણી દયાળુ અંગ્રેજ સરકાર પ્રત્યે પૂરેપૂરી નફરત પેદા કરવાની કોશિશ કરી. મતલબ એ શી વાતો હતી?

 

જો.ઘણા બ્રાહ્મણોએ સાર્વજનિક સ્થળે  બનાવી દીધેલાં હનુમાનમંદિરોએ  રાતોની રાતો  જાગી પોતાની ધાર્મિકતાનું પ્રદર્શન કર્યું. દેખાડા પૂરતું એમણે ભાગવત જેવા ગ્રંથોની વાતો અભણ શૂદ્રોને બતાવી અને એમના દિલોદિમાગમાં અંગ્રેજો પ્રત્યે નફરત ઘૃણા પેદા કરી.આ બ્રાહ્મણ પંડિતોએ એ અભણ  શૂદ્રોને મંદિરો થકી એ પઢાવ્યું કે બલિને માનનારાનો પડછાયો પણ લેવો ન જોઈએ. એમનો આવો નફરત ભરેલો  ઉપદેશ કંઈ અકારણ  હતો? ના, એનું ચોક્કસ કારણ હતું.બલ્કે એ બ્રાહ્મણોએ તકનો પૂરો લાભ ઉઠાવી એ ગ્રંથની બેઢંગ વાતો પઢાવી બધા અભણ શુદ્રોના મનમાં અંગ્રેજ રાજ પ્રત્યે નફરતનાં બીજ વાવ્યાં. આ રીતે એમણે દેશમાં મોટા  મોટા વિદ્રોહ પેદા કર્યા કે નહીં?

ધો. હા, તાત.આપનું કહેવું  સાચું છે.કેમકે આજ લગી જે ધમાલ થઈ છે એમાં અંદરથી કહો કે બહારથી,બ્રાહ્મણો  આગેવાન  રહ્યા ન હોય એવું બને જ નહીં. આ દ્રોહની પૂરી નેતાગીરી એ લોકો જ કરી રહ્યા હતા.જુઓ, ઉમાજી રામોશીએ કરેલ  બંડમાં કાળા પાણીની સજા ભોગવતા ધોન્ડોપંત બ્રાહ્મણનું નામ આવે છે. એ રીતે પણ પરમ દિવસના રોટી વિદ્રોહમાં પરદેશી બ્રાહ્મણ પાંડે , કોંકણના નાના પેશવા,તાત્યા ટોપે વગેરે ઘણા દેશસ્થ બ્રાહ્મણોનાં જ નામ સામે આવે છે.

જો. પરંતુ એ સમયે શૂદ્ર સંસ્થાનિક શિંદે, હોલકર વગેરે લોકો નાના ફડનીસની સાથે કેટલેક અંશે સેવકની હેસિયત હતી. પણ એમણે આ બંડખોરોની  સહેજ પણ પરવા ન કરી અને એ મુસીબતમાં આપણી સરકારને કેટલી મદદ કરી એ પણ જુઓ. આ વાતોથી આપણી સરકારને બ્રાહ્મણોના એ બળવાને દબાવવા ભારે કરજનો બોજ વેઠવાનો વારો આવ્યો અને એ કરજ ચૂકવવા પર્વતી જેવા નકામા સંસ્થાનની આવકને હાથ લગાવવાને બદલે આપણી સરકારે કરવેરાનો બોજ કોની પર લાદયો?ગુનેગાર કોણ છે અને ગુનેગાર કોણ નથી એ જોયા કર્યા વિના જ સરકારે બધી પ્રજા પર કરવેરા લગાવી દીધા. પરંતુ આ બિચારા અભણ શૂદ્રો પાસેથી કર વસૂલ કરવા આપણી મૂર્ખ સરકારે કોને લગાવી દીધા એ વાત પણ આપણે વિચારવી જોઈએ. બ્રાહ્મણો અંદર અંદર શૂદ્ર સંસ્થાનિકોને ગાળો દેતા હતા કેમકે એમણે એમની જાતિના નાના ફડનીસને સમય પર મદદ નહોતી કરી અને અંગ્રેજો  સામેના યુદ્ધમાં એની હાર થઈ. પાછું અંગ્રેજ સરકારે એમને જ કર વસૂલીનું કામ સોંપ્યું છે જે શૂદ્ર સંસ્થનિકોને પેટ ભરીને ગાળો દેતા હતા, દિવસમાં ત્રણ વાર સ્નાન કરીને મરજાદનો ઢંઢેરો પીટનારા,ધનલાલચુ, બ્રહ્મનિષ્ઠ, બ્રાહ્મણ કુલકર્ણી હતા. અરે આ કામચોર ગ્રામરાક્ષસોને , બ્રાહ્મણ કર્મચારીઓને જે દિવસે સરકારી કામકાજની જવાબદારી સોંપવામાં આવી એ દિવસથી એમણે શૂદ્રોની કોઈ પરવા ન કરી. એક સમયે મુસ્લિમ રાજાઓએ પોતાની જાતિના મૌલાનાઓને  ગામના બધાં પશુપંખીઓનાં ગળા કાપી હલાલ કરી દેવાનો હુકમ કર્યો હતો. પણ એમની સરખામણીમાં જોઈએ તો આ બ્રાહ્મણ પંડિતોએ કલમના ગોદે શૂદ્રોની ગરદન કાપવામાં પેલા મૌલાનાઓ કરતાંય આગળ નીકળી ગયા છે એમાં બે મત નથી. એટલે તમામ લોકોએ સરકારની પરવા કર્યા વિના આ ગ્રામરાક્ષસોને 'કલમકસાઈ' ની જે પદવી આપી છે એ પ્રચલિત છે.  આપણી મૂર્ખ સરકાર એમને બીજા કર્મચારીઓની જેમ બદલી કરવાને બદલે એમનો અભિપ્રાય લઈ અજ્ઞાન લોકો પર કરવેરા નક્કી કરવાની કારણદર્શક નોટિસ - શો કોઝ નોટીસ - તૈયાર કરે  છે. પછી એ કુલકર્ણી દ્વારા તમામ શૂદ્ર ખેડૂતોના ઘેર ઘેર પહોંચાડે છે. જો કુલકર્ણી કહે તો  એમાંથી ઘણી નોટીસ રદ કરી દે છે અને અભણ લોકો પરના કરવેરા જેમના તેમ રાખે છે. હવે એનું શું કહેવું?

 

ધો.એનાથી કુલકર્ણીઓને અંગત ફાયદો થતો હશે કે કેમ એ તો એ જ જાણે.પણ એમને જો કોઈ ફાયદો થતો ન હોય તો પણ  આવો કાગળ મોકલી કમ સે કમ ચાર આઠ દિવસ ઓફિસના ધક્કા ખવડાવતા હશે એમાં કોઈ શંકા નથી.એ એમની પર પોતાનો રૂઆબ બતાવી કામની ઉપેક્ષા કરતા હશે. એ પછી એમનાં બાકી બધાં કામ બગભગતની જેમ આત્મીયતાથી કર્યા હશે. એટલે બધા અભણ નાના મોટા લોકોએ  શંકરાચાર્યની જેમ  લક્ષ્મીની સ્તુતિ કરી.'હે અમારી સરકારી સરસ્વતી માતા, તું તારા કાનૂનથી રોકે છે લાંચ ખાનારા અને એ રીતે લાચાર થઈ લાંચ દેનારને શિક્ષા કરે છે !તું ધન્ય છે!'એટલે લક્ષ્મીજી  ખુશ થયાં અને કહે છે કે એમણે ઘણા દિવસ  કુલકર્ણીઓની છત પર  પૈસાનો વરસાદ વરસાવ્યો.કેટલાકે આના વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો. જો આ વાત સાચી હોય તો એની પૂરી તપાસ થવી જોઈએ અને આવા કુલકર્ણીઓને પાલખી ન મળે તો કાંઈ નહીં, ગધેડાઓ પર બેસાડી ગામના રસ્તાઓ પર ફેરવવાની સજા થવી જોઈએ.

ધો. તાત, સાંભળો. બ્રાહ્મણોએ જે વાંકી ચાલ શરૂ કરી છે એને કેટલાક બુદ્ધિમાન સજ્જનોએ બરાબર ઓળખી લીધી છે અને એ બલિરાજાના સેનાપતિને, અંગ્રેજ સરકારને,  આ ચાલબાજી જણાવી છે. તો પણ સરકાર એ પહેરેદાર ચોકીદારની આંખોમાં ધૂળ નાખીને આવા કલમકસાઈઓને રાજી કરી રહી છે.
આજના બ્રાહ્મણોમાં કેટલાક એવા છે જે શૂદ્રો પર લાદવામાં આવેલા કરને પ્રતાપે મોટા મોટા વિદ્વાન થયેલા છે. પરંતુ એ  ઉપકાર માટે શૂદ્રો પ્રત્યે કોઈ  કૃતજ્ઞતા પ્રગટ કરતા નથી. બલ્કે એમણે કેટલાય દિવસ મન ચાહે એ રીતે મોજમસ્તી કરી છે અને અંતે પોતાની મરજાદનો દેખાડો કરી એ સાબિત કરવાની કોશિશ કરી છે કે એમની વેદમંત્ર વગેરે જાદુવિદ્યા સાચી છે.આવી જૂઠ્ઠી વાતો એમણે શુદ્રોના દિલદિમાગમાં ઠસાવી દીધી છે.શૂદ્રો એમની પૂંછડી બની રહે એ માટે એ જાતજાતના પાસા ફેંકતા હશે. એમને શૂદ્રોની પોતાની પૂંછડી બનાવવા એમના જ મોઢે કહેવડાવ્યું હશે કે શાદાવલના લિંગ પિંડની આગળ બેસી  કે પાછળ બેસી ભાડેથી બોલાવેલા બ્રાહ્મણ પુરોહિતો પાસે અનુષ્ઠાન કરાવવાથી આ વરસે સારો વરસાદ થયો છે અને ચેપી રોગચાળો પણ ઓછો થયો છે. આ જાપ અનુષ્ઠાન માટે રૂપિયા પૈસા પણ ભેગા કર્યા. આમ એમણે જાપ અનુષ્ઠાનના છેલ્લા દિવસે બૈલ બંડી પર ભાતનો બલિરાજા બનાવી બધા અજ્ઞાની લોકોને મસમોટી જૂઠી ખબરો આપી મોટી યાત્રાઓનું આયોજન કરાવ્યું. પછી એમણે સૌથી પહેલાં તો પોતાની જાતિના  બ્રાહ્મણ પૂરોહિતોને ભરપેટ ભોજન કરાવ્યું અને પછી જે વઘ્યુંઘટ્યું તે અજ્ઞાની શૂદ્રોની પંગત બેસાડી  કોઈને મૂઠી ભાત, કોઈને દાળનું પાણી, ને કેટલાકને ખાલી રોટી પીરસી.બ્રાહ્મણોને ભોજનથી તૃપ્ત કર્યા પછી એમાંથી ઘણા બ્રાહ્મણ પુરોહિતોને એ અજ્ઞાની શૂદ્રોના દિલદિમાગ પર વેદમંત્ર જાદુનો પ્રભાવ ઠસાવવા ઉપદેશ દેવાનું ચાલુ કર્યું હોય તો એમાં અમને કોઈ શંકા નથી.પરંતુ એ લોકો એવા પ્રસંગે અંગ્રેજ લોકોને પ્રસાદ લેવા કેમ આમંત્રણ આપતા નથી?

જો.અરે, એવા પાખંડી લોકો આ રીતે ચોખાના ચાર દાણા ફેંકે અને થૂ થૂ કરીને એકઠા કરેલા બ્રાહ્મણ પુરોહિતોએ જો દરેક પ્રકારનું રુદ્ર નૃત્ય કરીને  ભોં ભોં કર્યું હોય ત્યારે એમને અંગ્રેજ બહાદુરોને પ્રસાદ આપવાની હિંમત કેવી રીતે થાય?

 

ધો.તાત, બસ, રહેવા દો. 'તેજીને ટકોરો ને ગધેડાને ડફણાં.' આનાથી વધારે કશું કહેવાની જરૂર નથી.એક કહેવત છે ને કે 'દૂધનો દાઝયો છાશ ફૂંકી ફૂંકીને પીવે.' એમ જ આ વાત સમજી લો.

 

જો. ઠીક.સમજ પોતપોતાની, ખ્યાલ અપના  અપના. પણ આજકાલના ભણેલા ગણેલા બ્રાહ્મણો પોતાની જાદુમંત્ર વિદ્યા અને એ સંબંધી જાપ અનુષ્ઠાનનો ગમે તેટલો પ્રચાર કરે , એ મેલાને ક્લાઇ કરવાની ગમે તેટલી કોશિશ કરે અને ગલીગલી ભસતા ફરે તો પણ એમનું હવે ખાસ કાંઈ ઉપજવાનું નથી. પોતાના માલિકના ખાનદાનને સતારા કિલ્લામાં કેદ પૂરી રાખનારા નમકહરામ બાજીરાવ પેશવા જેવા હિજડા બ્રાહ્મણોએ રાતદિવસ ખેતી કરનારા શૂદ્રોની મહેનતનો પૈસો લઈ બ્રાહ્મણ સરદારોનો સરંજામ બનાવ્યો, એણે આપેલ સનદનાં કારણો જોઈ ફર્સ્ટ સૉર્ટ ટરકાંડ સાહેબ જેવા પવિત્ર નેક કમિશનરને પણ આનંદ થાય તો બીજા લોકોનું તો શું કહેવું? એમણે પર્વતી જેવાં બીજાં સંસ્થાનો  બનાવડાવી એ સંસ્થાઓમાં અન્ય તમામ જાતિઓના અંધ દુર્બળ લોકો તથા વિધવાઓનાં અનાથ  બાળબચ્ચાંની પરવા કર્યા વિના  પોતાની બ્રાહ્મણ જાતિના ગોળમટોળ તાજામાજા આળસુ બ્રાહ્મણોને દરરોજ મિષ્ઠાન્ન ખવડાવવાની પરંપરા શરૂ કરી. એ જ રીતે બ્રાહ્મણોના સ્વાર્થી નકલી ગ્રંથોનો અભ્યાસ કરનારા બ્રાહ્મણોને દર વર્ષે યથાયોગ્ય દક્ષિણા આપવાની પણ શરૂ કરી. પરંતુ ખેદ એ વાતનો કે બ્રાહ્મણોએ જે પરંપરાઓ શરૂ કરી છે તે  ફક્ત ને ફક્ત પોતાની જાતિના સ્વાર્થ માટે જ છે. આ બધી પરંપરાઓ અંગ્રેજ સરકારે જેમ છે તેમ હજી સુધી ચાલુ રાખી છે. આમ કરીને  એમણે પોતાની પક્વતા અને રાજનીતિને મોટો બટ્ટો લગાડ્યો છે એમ કહેવામાં કોઈ વાંધો નથી. આવા ખોટા ખર્ચાથી બ્રાહ્મણો સિવાય બીજી કોઈ જાતિને જરાય ફાયદો નથી.બલ્કે સાચું કહીએ તો એ તો હરામનું ખાઈ મસ્તી કરતા આખલા છે.અને એ અભણ શૂદ્ર દાતાઓને પોતાના ચૂડેલધર્મના ગંદા પાણીથી પોતાના પગ ધોવડાવી એ જ પાણી પીવડાવે છે. અરે, કર્મનિષ્ઠ બ્રાહ્મણોના પૂર્વજોએ પોતાનાં જ ધર્મશાસ્ત્રો અને મનુસ્મૃતિનાં કેટલાંક વાક્યોનાં કાજળ ઘસી  કેવાં કેવાં બૂરાં કર્મ કર્યા છે! પરંતુ હવે તો એમને ભાન થવું  જોઈએ અને આ કામ માટે આપણી ભોળી સરકારે એમનું કશું સાંભળવું ન જોઈએ. અને પર્વતી જેવાં સંસ્થાનોમાં આ સ્વાર્થી બ્રાહ્મણોમાંથી કોઈને પણ શુદ્રોના પરસેવે પાકતી રોટી ખવડાવવી ન જોઈએ. એ માટે એક જબરદસ્ત સાર્વજનિક બ્રાહ્મણસભાની સ્થાપના કરી એની મદદથી આની પર નિયંત્રણ કરવું જોઈએ જેથી એમના ગ્રંથોનો કઈં ને કઈં પ્રભાવ  પુર્નલગ્ન ઉત્તેજક મંડળ પર પડે એ જ અમારી ભાવના હતી. પરંતુ એમણે આ રીતની મોટી મોટી અટકોની સભાઓ સ્થાપીને  પોતાની આંખોનો મોતિયો ઉતારવાનું તો બાજુ પર , અજ્ઞાની સરકારની આંખોના દોષ બતાવવાની કોશિશ કરી રહ્યા છે. ઉલટો ચોર કોટવાળને દંડે. મહારાષ્ટમાં કહેવત છે કે 'લંગડી ગાય ને પાદરે ગોચરમાં ચરવા ન જાય.'  આપણા અજ્ઞાની શૂદ્ર ભાઈઓની બલિરાજા સાથે ગાઢ દોસ્તી હોવી જોઈએ એ માટે  કોશિશ કરવી જોઈએ.અને એ બલિરાજાની મદદથી  ગુલામીની સાંકળો તોડી નાખવી જોઈએ. બ્રાહ્મણોની ગુલામીથી શૂદ્રોને મુક્તિ અપાવવા અમેરિકન, સ્કોચ અને અંગ્રેજ ભાઈઓ સાથે જે દોસ્તી થવાની છે એમાં કોઈએ ટાંગ અડાડવાની કોશિશ કરવી ન જોઈએ. હવે એમની ખટપટ બહુ થઈ. ધિક્કાર હજો મફતની રોટલી ને વરણ ભાતનો.

 

ઉમાજી રામોશી,શૂદ્ર  જાતિમાં જન્મેલા લડવૈયા શહીદ.

પાંડે,  મંગલ પાંડે 

દેશસ્થ, મહારાષ્ટ્રના બ્રાહ્મણોમાંની એક પેટા જાતિ
શાદાવલ,  શાહ દાવલ,  પૂનાની પુરાણી સૂફી દરગાહ,   એની નજીક જ શિવાલય છે.

પર્વતી, પૂનાનું એક દેવસ્થાન. જેની પૂજાની  આવક ફક્ત બ્રાહ્મણો માટે જ ખર્ચાતી હતી . અહીં બ્રાહ્મણો માટે હંમેશા ભોજન ચાલુ રહેતું અને નિયમિત દક્ષિણા આપવામાં આવતી..

પ્રકરણ: 10

બીજો બલિરાજા, બ્રાહ્મણ ધર્મની ફજેતી,શંકરાચાર્યની બનાવટી વાતો, નાસ્તિક માન્યતા, નિર્દયતા, પ્રાકૃત ગ્રંથકર્તા, કર્મ અને જ્ઞાનમાર્ગ, બાજીરાવ પેશવા,મુસ્લિમો પ્રત્યે નફરત અને અમેરિકન તથા સ્કોચ ઉપદેશકોએ બ્રાહ્મણોના બનાવટી કિલ્લાની દીવાલો તોડી નાખી વગેરે વિશે.

ધો.તાત, હવે તો હદ થઈ ગઈ.કેમકે આપે શિવાજીના પંવાડાની પ્રસ્તાવનામાં એ લખ્યું હતું અને સાબિત કર્યું હતું કે ચાર ઘરની ચાર ગ્રંથકર્તા બ્રાહ્મણ છોકરીઓએ મળીને ઘરની કોટડીમાં બેસી જૂઠ અને છેતરપિંડીની રમત રમી.

જો.પરંતુ આગળ એક દિવસ દલિતોનો દાતા, સમર્થક,મહાપવિત્ર, સત્યજ્ઞાની,સત્યવક્તા બલિરાજા આ દુનિયામાં પેદા થયો. ત્યારે એણે આપણને સૌને પેદા કરનારા મહાપિતાનો ઉદ્દેશ્ય જાણી લીધો.નિર્મિક(નિર્માણ કરનાર ઈશ્વર) દ્વારા આપવામાં આવેલા સત્યમય પવિત્ર વર્ણન અને અધિકાર ભોગવવા સૌને સમાન તક મળે એ માટે જ્યારે એ બલિરાજાએ પોતાના દીન દુર્બળ શોષિત ભાઈઓને બધા બ્રાહ્મણોની- બનાવટી, દુષ્ટ, ધૂર્ત,સ્વાર્થી બહેલિયાઓની - ગુલામીમાંથી મુક્ત કરી ન્યાય પર આધારિત રાજની સ્થાપના કરી . આમ એક રીતે જોવા જઈએ તો એણે 'અલા બલા જાઓ, બલિનું રાજ આવો' એવી આપણી વડીલ નારીઓની  આકાંક્ષાને અમુક હદ સુધી પૂરી કરી એમ કહી શકાય.તાત, જ્યાં મિસ્ટર ટોમ પેન્સ જેવા મોટા મોટા વિદ્વાનોના પૂર્વજ આ બલિરાજાના પ્રભાવમાં આવી પોતાની પાછળની બલાઓ દૂર કરી સુખેથી જીવન પસાર કર્યું.

છેવટે જ્યારે બલિરાજા ઈસુ મસીહાને ચાર દુષ્ટ લોકોએ શૂળી પર ચડાવ્યો એ સમયે આખા યુરોપમાં ધમાલ મચી ગઇ. કરોડો લોકો એના અનુયાયી બની ગયા અને એ પોતાના નિર્મિકના શાસન મુજબ આ દુનિયામાં એનું જ શાસન સ્થપાય એ માટે સતત કોશિશ કરતા રહ્યા. 

જયારે આપણા વિસ્તારમાં   સ્વસ્થ વ્યવસ્થિત વાતાવરણ સ્થપાયું ત્યારે  ઘણા શાણા અને તેજસ્વી બલિઓએ (વિદ્વાનોએ) ઘરની કોટડીમાંની નાદાન છોકરીઓના જૂઠ અને ફરેબ ખેલને ખેદાનમેદાન નાખ્યો. શાક્યમુનિ જેવા સત્પુરુષે બ્રાહ્મણોને વેદમંત્ર અને જાદુમંત્ર ચમત્કારથી મુક્ત કર્યા અને પોતાના અનુયાયી બનાવ્યા.પશુઓનો બલિ ચડાવી ઉત્સવને બહાને બ્રાહ્મણો ગોમાંસ ખાતા હતા.ઘમંડી, પાખંડી,સ્વાર્થી, દુરાચારી બ્રાહ્મણો જેમના ગ્રંથોમાં જાદુમંત્રો સિવાય કશું નહોતું એ ગ્રંથો પર બુદ્ધે  મેંશ ચોપડી, એટલે કે એ ગ્રંથોને નકાર્યા ત્યારે મોટાભાગના બ્રાહ્મણો હોશમાં આવ્યા.એમાંથી વધ્યાઘટયા કૂતર્કી બ્રાહ્મણો કર્ણાટક ભાગી ગયા.એ લોકોનો શંકરાચાર્ય નામનો વિતંડાવાદી મહાપંડિત પેદા થયો.એ બ્રાહ્મણવાદી પંડિતે જ્યારે જોયું કે  દુષ્ટ કર્મની  ધૂર્તતાને લીધે એના બ્રાહ્મણોની
 નિંદા થઈ રહી છે,થૂ થૂ થઈ રહી છે, બુદ્ધના ધર્મનો ચારેકોર પ્રસાર થઈ રહયો છે અને બ્રાહ્મણોનો ધંધો પેટ પૂરવા પૂરતો પણ  ચાલતો નહોતો. એટલે એણે નવી જ બ્રહ્મજાળ શોધી કાઢી.જે દુષ્ટ કર્મોને કારણે એના વેદ સહિત બધા ગ્રંથોનો બૌદ્ધ જનતાએ વિરોધ કર્યો હતો એનો શંકરાચાર્યે ઊંડો અભ્યાસ કર્યો અને બૌધ્ધોએ જે વાતે બ્રાહ્મણોની ટીકા કરી હતી એમાંથી ફક્ત ગોમાંસ ખાવું અને દારૂ પીવો એ બેની   જ  મનાઈ કરી. પરંતુ પછીથી એણે પોતાના બધા ગ્રંથોમાં ફેરફાર કરી એ બધાને મજબૂત કરવા એક નવા મત-વાદની સ્થાપના કરી જેને શંકરાચાર્યનો વેદાંતનો જ્ઞાનમાર્ગ કહે છે. એ પછી એણે જુદી જુદી જગાએ મઠ સ્થાપી  શિવલિંગની સ્થાપના કરી. આ દેશમાં આવેલા તુર્કને, ક્ષત્રિયોમાં,  હિંદુઓના એક વર્ણમાં સમાવી દીધા.એ પછી જેમ મુસલમાનોએ તલવારના જોરે ઇસ્લામ ચલાવ્યો એમ એણે તલવારના જોરે બૌધ્ધોને હરાવ્યા.એણે બૌધ્ધોને ઘાણીએ ઘાલી મોતને ઘાટ ઉતાર્યા એટલું જ નહીં બૌધ્ધોના અનેક મૌલિક અને સારા સારા  ગ્રંથો બાળી દીધા.માત્ર અમરકોશ પોતાના ઉપયોગ સારુ બચાવ્યો.એ પછી ફરીથી પોતાની જાદુમંત્ર વિદ્યા અને ભાગવતની નકામી પુરાણકથાઓ અજ્ઞાની શુદ્રોના દિલદિમાગ પર લાદી દીધી.  શંકરાચાર્યના એ ડરપોક ચેલા ધોળે દિવસે મશાલો ચેતવી પાલખીમાં બેસી માથે ટકો કરાવી પવિત્રતા ઓઢતી વિધવા સ્ત્રીઓની જેમ હાહાહીહી કરતા, નાચતા કૂદતા આમતેમ ફરવા લાગ્યા. આમ બ્રાહ્મણોને નાગા થઈ નાચવાની પૂરી આઝાદી મળી ગઈ.

આ સમયે મુકુંદરાજ, જ્ઞાનેશ્વર, રામદાસ વગેરે પાયલીના પંદર ને અધેલીના સોળ ગ્રંથકારો થઈ ગયા.પણ એ બ્રાહ્મણ ગ્રંથકારોમાંથી કોઈ માઇના લાલે શુદ્ર - અતિશુદ્રના ગળામાં બાંધેલી ગુલામીની સાંકળ તોડવાનું સાહસ ન કર્યું. કેમકે એમનામાં એ બધાં દુષ્ટ કર્મોને ખૂલેઆમ છોડવાની હિંમત નહોતી એટલે એમણે એ બધાં દુષ્ટ કર્મોને કર્મમાર્ગ અને નાસ્તિક મતનો જ્ઞાનમાર્ગ એમ બે ભાગમાં વહેંચ્યા અને એની ઉપર ઘણા પાખંડી અને નકામા ગ્રંથો લખી નાખ્યા.આમ એમણે જીવ પર આવી જઈ પોતાની જાતિના સ્વાર્થનું રક્ષણ કર્યું અને અજ્ઞાની શુદ્રોને લૂંટયા, પોતાની જાતિને બહુ ખવડાવ્યું પીવડાવ્યું. પણ પછી તો એમણે પૂરી લાજશરમ  મૂકી દીધી. રોજ રાતે જે દુષ્કર્મ ન કરવાં જોઈએ એ પણ ધોળે  દહાડે કરવા લાગ્યા.

બાજીરાવ પેશવા રાતે રંગરાગ અને  ભોગવિલાસમાં રાચતો પણ બપોર થાય ત્યાં સુધી પછી  મુસલમાનનું મોં ન જોવું પડે એ માટે , માસિક આવતું હોય એ સ્ત્રી જેમ ઘરનો ખૂણો પાળે  એમ બેસી રહેતો.

પરંતુ હવે કાળે પડખું બદલ્યું. આજની સાંજ અને કાલની સવાર વચ્ચેના સમયે એટલેકે રાતના સમયે આ બધા બ્રાહ્મણોને ભોગવિલાસ ને તાગડધિન્ના માટે સગવડો મળતી હતી ત્યાં જ અંગ્રેજ બહાદુરોનો ઝંડો ચારેકોર ફરકવા લાગ્યો.એ સમયે બલિરાજાના મોટા ભાગના અનુયાયીઓ, અમેરિકન અને સ્કોચ મિશનરી ધર્મ ઉપદેશકો, એમના પોતાના દેશની સરકારોની કોઈ સાડાબારી વગર આ દેશમાં આવ્યા. બલિરાજાએ જે સાચો ઉપદેશ આપ્યો હતો એને બધા નકલી, દુષ્ટ,ધૂર્ત બ્રાહ્મણોને પૂરાવા સાથે બતાવ્યો.એમણે કેટલાય શુદ્રોને બ્રાહ્મણોની અત્યંત અમાનવીય ગુલામીમાંથી છોડાવ્યા.એમણે શુદ્ર - અતિશુદ્રના ગળામાં સદીઓથી ભેરવાયેલી ગુલામીની બેડીઓ તોડીને એ બ્રાહ્મણોના મોઢા પર મારી. બધા બ્રાહ્મણો પાકું સમજી ગયા કે ખ્રિસ્તી ઉપદેશક  બ્રાહ્મણોનો પ્રભાવ શુદ્ર - અતિશુદ્ર પર ટકવા નહીં દે અને એમના ઢોલનું પોલ ખોલી નાખશે.એ ડરને કારણે એમણે બલિરાજાના ઉપદેશકો અને શુદ્રો વચ્ચે કોઈ કડી સ્થપાય કે તેઓ હળેમળે, બંને વચ્ચે પરિચય ગાઢ થાય એ પહેલાં જ બલિરાજાના ઉપદેશકો અને અંગ્રેજ સરકારને આ દેશમાંથી  કાઢી મૂકવાના ઈરાદાથી જાતજાતની તરકીબો અજમાવી. ઘણા બ્રાહ્મણોએ  સરકાર માટે  ઘૃણા અને નફરત જાગે એ માટે પોતાની ખાનદાની પાખંડી મંત્રવિદ્યાની મદદથી શૂદ્રને ઉપદેશ આપવાનું ચાલુ કર્યું. બીજી બાજુ બ્રાહ્મણોએ વિદ્યા પ્રાપ્ત કરી અને કેટલાક  કારકુન કે બીજા પદે સરકારી નોકરીમાં લાગી ગયા. આમ બ્રાહ્મણોએ જાતજાતનાં સરકારી કામ અપનાવી તમામ પ્રકારની સરકારી નોકરી મેળવી.અંગ્રેજ સરકારની ઓફીસ અને ઘર, બંનેમાં એકેય કામ એવું નહોતું જેમાં બ્રાહ્મણ ના હોય.

રામદાસ, કટ્ટર બ્રાહ્મણવાદી મરાઠી સંત 



પ્રકરણ: 9

વેદમંત્ર, જાદુનો પ્રભાવ, મૂઠ મારવી, દેવ આવવા, જાપ, ચાર વેદ, બ્રહ્મજાળ, નારદશાહી, નવો ગ્રંથ, શુદ્રોને  ભણાવવા પર મનાઈ,ભાગવત અને મનુસંહિતામાં મેળ ન હોવો વગેરે વિશે.

ધો.ખરેખર તમે એના મૂળ પર જ ઘા કર્યો છે.આપના કહ્યા પ્રમાણે પરશુરામ મરી ગયો અને રાજાઓના મન પર બ્રાહ્મણોના મંત્રોનો પ્રભાવ કેવીરીતે પડ્યો, એ વિશે અમને થોડું સમજાવો.

જો.કેમકે એ સમયે બ્રાહ્મણો  દરેક શસ્ત્ર પર મંત્રવિધિ કરીને એ શસ્ત્રોમાં પ્રહાર કરવાની શક્તિ લાવ્યા વગર એ શસ્ત્ર દુશ્મન પર વાપરતા નહીં. એમણે આવા ઘણા દાવપેચ રમી બાણાસુરની પ્રજા અને એના રાજકૂળને ધૂળમાં મેળવી દીધાં.એ સમયે બહુ સહેલાઈથી બાકીના બધા રાજાઓના દિલદિમાગ પર બ્રાહ્મણોની વિદ્યાનો ડર ઘર કરી ગયો.એનો પુરાવો એ રીતે આપી શકાય કે ભૃગુ નામના ઋષિએ જ્યારે વિષ્ણુની છાતી પર લાત મારી ત્યારે વિષ્ણુએ (એમના મત મુજબ આદિનારાયણ) ઋષિના પગને તકલીફ થઈ ગઈ હશે. એમ સમજીને  વિષ્ણુએ ઋષિના પગને માલીશ કરવા માંડી. હવે એનો અર્થ સીધેસીધો સ્વાર્થ સાથે જોડાયેલો છે. તે એમ કે જ્યારે સાક્ષાત આદિનારાયણ જ, જે પોતે વિષ્ણુ છે, બ્રાહ્મણની લાતને સહન કરી એના પગની માલીશ કરી એટલે કે સેવા કરી. ત્યારે આપણે શુદ્ર લોકોએ -એના કહેવા મુજબ  શુદ્ર પ્રાણીએ- જો બ્રાહ્મણ પોતાના પગથી લાત  મારી મારીને આપણો જીવ લઇ લે તો પણ આપણે એનો વિરોધ કરવો ન જોઈએ.

ધો. તો આજે જે નીચી જાતિના લોકો પાસે જે જાદુમંત્ર છે એ તેઓ ક્યાંથી શીખ્યા હશે?

જો.આજકાલના લોકો પાસે જે મોહિની કરવાની બંગાળી જાદુમંત્ર વિદ્યા છે એ એમણે ફક્ત વેદોના જાદુમંત્ર વિદ્યાથી લીધા હોય એવું કોઈ પણ કહી શકે છે કેમકે  જ્યારે એમણે બહુ હેરાફેરી કરી છે,  બહુ બધા શબ્દોના ઉચ્ચારણનો અપભ્રંશ થયો છે. તો પણ મોટાભાગના મંત્રોમાં ઓમ નમો ઓમ નમ: ઓમ હ્રીં હ્રીં વગેરે જાદુમંત્રોની ભરમાર છે.એથી એ સાબિત થાય છે કે  બ્રાહ્મણોના મૂળ પૂર્વજોએ આ દેશમાં આવ્યા પછી સૌ પહેલાં બંગાળમાં પોતાની વસ્તી વસાવી હશે.એ પછી એમની જાદુવિદ્યા ત્યાંથી ચારે કોર ફેલાઈ હશે એટલે એ વિદ્યાનું નામ બંગાળી વિદ્યા પડ્યું હશે.એટલું જ નહીં આર્યોના પૂર્વજ, આજના અભણ લોકોની જેમ  ચમત્કાર શક્તિનું પ્રદર્શન કરનારા લોકોને બ્રાહ્મણ કહેવામાં આવતા. બ્રાહ્મણ પુરોહિતો સોમરસ નામનો દારૂ પીતા અને એના નશામાં બડબડ કરતા અને કહેતા કે 
'અમારી સાથે ભગવાન વાત કરે છે' એમના આમ કહેવાથી અનાડી લોકોને વિશ્વાસ બેસી જતો, એમના પ્રત્યે શ્રદ્ધા પેદા થતી. આ રીતે તેઓ તે અનાડી લોકોને ડરાવી ધમકાવી લૂંટતા.આ એમનાં જ વેદશાસ્ત્રો પરથી સાબિત થાય છે. એ અપરાધીવિદ્યાના પાયા ઉપર આ પ્રગતિશીલ આધુનિક યુગમાં આજના બ્રાહ્મણો પોતાનું અને પોતાના પરિવારનું પેટ ભરવા જાપ, વિધિ,જાદુમંત્ર વિદ્યા વગેરે દ્વારા અનાડી માળી- કણબીઓને જાદુનો દોરો બાંધી લૂંટે છે. તો પણ એ અનાડી લોકોને એ પાખંડી, ધૂતારા મદારી બ્રાહ્મણોની જાળ પારખવાનો પણ ટાઈમ ક્યાં મળે છે? કેમ કે આ અનાડી લોકો તો રાતદિવસ  પોતાના ખેતીકામમાં જોતરાયેલા રહે છે અને બાળબચ્ચાંનું પેટ ભરવા  ને સરકારના વેરા ભરવામાં  જ એમના નાકે દમ આવી જાય છે.

ધો.એટલે કે જે બ્રાહ્મણ એવાં બણગાં ફૂંકે છે કે બ્રહ્માના મોંમાંથી ચાર વેદ નીકળ્યા છે, વેદ સ્વયંભૂ છે એમ એમના કહેવા અને તમારા કહેવામાં કાંઇ મેળ નથી?

જો.તાત, આ બ્રાહ્મણોનો દાવો સરાસર ખોટો છે. કેમકે જો એમનું કહેવું માની લઈએ તો બ્રહ્માના મરણ પછી બ્રાહ્મણોના કેટલાય બ્રહ્મર્ષિઓ અને દેવર્ષિઓએ રચેલાં સૂકત બ્રાહ્મણ મોંમાંથી સ્વયંભૂ નીકળેલા વેદોમાં કેવીરીતે મળે છે? એ જ રીતે ચાર વેદોની રચના પણ એક જ કર્તા દ્વારા એકી સાથે થઈ છે એ વાત પણ સાબિત નથી થતી.આ વાત ઘણા યુરોપિયન ગ્રંથકારોએ સાબિત કરી બતાવી છે.

ધો.તાત, તો પછી બ્રાહ્મણોએ આ બ્રહ્મઘોટાળો ક્યારે કર્યો છે?

જો. બ્રહ્માના મરણ બાદ ઘણા બ્રહ્મર્ષિઓએ બ્રાહ્મણ લેખને ત્રણ ભાગમાં વિભાજીત કર્યા, એટલે એમણે ત્રણ વેદ બનાવ્યા. પછી એમણે એ ત્રણ વેદોમાં પણ ઘણી હેરાફેરી કરી. એમણે પહેલાંની જે કંઈ ખોટી વાતો ખબર હતી એને  અનુરૂપ  કવિતાઓ રચી એનો એક નવો ચોથો વેદ બનાવ્યો.એ જ સમયે પરશુરામે બાણાસુરની પ્રજાને બેરહેમીથી ધૂળ ભેગી કરી હતી. એટલે બ્રાહ્મણોના વેદમંત્રોના જાદુનો પ્રભાવ બીજા બધા રાજાઓના દિલદિમાગ પર પડ્યો.આ તકનો લાભ લઇ હિજડાની જેમ  સ્ત્રીઓ વચ્ચે જ ઉઠતાબેસતા નારદે રામ અને રાવણ, કૃષ્ણ અને કંસ, કૌરવ અને પાંડવ જેેવા રાજાઓના ઘેર ચક્કર મારવાનું શરૂ કર્યું. એણે એમનાં પત્ની અને બાળકો પર ક્યારેક તંબુરાના તારથી આકર્ષણ જમાવ્યું તો ક્યારેક તંબુરાના તાર બજાવી થૈ થૈ નાચી તાળીઓ પાડી આકર્ષિત કર્યા. આવો સ્વાંગ રચી આ રાજાઓ અને એમના પરિવારોને જ્ઞાનનો ઉપદેશ આપવાનો દેખાવ કરી અંદર અંદર એકબીજાની ચાડી કરી જાદુ અને એ સાથે સંકળાયેલી  ઘણી નકામી વાતો ભેળવી દઈ ઘણી સ્મૃતિઓ, સંહિતાઓ, ધર્મશાસ્ત્ર, પુરાણો વગેરે મોટામોટા ગ્રંથો પોતાના ઘરની ચાર દીવાલો વચ્ચે બેસીને લખી નાખ્યા.અને એ ગ્રંથોમાં શુદ્રો પર બ્રાહ્મણોની માલિકીનું સમર્થન કર્યું. એમણે આ ગ્રંથોમાં આપણા ખાનદાની લશ્કરી રસ્તામાં કાંટાળો થાંભલો ખડો કરી દીધો અને પોતાની નકલી ધાર્મિકતાનો લેપ લગાવી  દીધો.પછી એમણે આખું બ્રહ્મછળ  ક્યાંક શુદ્રોને ખ્યાલ આવી જશે તે ડરથી એ ગ્રંથોમાં મન ફાવે તેવા ફેરફાર કરી શકાય તે માટે શુદ્રોને જ્ઞાનથી પૂરેપૂરા દૂર જ રાખી દીધા.પાતાળમાં દફનાવી દીધેલા શુદ્રોને ભણાવવા ગણાવવા નહિ એવો નિયમ મનુસંહિતા જેવા ગ્રંથોમાં બહુ સિફતપૂર્વક અને જોરદાર રીતે લખ્યો.

ધો.તાત, ભાગવત પણ એ સમયે લખાયું કે?

જો.જો ભાગવત એ સમયે લખાયું હોત તો સૌથી પછી થઈ ગયેલા અર્જુનના પ્રપૌત્ર જન્મેજયની વાત એમાં આવી ન હોત.

ધો.તાત, આપનું કહેવું સત્ય છે. કેમકે એ જ ભાગવતમાં એવી તો કેટલીય પુરાતન કલ્પિત વ્યર્થ પુરાણકથાઓ  મળે છે. એનાથી તો ઇસપનીતિ હજાર ગણી સારી છે એ માનવું પડે.ઇસપનીતિમાં બાળકોના દિલદિમાગને ભ્રષ્ટ કરનારી એકેય વાત નહીં મળે.

જો.એ જ રીતે મનુસંહિતા પણ ભાગવત પછી લખી હશે એ સાબિત કરી શકાય એમ છે.

ધો.તાત,એનો અર્થ તો એ થાય ને કે મનુસંહિતા ભાગવત પછી લખાઈ હશે?

જો.કેમકે ભાગવતના વસિષ્ઠએ એવા  સોગંદ ખાધા હતા  કે મેં હત્યા નથી કરી.સુદામન  રાજા આગળ  લીધેલા સોગંદ મનુએ પોતાના ગ્રંથમાં 8મા અધ્યાયના 110મા શ્લોકમાં કેવી રીતે લીધા છે? એ જ રીતે વિશ્વામિત્રે કપરા કાળમાં કૂતરાનું માંસ ખાધું હતું એ વિશે એ જ ગ્રંથના 10 મા અધ્યાયમાં 108મા શ્લોકમાં કેવી રીતે લખ્યું છે? એ સિવાય પણ મનુસંહિતામાં ધણી મેળ ન બેસે એવી વાતો મળી આવે  છે

પ્રકરણ: 8

પરશુરામ, માતાનો વધ,એકવીસ હુમલા, દૈત્ય, ખંડેરાવે રાવણનો આશરો લીધો, નવખંડોની જનાઈ, સાત આસરા, મહારોના ગળામાં કાળો દોરો, અતિશુદ્ર, અત્યંજ, માંગ, ચાંડાલ, મહારોને જીવતા પાયામાં દાટવા, બ્રાહ્મણોની દરિયાપર જવાની મનાઈ,ક્ષત્રિય વધ, પરભૂ, રામોશી, જિનગર વગેરે લોકો, પરશુરામની હાર થયા પછી એનો આપઘાત અને ચિરંજીવ પરશુરામને નિમંત્રણ વગેરે વિષયે.

ધોન. પ્રજાપતિના મરણ પછી બ્રાહ્મણોનો અધિકારી કોણ થયું?

જો.પરશુરામ.

ધોન. પરશુરામનો સ્વભાવ કેવો હતો?

જો.પરશુરામ સ્વભાવે  બેકાબૂ, સાહસિક, દુષ્ટ,નિર્દયી,મૂર્ખ અને અધમ હતો.એણે પોતાને જન્મ આપનારી રેણુકાનું માથું ઉડાવી દેતાં એ જરા પણ અચકાયો નહોતો. એ શરીરે બળવાન હતો અને મોટો તીરંદાજ હતો.

ધોન. એનું રાજ કેવું ચાલ્યું?

જો.પ્રજાપતિ મરતાં બાકીના મહા અરિઓએ બ્રાહ્મણોના હાથમાંથી પોતાના ભાઈઓને બ્રાહ્મણોની ગુલામીમાંથી છોડાવવા  પરશુરામ સાથે એકવીસ વાર  લડાઈઓ કરી. એ એટલા દ્રઢ રીતે યુદ્ધ  કરતા રહયા કે એમાં આખરે 'દ્વેતી 'કહીને નામ પડ્યું અને એ શબ્દનો આગળ જતાં અપભ્રંશ થઈ 'દૈત્ય' થઈ ગયું.જ્યારે પરશુરામે બધા મહા અરિઓને હરાવ્યા ત્યારે એમાંના કેટલાય મહા વિરોએ નિરાશ થઈને પોતાના સગાં વહાલાંઓના પ્રદેશમાં જઇ પોતાના અંતિમ દિવસો વીતાવ્યા. એટલે કે જેજુરીના ખંડેરાવે જે રીતે રાવણની મદદ લીધી હતી એ રીતે નવ ખંડના ન્યાયી અને સાત આશ્રય  વગેરે સર્વ તળ કોંકણમાં જઇ છૂપાઈને પોતાના છેવટના દિવસો કાઢ્યા. બ્રાહ્મણોએ એમના પ્રત્યેના ગહન ધિક્કારથી નવ ખંડના જે ન્યાયી હતા તેમનાં સ્ત્રી વાચક નિંદાજનક નામ 'નવખંડની નવ ચીંથરાંવાળી દેવી જનાઈ' રાખી દીધું ને  સાત આશ્રયનાં નામ સાત પુત્રોવાળી માતા 'સાત આશરા (સપ્ત અપ્સરા)પાડ્યું. બાકીના જે મહા અરિને પરશુરામે લડાઈના મેદાનમાં કેદ કરી રાખ્યા હતા એમની પર એટલા કડક પ્રતિબંધ લગાવ્યા. એ મહા અરિ કદી બ્રાહ્મણો વિરુદ્ધ કમર ન કસે એવા સોગન  એમની પાસે લેવડાવવામાં આવ્યા.એ બધાના ગળામાં કાળો દોરો બાંધવો અને એમણે પોતાના શૂદ્ર ભાઈઓને અડકવું નહીં  એવો સામાજિક પ્રતિબંધ લગાવ્યો. પછી પરશુરામે એ મહા અરિ ક્ષત્રિયોને અતિશૂદ્ર, મહાર, અછૂત,માતંગ અને ચંડાળ વગેરે નામે બોલાવવાની પ્રથા શરૂ કરી. આ રીતના ગંદા ચલન માટે દુનિયામાં બીજો કોઈ દાખલો જ નથી. આ દુશ્મની ભાવનાથી મહાર માતંગ વગેરે લોકો પર બદલો લેવા એણે બને એટલી ગંદી તરકીબો અજમાવી. એણે પોતાની જાતિના લોકોની મોટી મોટી ઇમારતોના પાયામાં  કેટલાય માતંગોને એમની પત્નીઓ સાથે ઉભા રાખી,  એમની લાચાર ચીસોથી દયા આવી ન જાય એ માટે એમના મોંમાં  તેલ અને સિંદૂર નાખી એમને જીવતે જીવ દફનાવી દેવાની પ્રથા શરૂ કરી.આ દેશમાં જેમ જેમ મુસ્લિમ સત્તા મજબૂત થતી ગઈ એમ એમ બ્રાહ્મણોએ શરૂ કરેલી આ અમાનવીય પ્રથાનો અંત આવ્યો.પરંતુ મહા અરિઓ સાથે લડતાં લડતાં પરશુરામના  એટલા બધા લોકો માર્યા ગયા કે  એમની વિધવાઓનું શું  કરવું એ ભયંકર સમસ્યા બ્રાહ્મણો સામે ખડી થઈ. ત્યારે પરશુરામે વિધવાવિવાહની સખત મનાઈ કરી ત્યારે એમનું ગાડું રસ્તે પડ્યું. પરશુરામ એના બ્રાહ્મણ લોકની હત્યાથી એટલો પાગલ થઈ ગયો કે એણે બાણાસુરના બધા રાજના ક્ષત્રિયોનો સમૂળગા નાશ કરી દેવાના ઈરાદાથી અંતે એ મહા અરિ ક્ષત્રિયોની નિરાધાર ગર્ભવતી વિધવા સ્ત્રીઓને પકડી લાવવાની ઝુંબેશ શરૂ કરી. આ અમાનવીય ઝુંબેશથી નજર ચૂકવી બચી ગયેલાં સંતાનો દ્વારા  બનેલા કેટલાક વંશ અહીં  પ્રભુ લોકોમાં મળે છે. આ રીતે પરશુરામે આ ધૂમધામમાં રામોશી, જિનગર,તુંબડીવાળા અને કુંભાર વગેરે જાતિના લોકો હોવા જોઈએ કેમકે  એમના ઘણા રિવાજો અને શૂદ્રોના રીવાજોમાં ઘણું સામ્ય છે.એનો અર્થ એ કે હિરણયકશ્યપથી બલિરાજાના પુત્રના નિર્વંશ  થવા સુધીમાં એ કૂળને નિસ્તેજ કરી પૂરેપૂરું બરબાદ કરી દીધું. આથી અજ્ઞાન સામંતો પર એવી ધાક જામી ગઈ કે બ્રાહ્મણો જાદુવિદ્યામાં પ્રવીણ છે. એ લોકો બ્રાહ્મણોના મંત્રોથી બહુ ડરવા લાગ્યા. પરંતુ પરશુરામની મૂર્ખતાને લીધે એના ઉપદ્રવથી બ્રાહ્મણોનું મોટું નુકસાન થયું. એને લીધે બધા બ્રાહ્મણો પરશુરામના નામથી ઘૃણા કરવા લાગ્યા. એટલું જ નહીં  એ સમયે ત્યાંના એક રાજાના  રામચંદ્ર નામના પુત્રે પરશુરામનું ધનુષ્ય જનક રાજાના દરબારમાં ભરી સભામાં તોડી નાખ્યું.એથી પરશુરામના મનમાં એ રામચંદ્ર પ્રત્યે વેર ભાવના ઘર કરી ગઈ.એણે જાનકીને પોતાને ઘેર  લઇ જતા રામચંદ્રને જોયા તો એણે રામચંદ્ર સાથે રસ્તામાં જ યુદ્ધ શરૂ કરી દીધું. આ યુદ્ધમાં પરશુરામની  સખત હાર થઇ. આ હારથી પરશુરામ એટલો શરમિંદો થઈ  ગયો કે એણે રાજકાજ છોડી પોતાના પરિવાર અને કેટલાક સગા સંબંધીઓ  સાથે તળ કોંકણ જઈ રહેવા લાગ્યો. ત્યાં ગયા પછી એને પોતે કરેલાં ખોટાં કામનો પસ્તાવો થવા લાગ્યો. આ પશ્ચાતાપને લીધે એણે ક્યાં અને કેવી રીતે પ્રાણ ગુમાવ્યો એનો કોઈને પત્તો લાગ્યો નહીં.

ધોન. બધા બ્રાહ્મણ, પંડિત, પુરોહિત એમનાં ધર્મશાસ્ત્રોના આધારે એ કહે છે કે પરશુરામ આદિનારાયણનો અવતાર છે. એ અમર છે. એ કદી મરવાનો નથી. ને આપ કહો છો કે પરશુરામે આપઘાત કર્યો.આનો શો અર્થ?

જો.બે વરસ પહેલાં મેં શિવાજી મહારાજ પર પંવાડા લખેલ. એના પહેલા છંદમાં મેં કહેલું કે બધા બ્રાહ્મણોએ પોતાના પરશુરામને નોતરું દઇને તેડાવવો જોઈએ. અને એની હાજરીમાં  મારી સામે ખુલાસો કરવો જોઈએ કે આજકાલના મહાર માતંગના પૂર્વજ જેમણે પરશુરામ સામે એકવીસ વાર યુદ્ધ કર્યું હતું એ મહા અરિ ક્ષત્રિય હતા કે નહીં. એની ખબર તો મેં બ્રાહ્મણોને આપી  પણ એમણે પરશુરામને નિમંત્રણ આપી બોલાવ્યો નથી.એટલે એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે જો પરશુરામ આદિનારાયણનો અવતાર હોત ને અમર હોત તો બ્રાહ્મણોએ એને ચોક્કસ ખોળી કાઢ્યો હોત.ને મને તો ઠીક, આખી દુનિયા, ખ્રિસ્તી અને મુસલમાન લોકોના મનનું સમાધાન કરીને બધા મલેચ્છ લોકોના વિદ્રોહને પોતાની મંત્રવિદ્યાની શક્તિથી એ ખેદાનમેદાન કરી દેવામાં કોઈ કસર બાકી ન રાખત.

 

ધો. મારે મતે તો આપે પોતે જ એકવાર પરશુરામને બોલાવવો જોઈએ. જો પરશુરામ સાચે જ જીવતો હોય તો એ ચોક્કસ આવશે. આજકાલના બ્રાહ્મણો પોતે કેટલાય વિવિધજ્ઞાની હોવાનો દાવો કરે છે તો પણ એમને પરશુરામના મત મુજબ ભ્રષ્ટ અને પતિત જ માણવા જોઈએ. આ વાતનો પૂરાવો એ છે કે હમણાં હમણાં ઘણા બ્રાહ્મણોએ શાસ્ત્રવિધિ મુજબ કારેલાં ખાવાની મનાઈ ફરમાવી છે પરંતુ ધર્મશાસ્ત્ર દ્વારા મનાઈ કરેલા માળીઓએ સીંચેલા પાણીથી પકવેલાં  ગાજર છૂપાઈનેખાવાની બ્રાહ્મણોમાં હોડ મચી છે.

જો. આ પત્ર જો.

મુકામ સર્વત્ર, ચિરંજીવી પરશુરામ ઉર્ફે આદિનારાયણના અવતારને.

તાત પરશુરામ,

તું બ્રાહ્મણ ગ્રંથોને કારણે અમર છે. કારેલાં કડવાં કેમ ન હોય તેં વિધિપૂર્વક કારેલાં ખાવાની મનાઈ કરી નથી. પરશુરામ, તારે માછીમારના દેહમાંથી નવા બ્રાહ્મણ પેદા કરવાની જરૂર નથી.આજે અહીં તેં પેદા કરેલા જે જે બ્રાહ્મણો છે એમાંના ઘણા વિવિધજ્ઞાની થઈ ગયા છે.હવે તારે એમને વધારે જ્ઞાન આપવાની જરૂર નથી. એટલે હે પરશુરામ, તું અહીં આવી જા. ને જે બ્રાહ્મણોએ શૂદ્ર માળીઓએ ખેતરમાં પેદા કરેલાં ગાજર સંતાઇ સંતાઇને  ખાધાં છે એ બધા બ્રાહ્મણોને ચંદ્રાયણ પ્રાયશ્ચિત આપ. જાદુઈ શક્તિથી પહેલાંના જેવા કંઈક ચમત્કાર અંગ્રેજ ફ્રેન્ચ વગેરે લોકોને બતાવી દે , બસ.હે પરશુરામ, તું આ રીતે મોઢું છૂપાવીને ભાગેડુ બની  ભટક્યા ન કર. તું આ નોટીસની તારીખથી છ મહિનાની અંદર અંદર અહીં હાજર થઈ જા.તો હું જ નહીં, આખી દુનિયાના લોકો તને સાચે જ આદિનારાયણનો અવતાર સમજશે અને તારું સન્માન કરશે.જો તું  હાજર નહીં થાય તો અહીંના મહાર માતંગ અમારા મ્હાસોબા પાછળ સંતાઇને બેઠેલા છે, એ તારા પોતાને વિવિધજ્ઞાની કહેવડાવતા બ્રાહ્મણ બચ્ચાંઓને ખેંચીને બહાર કાઢશે  અને એમના તંબૂરાના તાર તૂટી જશે ને એમની ઝોળીમાં પથરા પડશે.પછી એમણે વિશ્વામિત્રની જેમ ભૂખ્યા, કંગાળ રહેતાં એટલી લાચારીનો સામનો કરવો પડશે કે એમણે કૂતરાનું માંસ પણ ખાવું પડે. એટલે  હે પરશુરામ તું તારા વિવિધજ્ઞાની બ્રાહ્મણો પર દયા કર જેથી એમના પર  વિપદાના પહાડ ન  તૂટી ન પડે.

 

તારું સત્યસ્વરૂપ જાણનાર
જોતીરાવ ગોવિંદરાવ ફુલે

તારીખ 1 લી,
મહિનો ઓગસ્ટ
સને 1873
પૂના, જૂના ગંજ
મકાન  નંબર 527

પ્રકરણ:7

બ્રહ્મા, તાડના પાંદડાં પર લખવાનો રિવાજ, જાદુમંત્ર,  સંસ્કૃતનું મૂળ, અટક નદીને પેલે પાર જવાની મનાઈ, પ્રાચીન કાળમાં ઘોડી વગેરે પ્રાણીઓનું માંસ ખાતા, ભટ, રાક્ષસ,યજ્ઞ,બાણાસુરનું મરણ,  પરવારી, સુુુતરના દોરાનું ચિહ્નન, બીજમંત્ર,  મહાર, શૂદ્ર,  

કુલકર્ણી,કણબી, અસ્પર્શ, શૂદ્રનો દ્વેષ, મરજાદ-માંગલ્ય,ધર્મશાસ્ત્ર,મનુ, પુરોહિતોનું શિક્ષણ, મોટું ભયંકર પરિણામ, પ્રજાપતિનું મરણ, બ્રાહ્મણ વગેરે વિશે.

ધોન.વામનના મરણ પછી ઉપાધ્યાયનું મુખી કોણ બન્યું?

જો.વામનના મરણ પછી એ લોકોને કુલીન મુખીની નિમણૂક કરવાનો ટાઈમ જ ન મળ્યો હોય. એટલે બ્રહ્મા નામનો ચતુર ચાલાક કારકુન હતો , એ જ પૂરેપૂરું રાજ સંભાળવા લાગ્યો. એ બહુ કલ્પના બહાદુર હતો.એને જેમ જેમ તક મળતી તેમ તેમ કામ કરીને પોતાનો સ્વાર્થ સાધી લેતો હતો. એના બોલવા પર લોકોને બિલકુલ વિશ્વાસ નહોતો.એટલે એને 'ચાર મોઢાળો' (ચતુરાનન) કહી સંબોધન કરવા લાગ્યા. મતલબ કે એ બહુ ચતુર, હઠીલો, ધૂર્ત, દુ:સાહસ અને નિર્દય હતો.

ધો. બ્રહ્માએ સૌથી પહેલું શું કર્યું?

જો.બ્રહ્માએ સૌથી પહેલાં તાડના ઝાડનાં સુકાં પાંદડાં પર ખીલીથી  કોતરીને લખવાની તરકીબ શોધી કાઢી. અને એને જે કોઈ ઈરાની જાદૂમંત્ર અને નકામી વારતાઓ આવડતી હતી એમાંથી કેટલીક એમ જ ભેળવી દઈ એ સમયની સર્વકૃત ( જેનો અપભ્રંશ 'સંસ્કૃત' શબ્દ છે) ચાલુ ભાષામાં આજની ફારસી  જેવા છંદોમાં નાની નાની કવિતાઓની રચના કરી એ બધાનો સાર તાડનાં પાંદડાં પર લખ્યો.
એની બહુ પ્રસંશા પણ થઈ. એને લીધે એ માન્યતા પ્રચલિત થઈ કે બ્રહ્માના મોઢેથી બ્રાહ્મણો માટે જાદુમંત્ર વિદ્યા પેદા થઈ છે. એ સમયે ઉપાધ્યાય લોકોને ખાવા પીવાનું મળતું નહીં એટલે મરવા માંડ્યા હતા. એ કારણે કેટલાક લોકો છાનામાના ઈરાન ભાગી ગયા. એ પછી એમણે એ નિયમ કરી દીધો કે અટક નદી કે સમુદ્ર પાર કરીને બીજી બાજુ કોઈએ જવાની મનાઈ છે. એ માટે એમણે બરાબર બંદોબસ્ત કરી દીધો.

ધો.પછી એમણે શું શું ખાઈ પોતાનો જીવ બચાવ્યો?

જો. એમણે ત્યાંનાં  ફળ, ફૂલ, કંદમૂળ અને એ જંગલનાં જાત જાતનાં પક્ષીઓ અને પ્રાણીઓને જ નહીં પણ ઘણા લોકોએ તો પોતે પાળેલ ઘોડી સુદ્ધાં મારીને, શેકીને ખાધી અને પોતાના જીવ બચાવ્યા.  એટલે એમના રક્ષકો એમને ભ્રષ્ટ કહેવા લાગ્યા. પછી એ પંડાઓએ ઘણી મુસીબતોમાં ફસાઈ જવાથી જાતજાતનાં જાનવરોનું માંસ ખાધું. પણ જ્યારે એમને એ વાતની શરમ લાગવા માંડી ત્યારે એમણે માંસ ખાવાની પૂરેપૂરી બંધી કરી દીધી. પણ જે બ્રાહ્મણોને માંસનો સવાદ લાગેલો હતો એ સવાદ છૂટવો મુશ્કેલ હતો. એટલે થોડા વખત પછી  એ નીચા કર્મનો દોષ છુપાવવા પશુઓની હત્યા કરી એનાં માંસ ખાવાને સૌથી મોટું પુણ્ય માની લીધું અને ખાવાલાયક પશુઓની હત્યાને પશુયજ્ઞ, અશ્વમેઘ યજ્ઞ એવાં એવાં પ્રતિષ્ઠિત નામે એને વિશે પોતાના ગ્રંથોમાં લખ્યું.(એમ એમણે યજ્ઞોનું પૂરેપૂરું સમર્થન કર્યું). એમનો ધર્મ એટલે બ્રાહ્મણ ધર્મવાદ પછીથી 'યજ્ઞોનો ધર્મ' કહેવાયો. એમના યજ્ઞો સંપૂર્ણપણે હિંસક જ હતા. હિંસા વિના વૈદિક બ્રાહ્મણોનો યજ્ઞ થતો જ નહોતો.

ધો.પછી બ્રહ્માએ શું કર્યું?

જો. બલિરાજાના પુત્ર બાણાસુરના મરણ પછી એના રાજમાં કોઈ મુખી ન રહ્યો. પ્રજા પર જે નિયંત્રણ હતું એ ઢીલું પડી ગયું. જ્યાં જુઓ ત્યાં લાચારી જ લાચારીનું વાતાવરણ હતું.સૌ કોઈ પોતાને રાજા માની ચાલતા હતા. બધા લોકો એશોઆરામમાં ડૂબેલા હતા. આને સોનેરી સમય ગણી બ્રહ્માએ પોતાની સાથે જે બધા ભૂખથી ત્રસ્ત હતા , ચિંતિત પરિવારોને (જેનો અપભ્રંશ હવે 'પરિવારી' છે) લીધા. પછી એણે  બિનબ્રાહ્મણોના રાક્ષસો પર એકદમ હુમલો કરી દીધો અને એમનો પૂરેપુરો નાશ કરી દીધો. આ 'રાક્ષસો'  ખરેખર તો બિનબ્રાહ્મણોના રક્ષક હતા. રાક્ષસ શબ્દ મૂળે 'રક્ષક' એટલે કે રક્ષણ કરનાર હોવો જોઈએ.

એ પછી એણે બાણાસુરના  રાજમાં ઘુસતાં પહેલાં એ રીતે વિચાર્યું હશે કે  આપણી ઉપર કોણ જાણે કઈ મુસીબત આવી પડે  અને બધાને અહીંતહીં  વિખેરાઈ જવું પડે. એમાં પણ  પોતાના પરિવારને ઓળખવો પણ મુશ્કેલ બને.એટલે બ્રહ્માએ પોતાના પરિવારના બધા લોકોને ગળે છ સફેદ દોરામાં બનેલ દોરી અર્થાત જાતિ બતાવતું નિશાન, એટલેકે  જેમને હવે બ્રાહ્મણો  બ્રહ્મસૂત્ર કહે છે એ જનોઈ એકે એક બ્રાહ્મણના ગળામાં પહેરાવી દીઘી. એ જનોઈ માટે એમને એક જાતિ મૂળમંત્ર આપ્યો જેને ગાયત્રી મંત્ર કહે છે.એમની પર કોઈ વિપદા આવી પડે તો પણ એમણે ગાયત્રી મંત્ર ક્ષત્રિયોને બતાવવો નહિ એવા સોગન લેવડાવ્યા. આને કારણે બ્રાહ્મણો માટે પોતપોતાના કુટુંબના લોકોને ઓળખવાનું સહેલું બન્યું.




ધો. આ પછી બ્રહ્માએ બીજું શું શું કર્યું?



જો.બ્રહ્માએ પોતાના એ બધા કુટુંબી બ્રાહ્મણોને સાથે લઈને બાણાસુરના રાજમાં ઘૂસણખોરી કરી અને પછી હુમલો કર્યો.એથી ત્યાંના ઘણા નાનામોટા સરદારોને હરાવી એમને નાસીપાસ કરી દીધા.એણે મોટાભાગનો વિસ્તાર કબજે કરી લીધો અને યુદ્ધમાં કમર કસીને લડનારા મહા અરિ ( આજે એ શબ્દનો અપભ્રંશ 'મહાર' છે) ક્ષત્રિયો ઉપરાંત જે લોકો એના સકંજામાં  સપડાઈ ગયા હતા એમનું સર્વસ્વ છીનવી લીધું. પછી સત્તાના નશામાં  એ બધા ક્ષુદ્ર લોકો(જેનો અપભ્રંશ  'શૂદ્ર' છે) ને પોતાના ગુલામ બનાવ્યા.એમાંથી ઘણા લોકોને ગુલામી જેવી સેવા કરવા પોતાના લોકોને ઘેર ઘેર વહેંચી દીધા. પછી એણે ગામેગામ એક બ્રાહ્મણ સેવક મોકલી જમીનના ભાગ પાડ્યા  અને બાકીના શૂદ્રોને ખેતી કરવા મજબૂર કર્યા. એણે આ ખેડુ શૂદ્રોને જીવતા રહેવા પૂરતું જમીનની ઉપજનો થોડોક જ ભાગ આપી બાકીનો  મોટો  ભાગ માલિકોને આપવાનો નિયમ બનાવ્યો. આ કારણે એ ગ્રામસેવક  બ્રાહ્મણ કર્મચારીઓનું નામ ફૂલે કરણી( જેનો અપભ્રંશ છે ' કુલકર્ણી') પડી ગયું અને એ રીતે શૂદ્ર કૂળો નું નામ કુળવાદી(જેનો અપભ્રંશ છે ' કુલંબી, કુળંબી, કે કણબી' ) પડી ગયું. પરંતુ એ દાસ કણબી સ્ત્રીઓને હમેશાં ખેતીનું કામ મળતું નહીં. એમને કદી કદી બ્રાહ્મણોના ઘેર ઘરકામ કરવા મજબૂર થઈને પણ જવું પડતું હતું.એટલે કણબી અને દાસી એ શબ્દોના અર્થમાં કોઈ ફરક રહેતો નહીં. આ પ્રકારના મૂળ આધાર પર બધા બ્રાહ્મણો ફાટી  ગયા અને શૂદ્રોને એટલા નીચા ગણવા માંડ્યા કે એ વિશે જો બધી હકીકત લખવામાં આવે તો એનો અલગ જ ગ્રંથ થઈ જાય. આવી કેટલીક વાતો આજે પણ સમાજમાં પ્રચલિત છે. ગ્રંથ મોટો થઈ જશે એ ડરથી આ વાતોની ચર્ચા ટૂંકમાં જ કરું છું. એ પ્રકારે આજકાલના બ્રાહ્મણો પણ ( ભલે ને એ ઝાડુ લગાવનાર માતંગ મહારની જેમ અભણ હોય તોય તે) ભૂખે મરવા લાગ્યા. એટલે જે નહીં કરવાં જોઈએ એ નીચ કર્મ કરવા તૈયાર છે. એ લોકો પાપપુણ્યની કલ્પનામાં કોઈ પણ પ્રકારનો નિષેધ રાખતા નથી.અજ્ઞાની શૂદ્રોને પોતાની જાળમાં ફસાવવા જાત જાતની તરકીબો શોધતા ફરે છે. છેવટ જ્યારે એમનું કાંઈ ન ચાલે તો શુદ્રોના બારણે ભીખ માગી જેમ તેમ પોતાનું પેટ ભરે છે. પરંતુ શૂદ્રોને ઘેર નોકર બની એમના ખેતરનાં જાનવરોની સંભાળ લેવા રાજી નથી થવાના. એટલે જાનવરોની ગમાણમા  પડેલ પોદળા ઉપાડવા, ગમાણની સાફસૂફી કરવા, છાણની ટોપલી માથે ઊંચકવા તૈયાર નહીં થાય. છાણની ટોપલી ઉઠાવી ઉકરડે નાખવા માટે તૈયાર નહીં થાય.એ લોકો ખેડૂતના ખેતરમાં હળ જોતરવા , બળદ જોડી ખેતરને ખેડવા, ફળ શાકભાજીમાં પાણી વાળવા તૈયાર નહીં થાય.આ લોકો ખળામાં કામ કરવા તૈયાર નહીં થાય.આ લોકો ખેતરમાં ગોડ કરવા કોદાળી પાવડા ચલાવવા, ખેતરમાંથી ઘાસ કાપી ભારો માથે ઊંચકવા તૈયાર નહીં થાય. એ લોકો હાથમા લાકડી લઈ રાતની રાત રખવાળું કરવા તૈયાર નહિ થાય.ખેતરમાં દાતરડાથી ઘાસ વાઢી  બળદ માટે ખેતરમાંથી ચારનો ભારો બાંધી માથે ઊંચકવા રાજી નહીં થાય. એ લોકો કોઈ પણ પ્રકારનો શારીરિક શ્રમ કરતાં શરમાય છે. એ લોકો શૂદ્રોના ઘરમાં નોકર થઈ એમની ઘોડીઓની સાફ સફાઈ કરવા, દાણોપાણી કરવા, ઘોડાની આગળ પાછળ દોડવા માટે શરમાય છે.એ લોકો  શુદ્રોનાં જૂતાં બગલમાં દબાવી સાચવવા રાજી નહીં થાય. એ લોકો શુદ્રોના ઘરની સાફ સફાઈ કરવા, એમના ઘરનું ફાનસ સાફ કરી સળગાવવા તૈયાર નહીં થાય. તેઓ શૂદ્રોના  ઘેર લીંપણ કરવા તૈયાર નહીં થાય. એ લોકો રેલવે સ્ટેશન પર , માલ ઊંચકવા કૂલી તરીકે કામ કરવા, ભંગારનું કામ કરવામાં શરમાય છે. એ જ રીતે બ્રાહ્મણ સ્ત્રીઓ શૂદ્રોની નોકરાણી થઇ શૂદ્ર સ્ત્રીને નવડાવશે નહીં, એમના વાળ નહીં ઓળે. શૂદ્રોને ઘેર  સાફ સફાઇ નહીં કરે ,  શૂદ્ર સ્ત્રી માટે પથારી નહીં કરે, એમની સાડીઓ , એમનાં કપડાં ધોવા રાજી નહીં થાય. એમનાં જૂતાં સંભાળવા શરમાય છે.

પછી જ્યારે મહા અરિ મહાર લોકો પોતાના શૂદ્ર ભાઈઓને બ્રાહ્મણોની જાળમાં છોડાવવા બ્રાહ્મણો સાથે દલીલ કરવા લાગ્યા. એમની ઉપર હુમલા કરવા લાગ્યા . એટલે ખિજાઈને તિરસ્કારથી એમણે શૂદ્રએ અડકેલું ભોજન ખાવાનો ઇન્કાર કરવા લાગ્યા . આ નફરતને કારણે આજકાલના બ્રાહ્મણ શૂદ્રોએ અડકેલ ભોજન તો શું  પાણી પણ નથી પીતા. બ્રાહ્મણોની કોઈ ચીજ શૂદ્ર અડકે તો એ ચીજ અભડાઈ ગઈ એટલે લેવી ન જોઈએ એવી  મરજાદી (માંગલિક) હોવાની સંકલ્પના પેદા કરી છે જે એક આમ રિવાજ બની ગયો. પછી મોટા ભાગના શૂદ્રવિરોધી ગ્રંથકારોએ , બીજાની વાત છોડો, પોતાના મનની જરાય લાજ શરમ બચી નહોતી એટલે એમણે  મરજાદને એટલું બધું  મહત્વ આપ્યું કે માંગલિક બ્રાહ્મણ  કોઈ શૂદ્રના અડકવાથી વેંત અપવિત્ર, અમાંગલિક થઈ જાય. આના સમર્થન માટે એમણે ધર્મશાસ્ત્ર જેવાં ઘણાં અપવિત્ર, ભ્રષ્ટ પુસ્તકો લખ્યાં છે. બ્રાહ્મણોએ એ વાતની પણ  પૂરી કાળજી રાખી છે કે  શૂદ્રોને કોઈ પણ રીતે વાંચવા લખવાનું ન શીખવવું. એમને જ્ઞાન-ધ્યાન  ન આપવું જોઈએ.કેમકે થોડા સમયમાં  જો શૂદ્રોને પોતાના વીતેલા કાળના શ્રેષ્ઠ હોવાની સ્મૃતિ રહે તો તો એ ક્યારેક ને ક્યારેક એમની છાતી પર ચડી બેસવામાં કોઈ કસર નહીં રાખે.એમના વિરુદ્ધ બળવો, વિદ્રોહ કરશે. એટલે એમણે શૂદ્રોને ભણવાથી, જ્ઞાન ધ્યાનની વાતોથી દૂર રાખવાનું પૂરું ષડયંત્ર રચ્યું. એમણે પોતાનાં ધર્મશાસ્ત્રોમાં શૂદ્રોના ભણવા વિરુદ્ધ કાનૂન બનાવ્યા. એટલું જ નહીં કોઈ બ્રાહ્મણ કોઈ ધર્મગ્રંથનો અભ્યાસ કરતો હોય તો એના અભ્યાસનો એક શબ્દ પણ શૂદ્રોના કાને પડવો ન જોઈએ.એ વાતની પણ પૂરી વ્યવસ્થા એમણે કરી અને આવ વિધાન પણ એમણે પોતાનાં ધર્મશાસ્ત્રોમાં લખી રાખ્યાં હતાં. આ વાતની ઘણી સાબિતી મનુસ્મૃતિમાં છે જ. આને આધારે આજકાલના મરજાદી  બ્રાહ્મણ પણ એ જ રીતે અપવિત્ર, ભ્રષ્ટ  પુસ્તકો શૂદ્રો આગળ વાંચતા નથી. પણ હવે સમયમાં પરિવર્તન આવ્યું છે. હવે જ્યારે ખ્રિસ્તી ગણાતી અંગ્રેજ સરકારની ધાકથી કેળવણી વિભાગના પેટભરુ બ્રાહ્મણોને પોતાના મોઢે એ કહેવાની  હિંમત જ નહિ થાય કે એ શૂદ્રોને નહીં ભણાવે.તો પણ એ લોકો પોતાના પૂર્વજોની લુચ્ચાઈ, હરામખોરી લોકો સામે મૂકવાની હિંમત નહીં બતાવે. એમનામાં  એ હિંમત નથી કે શૂદ્રોને સાચી સમજ આપે અને પોતાના પૂર્વજોની ભૂલોનો સ્વીકાર કરે અને પોતાનું ખોટું મહત્વ ન બતાવે. એમને આજે પણ એમના જુઠ્ઠા ઇતિહાસ પર ગર્વ છે.

તેઓ શાળામાં શૂદ્રોનાં બાળકોને કામચલાઉ વ્યાવહારિક જ્ઞાનની વાતો પણ નથી શીખવતા. પરંતુ તેઓ શૂદ્રોનાં બાળકોને ફાલતુ દેશઅભિમાન અને દેશગર્વની વાતો ભણાવતા રહે છે અને પાકા અંગ્રેજ વિરોધી દેશભક્ત બનાવે છે. પછી એ અંતે એ શૂદ્રોનાં બાળકોને શિવાજી જેવા ધર્મભોળા, અજ્ઞાની શૂદ્ર રાજા વિશે ઉલટીસીધી વાતો શીખવતા રહે છે.શિવાજી રાજાએ પોતાના દેશને મલેચ્છોથી મુક્ત કરાવી ગૌબ્રાહ્મણોનું કેવું રક્ષણ કર્યું એ 
વિશે જૂઠ્ઠી, ઘડી કાઢેલી કહાણીઓ શીખવાડી એમને પોલા સ્વધર્મ બ્રાહ્મણ ધર્મના અભિમાની બનાવે છે. બ્રાહ્મણોના આ ષડયંત્રને લીધે શૂદ્ર સમાજના શક્તિ અનુસાર જોખમી કામ કરવા લાયક  લોકો વિદ્વાન બની શકતા નથી. આનું પરિણામ એ આવે છે કે બધાં સરકારી ખાતાંઓમાં સરકારી નોકરીઓમાં કર્મચારી- અધિકારી તરીકે  બ્રાહ્મણોની ફોજ ભેગી થઈ જાય છે.  શૂદ્ર સમાજના લોકો સરકારી નોકરીમાં ન આવે એટલા માટે  તેેઓ એટલી સિફતપૂર્વક ચતુરાઈથી જુલમ કરે છે કે  જો આ વિશે પૂરી હકીકત લખવામાં આવે તો કલકત્તામાં ગળીના ખેતીના બગીચાઓમાં મજૂરો પર અંગ્રેજો જે જુલમ ગુજારે છે એ તો હજાર રૂપિયામાં અડધા આના જેટલો જ કહેવાય. અંગ્રેજ રાજમાં પણ ચારે કોર બ્રાહ્મણના હાથમાં (ટોપીવાળા માટે નામની જ ) સત્તા હોવાને કારણે તેઓ શૂદ્ર પ્રજાને જ નહીં સરકારને પણ નુકસાન પહોંચાડે છે અને એ લોકો આગળ ઉપર  ભવિષ્યમાં. નુક્સાન  નહીં પહોંચાડે એની કોઈ ગેરંટી નથી. બ્રાહ્મણોના આ વર્તન વિશે સરકારને પણ જાણ છે તો પણ અંગ્રેજ સરકાર આંધળાનો વેશ ભજવી રહી છે અને કેવળ બ્રાહ્મણ કર્મચારી અધિકારીના ખભે હાથ મૂકી એમની નીતિ મુજબ ચાલી રહી છે. પરંતુ અંગ્રેજ સરકારને બ્રાહ્મણોની આ નીતિને કારણે ગંભીર જોખમ પેદા થવાની શકયતા છે એ  વાતનો કોઈ ઇન્કાર નહીં કરી શકે. એનો અર્થ એટલો જ કે  બ્ર્રહ્માએ મૂળનિવાસીઓને ગુુલાામ બનાવી  દીધા  પછી એ એટલો બધો ફૂલીને ફાળકો  થઈ ગયા છે કેે મહા અરિ લોકોએ એનું નામ  ઉપહાસમાંં પ્રજાપતિ કરી દીધું છે એવો તર્ક કરી શકાય. પરંતુ બ્રહ્મા પછી આર્યોનું મૂળ નામ ભટ લુપ્ત થઈ ગયું અને પછીથી એમનું નામ બ્રાહ્મણ થઈ ગયું.



પ્રકરણ : 6

બલિ રાજા, જ્યોતિબા,મરાઠા,ખંડોબા, મહાસૂબા,નવ ખંડોના ન્યાયી, ભૈરોબા, સાતઆશ્રિત,ઘેરો ઘાલવો, રવિવારને પવિત્ર માનવો,વામન, શ્રાદ્ધ કરવું, વીંધ્યાવલી, બલી રાજાનું મરણ, સતી,આરાધી લોકો, બલીરાજા બનાવવું, બીજા બલીરાજા આવવાની ભવિષ્યવાણી, બાણાસુર, કુજાગરી, વામનનું મૃત્યુ, ઉપાધ્યે, હોળી, વીર પૂર્વજોની ભક્તિ, બલિ પ્રતિપદા,ભાઈબીજ વગેરે વિશે.


ધો. પછી બલિરાજાએ શું કર્યું?


જો.બલિરાજાએ પોતાના રાજના બધા સરદારોને પાડોશી રાજાઓ પાસે તરત મોકલ્યા અને એ વાતની તાકીદ કરી કે બધાએ કોઈ દલીલ કર્યા સિવાય પોતાની પૂરી ફોજ લઈ એની મદદ માટે આવવું.



ધો.આ દેશનો એટલો મોટો વિસ્તાર બલિને આધીન હતો?



જો. આ દેશના ઘણા પ્રદેશો   બલિરાજાને આધીન હતા. એ ઉપરાંત સિંહલદ્વીપ વગેરે પડોશના ઘણા પ્રદેશ એના રાજ હેઠળ હતા.જો કે ત્યાં બલિ નામનો એક ટાપુ પણ હતો. એની દક્ષિણે કોલ્હાપુરની પશ્ચિમ દિશામાં બલિના અધિકારમાં કોંકણ અને માવળા પ્રદેશના કેટલાક ભાગ હતા. ત્યાં જ્યોતિબા નામે મુખી હતો. કોલ્હાપુરથી ઉત્તરે રત્નાગીરી  નામનો પહાડ હતો મુખ્યત્વે ત્યાં એનું રહેઠાણ હતું.. એ જ રીતે દક્ષિણમાં બલિના તાબામાં બીજો એક પ્રદેશ હતો જેને મહારાષ્ટ્ર કહેવામાં આવતો.ત્યાંના બધા  મૂળ રહેવાસીઓ મહારાષ્ટ્રી કહેવાતા. બાદમાં એનું અપભ્રંશ રૂપ થયું મરાઠી.મહારાષ્ટ્ર પ્રદેશ બહુ મોટો હતો, બલી રાજાએ એને નવ ભાગમાં વહેંચી દીધો હતો.એને લીધે પ્રત્યેક ખંડના મુખીને ખંડોબા કહેવામાં આવતા એવા ઉલ્લેખ મળે છે. દરેક ખંડના મુખીને યોગ્યતા મુજબ એના હાથ નીચે ક્યાંક એક તો કયાંક બે પ્રધાન રહેતા હતા.એ રીતે દરેક ખંડોબાના હાથ નીચે  બહુ બધા મલ્લ એટલે કે પહેલવાન હતા એટલે એ મલેખાન કહેવાયા. 



એ નવમાં એક જેજુરીનો ખંડોબા હતો. આ ખંડોબા નામનો મુખી પોતાની આસપાસ પડોશના રાજાઓની નીચે રહેનારા મલ્લોની સાન ઠેકાણે લાવી એમને પોતાના વર્ચસ્વમાં રાખતો હતો.એટલે એનું નામ મલ્લ અરિ પડી ગયું. 'મલ્હારી' એનું અપભ્રંશ છે. એની એ વિશેષતા હતી કે એ ધર્મ અનુસાર જ લડતો હતો. એણે ક્યારેય પીઠ દેખાડી ભાગતા શત્રુ પર પ્રહાર કર્યો નહીં.એટલે એનું નામ માર તોન્ડ પડ્યું જેનો અપભ્રંશ છે 'મારતાંડ'.એ ઉપરાંત એ દીન ગરીબ લોકોનો દાતા હતો.એને ગાવાનો બહુ શોખ હતો.એણે સ્થાપેલા અથવા એના નામ પર પ્રસિદ્ધ મલ્હાર રાગ છે. આ રાગ એટલો સરસ છે કે એને આધારે તાનસેન નામે મુસ્લિમોમાં જે પ્રસિદ્ધ ગાયક થયો એણે પણ એક પ્રસિદ્ધ મલ્હાર રાગ બનાવ્યો છે. આ ઉપરાંત બલિરાજાએ મહારાષ્ટ્રમાં મહાસૂબા અને નવ ખંડોના ન્યાયીના રૂપમાં બે મુખી મહેસૂલ વસૂલી અને ન્યાય કરવા માટે નીમ્યા હતા  એવો ઉલ્લેખ પણ છે. એમના હાથ નીચે ઘણા મજૂરો હતા એવો ઉલ્લેખ મળે છે.એ મહાસૂબાનો અપભ્રંશ 'મ્હાસોબા' થયું છે. એ સમયે સમયે લોકોની ખેતીવાડીની તપાસ કરતો હતો અને એને આધારે મહેસૂલમાં છૂટ આપતો અને બધાને ખુશ રાખતો. એટલે મરાઠા લોકોમાં એક પણ ખેડૂત (કુલ) એવો નહીં મળે જે પોતાની ખેતીવાડીમાં કોઈ પથ્થરને મહાસૂબાને નામે સિંદૂર લગાવી ધૂપ કરી એનું નામ લીધા વગર ખેતર વાવે.એ તો એનું નામ લીધા વગર ખેતરમાં દાતરડું પણ ન ચલાવે. એનું નામસ્મરણ કર્યા વિના ખળામાં રાખેલ અનાજનો ઢગલો  તોલી પણ ન શકે. બલીરાજાએ  બ્રાહ્મણ સૂબા બનાવી ખેડૂતો પાસેથી વસૂલી કરવાની રીત  યવન લોકોએ અપનાવી હશે એવો તર્ક કરી શકાય. કેમકે એ સમયે યવન લોકો જ નહીં  પરંતુ મિસરના કેટલાક વિદ્વાન અહીં આવી જ્ઞાન પ્રાપ્ત કરતા હતા એવા પૂરાવા મળે છે. ત્રીજી વાત એ કે અયોધ્યાની પાસે કાશી ક્ષેત્રની આસપાસ કેટલાક વિસ્તારમાં બલિરાજાનું રાજ હતું એ પ્રદેશને દસમો ખંડ કહેવામાં આવતો.અહીંના મુખી થોડા સમય પહેલાં કાશી શહેરના કોટવાલ હતા એના પણ પૂરાવા મળે છે.

એ ગાયનકલામાં એટલો  કુશળ હતો કે એણે પોતાના નામ પર સ્વતંત્ર રાગ બનાવ્યો. એ ભૈરવ રાગ સાંભળી  તાનસેન જેવો પ્રખ્યાત મહાગાયક પણ નતમસ્તક થઈ ગયો.પોતાની જ કલ્પનાથી એણે દૌર નામનું વાદ્ય બનાવ્યું. દૌરની રચના એટલી વિલક્ષણ છે કે એના તાલ સૂરમાં મૃદંગ, તબલાં વગેરે વાદ્ય પણ એની બરાબરી ન કરી શકે. પરંતુ એની પર બહુ ધ્યાન ન દેવાથી એને જોઈએ એટલી   પ્રસિદ્ધિ  મળી નથી. એના જે સેવક છે એ ભૈરવાડી તરીકે ઓળખાય છે જેનો અપભ્રંશ 'ભરાડી' છે. એમાં એ વાતની ખબર પડે છે કે  બલિરાજાનું રાજ આ દેશમાં અજપાલ ઉર્ફે રાજા દશરથના પિતા જેવા કેટલાય રાજાઓના રાજ કરતાં મોટું હતું. એટલે બધા રાજાઓ એની જ નીતિઓનું અનુસરણ કરતા હતા.એટલું જ નહીં ,એમાંના સાત બલિરાજાને ખંડણી આપી એના આશ્રયમાં રહેતા હતા. એટલે એનું નામ  સાતઆશ્રિત પડી ગયું હતું એવો ઉલ્લેખ મળે છે.

એનો અર્થ એ કે આ બધાં કારણોને લીધે  બલિનું રાજ વિશાળ હતું અને એ બહુ બળવાન હતો.એ વાતની સાબિતી એક લોક કહેવત છે, જેની લાઠી એની ભેંસ. ' બળી તો કાન પીળી.' એનો અર્થ એ કે જેનું બળ એનું રાજ. બલિરાજા અમુક અગત્યનાં કામ પોતાના સરદારોને સોંપતો હતો. એ  વખતે બલિરાજા  દરબાર ભરતો.  બધાની સામે એક ઊંઘી વાળેલી થાળી રહેતી જેમાં હળદરનો ભૂકો,નાળિયેર અને પાનનું  બીડું રહેતું.એ જાહેર કરવામાં આવતું કે જેનામાં આ  કામ કરવાની હિંમત છે એ આ પાનનું બીડું ઉઠાવે.જેનામાં હિંમત હોય એ આગળ આવી પાનનું બીડું ઉઠાવતા, 'જય જય મહાવીર' બોલી, કપાળમાં હળદરનું તિલક કરતા,  નાળિયેર અને પાનનું બીડું ઉઠાવી માથે અડકાડી પોતાના ખેસમાં બાંધી લેતા. એ વીરને બલિરાજા સાહસનું  કામ સોંપતા.વીર બલિરાજાની રજા લઈ પોતાના લશ્કર સાથે પૂરી તાકાતથી શત્રુ પર હુમલો કરી દેતા.એટલે એ સંસ્કારનું નામ 'તડ ઉઠાવવું' પડ્યું હશે,જેનુ અપભ્રંશ 'તડી ઉઠાવવી' થયું હશે. વળી બલીરાજા પોતાની બધી પ્રજા સાથે મહાદેવના રવિવારને પવિત્ર માનતો હતો. એ પૃષ્ઠભૂમિમાં આજે પણ મરાઠા માતંગ, મહાર, કુનબી, માળી દર રવિવારે પોતાના કુળદેવની મૂર્તિને પાણીથી સ્નાન કરાવે છે, ભોજન અર્પણ કરે છે, એ સિવાય તેઓ પાણીનું ટીંપું ય પીતા નથી.

ધો. બલિરાજાના રાજની સરહદે જઈ વામને શું કર્યું?

જો.વામન પોતાની સેના લઈ સીધો બલિરાજાના રાજમાં ઘુસી ગયો. એ બલિરાજાની પ્રજાને મારીમારીને તગેડી મૂકતો અને હાહાકાર મચાવી દેતો.  એ કૂચ કરતો બલિરાજાની રાજધાની સુધી પહોંચી ગયો. એટલે બલિરાજાને પોતાની દેશભરમાં ફેલાયેલી સેના એકઠી કરે તે પહેલાં લાચાર થઈ પોતાની હાજર હતી તે સેના લઈ યુદ્ધભૂમિ પર વામનનો સામનો કરવા ઉતરવું પડ્યું. બલિરાજા ભાદરવા વદ એકમથી લઈ અમાસ સુધી રોજ વામનની સેના સાથે યુદ્ધ કરી રાતે આરામ કરવા પોતાના મહેલમાં આવતો હતો.એટલે એ પંદર દિવસમાં બંને પક્ષે એકબીજા સાથે લડતાં યુદ્ધમાં માર્યા ગયેલા લોકોની મરણતીથિ ધ્યાનમાં રહી. એટલે દર વરસે ભાદરવા મહિનામાં એ દિવસોમાં શ્રાદ્ધ કરવાનો રિવાજ ચાલુ થયો એમ માનવાને કારણ છે.આસો સુદ એકમથી આઠમ સુધી બલિરાજા વામન સાથે યુદ્ધમાં એટલો વ્યસ્ત હતો કે એ બધું ભૂલીને યુદ્ધ કરતો રહ્યો, આરામ કરવા મહેલે પણ ન આવતો. બલિરાજાની વિંદ્યાવલી રાણીએ પોતાના હિજડા પંડિત સેવક પાસે એક ખાડો ખોદાવ્યો અને તેમાં જલાઉ લાકડાં મૂકાવ્યાં. તે આઠ રાત અને આઠ દિવસ કશું ખાધાપીધા વિના બેસી રહી.એણે પોતાની સાથે એક પાણીનો કળશ રાખ્યો.રાણી આ રીતે ફક્ત પાણી પીને કશું ખાધા પીધા વિના વિજયની કામના કરતી વામનની બલા ટળે એ માટે બેસી  મહાવીરની પ્રાર્થના કરતી રહી.એટલામાં આસો સુદ આઠમે યુદ્ધમાં બલિરાજા હણાયાના સમાચાર સાંભળતાં જ એણે ખાડામાં મુકાયેલ લાકડાંને આગ ચાંપી અને પોતે એ આગમાં કૂદી પડી. એ દિવસથી સતીપ્રથા શરૂ થઈ એમ કહી શકાય.જ્યારે રાણી વિંદ્યાવલી પતિના વિયોગથી આગમાં કૂદીને મરી ગઈ ત્યારે એની સેવક સ્ત્રીઓ અને હિજડા પંડાઓ  પોતપોતાના દેહ પરનાં કપડાં ફાડી,છાતી ફૂટતા, જમીન પર હાથ પટકતા, રાણીના સદગુણોનું વર્ણન કરતા એ ખાડાની આસપાસ પ્રદક્ષિણા કરી પોતાનો શોક પ્રગટ કરવા લાગ્યા, "હે મારી દયાળુ રાણી, તારો ડંકો વાગ્યો." દુઃખની ચિતાની જ્વાળાઓ ફેલાય નહીં, શાંત થઈ જાય એ માટે ધૂર્ત બ્રાહ્મણ ગ્રંથકારોએ તક ઝડપી એ ખાડાને હોમ કુંડનું રૂપ આપી આડી અવળી ખોટી બદમાશી ભરેલી કથાઓ ગૂંથી કાઢી હશે એમાં કોઈ શંકા નથી. યુદ્ધભૂમિમાં  બલિરાજાના મરણ પછી બાણાસુર એક દિવસ મુસીબતોનો સામનો કરતો રહ્યો.પછી બચેલી સેના લઈ આસો સુદ નોમની રાતે ભાગી ગયો. યુદ્ધમાં વિજયના મદમાં બલિરાજાની રાજધાનીમાં કોઈ પુરુષ નથી એ સોનેરી તકનો લાભ લઈ વામને રાજધાની પર હુમલો કર્યો.વામન પોતાની આખી સેના સાથે આસો સુદ દશમે વહેલી સવારે ત્યાં પહોંચ્યો. એણે ત્યાંના આંગણામાં જે સોનુ હતું એ બધું લૂંટી લીધું. એ શબ્દનો અપભ્રંશ એટલે 'શિલંગણનું સોનુ લૂંટી લીધું.' એ લૂંટ પછી વામન તરત પોતાના પ્રદેશ પાછો ફર્યો.ત્યાં પહેલેથી એની સ્ત્રીએ મજાક માટે ચોખાની કણકીમાંથી બલિરાજાનું પૂતળું બનાવી પોતાના દરવાજાને ઉંબરે મૂક્યું હતું. વામન ઘેર પહોંચ્યો તો એની પત્નીએ એને  હસતાં હસતાં  કહ્યું "જુઓ, બલિરાજા તમારી સાથે ફરી યુદ્ધ કરવા આવ્યો છે."  એ સાંભળતાં જ વામને એ કણકીના  બલિરાજાને લાત મારી ફેંકી દીધો અને ઘરમાં દાખલ થયો.એ દિવસથી વિજયાદશમીએ બ્રાહ્મણ સ્ત્રીઓ કણકી કે ભાતનો બલિરાજા બનાવે  છે અને પોતાના ઘરના ઉંબરે મૂકે છે. પછી પોતાના ડાબો પગ પેલા કણકીના બલીરાજાના પેટ પર મૂકે છે અને કચનારની લાકડી થઈ એનું પેટ ફોડે છે અને મૃત બલિરાજાને ઓળંગી પોતાના ઘરમાં દાખલ થાય છે. આ વરસોથી ચાલ્યો આવતો રિવાજ છે. (બ્રાહ્મણોના ઘરમાં આ તહેવાર બહુ ઉત્સાહથી ઉજવવામાં આવે છે એટલે એને બ્રાહ્મણોનો ઉત્સવ કહે છે.) એ જ રીતે બાણાસુરના લોકો આસો સુદ દશમની રાતે પોતપોતાના ઘેર ગયા.એ સમયે એમના ઘરની સ્ત્રીઓએ બીજા બલિરાજાનું પૂતળું રાખી અને એ ભવિષ્યવાણી જાણીને કે બીજો બલિરાજા ઈશ્વરના રાજ્યની સ્થપના કરશે પોતાના ઘરના ઉંબરે ઉભા રહી એની આરતી ઉતારી હશે અને કહ્યું હશે કે,'અલા બલા ટળો ને બલિનું રાજ આવો.' એ દિવસથી આજ લગી સેંકડો વરસ થયાં પણ બલિના રાજના ઘણા વિસ્તારોમાં ક્ષત્રિય સ્ત્રીઓ દર વરસે આસો સુદ દશમે સાંજે પોતાના પતિ અને પુત્રની આરતી ઉતારી 'બલિનું રાજ આવો' એ ઈચ્છા છોડી નથી. એ જ બતાવે છે કે  આગળ ઉપર જે બલીરાજા આવશે તે કેટલો સારો હશે.ધન્ય છે એ બલિરાજા,ધન્ય છે એ રાજનિષ્ઠા. પરંતુ આજના તથાકથિત  મરજાદી હિંદુઓ અંગ્રેજ શાસકોની મહેરબાની થાય એ માટે, અંગ્રેજ સરકારમાં મોટાં પદ અને પ્રતિષ્ઠા મળે એ માટે વિલાયતની રાણીના જન્મદિવસે સભાઓમાં લાંબાંલચક ભાષણો ઠોકે છે પરંતુ છાપાંઓમાં કે અંદરઅંદરની વાતચીતમાં એમના વિરુદ્ધ રોષ વ્યકત કરે છે.



ધો.એ વખતે બલિરાજાએ જે સરદારોને બોલાવ્યા હતા એ વહારે આવ્યા કે નહીં?



જો.નાનામોટા સરદારો પોતાના સૈન્ય સાથે આસો સુદ દશમે  બાણાસુરને જઈ મળ્યા.આ સાંભળી રાજમાં વસતા બધા બ્રાહ્મણો ગભરાઈને જીવ લઈને વામન તરફ નાઠા. આ રીતે આવેલ બ્રાહ્મણોને જોઈ વામન પણ ગભરાઇ ગયો. એણે બધા બ્રાહ્મણોને ભેગા કર્યા અને  આસો સુદ પૂનમની રાતે એ બધા ભેગા થઈ આખી રાત જાગ્યા, ભગવાન સામે પ્રસાદ ચડાવી  બાણાસુરથી પોતાનું રક્ષણ કેવીરીતે કરવું એની રણનીતિ તૈયાર કરવા લાગ્યા.બીજે દિવસે વામન પોતાનાં પત્ની, બાળકોને લઈ પોતાની સેના સાથે પોતાના રાજની સરહદે પહોંચી બાણાસુરની રાહ જોવા લાગ્યો.

ધો.પછી બાણાસુરે શું કર્યું


જો. બાણાસુરે કશું જોયું નહીં અને એકદમ વામન ઉપર હુમલો કરી દીધો.પછી બાણાસુરે વામનને હરાવ્યો અને એની પાસે જે કંઇ હતું બધું લૂંટી લીધું. પછી એણે વામનને એના લોકો સાથે એની જમીન પરથી તગેડી હિમાલયના પહાડ ઉપર હાંકી કાઢ્યો.પછી એણે વામનને એકેક અન્નદાણા માટે લાચાર કરી દીધો કે એના ઘણા લોકો ભૂખે મરી ગયા.છેલ્લે એની ચિંતામાં ને ચિંતામાં વામન મરી ગયો. વામનના મરવાથી બાણાસુરના લોકોમાં આનંદ આનંદ થઈ ગયો.એ કહેવા લાગ્યા કે બ્રાહ્મણોમાં વામન એક બહુ મોટું સંકટ હતો.એના મરવાથી, એનો નાશ થવાથી અમારું શોષણ, પીડન,પૂરું થઈ ગયુ. એ સમયથી બ્રાહ્મણોને ઉપાધ્ય કહેવાનું ચાલુ થયું હશે.પછી આ ઉપાધ્ય લોકોએ યુદ્ધમાં માર્યા ગયેલા પોતાના સગાંવહાલાંના નામે ચિતા (જેને આજકાલ હોળી કહે છે ) સળગાવી એમનું દહન કર્યું.કેમકે એમનામાં પહેલેથી જ મૃતને સળગાવવાનો રિવાજ હતો. એ રીતે બાણાસુર અને બીજા તમામ ક્ષત્રિય આ યુદ્ધમાં મરેલા એમનાં બધાં સગાંનાં નામ ફાગણ વદ એકમથી વીર બની, હાથમાં નાગી તલવારો લઈ ઉત્સાહમાં નાચ્યા, કૂદયા અને એમના મૃત વીરોનું સન્માન કર્યું. ક્ષત્રિયોમાં મૃતને જમીનમાં દફનાવવાની બહુ પુરાણી પરંપરા જોવા મળે છે.અંતે બાણાસુર એ  એ ઉપાધ્યાના રક્ષણ માટે કેટલાક લોકોને ત્યાં રાખ્યા અને બાકીના લોકોને લઈ એ પોતાની રાજધાની પહોંચ્યો.બાણાસુર પોતાની રાજધાની પહોંચ્યો એ પછી એને જે આનંદ થયો એનું વર્ણન કરવાથી ગ્રંથ બહુ લાંબો થઈ જાય એ ડરથી  અહીં હું એ ઘટનાનું ટૂંકો ઇતિહાસ આપું છું. બાણાસુરે આસો વદ તેરશે પોતાના ધનની ગણતરી કરી અને પૂજા કરી. પછી નૈવેદ્ય ચૌદશે એણે વદ અમાસે પોતાના બધા સરદારોને ભાવતાં ભોજન કરાવ્યાં અને બહુ મોજ કરી.  કારતક સુદ એકમે પોતાના સરદારોને યોગ્યતા પ્રમાણે ઇનામ આપ્યાં અને પોતપોતાના વિસ્તારમાં પાછા ફરી કામમાં લાગી જવાનો હુકમ કર્યો.આથી ત્યાંની બધી સ્ત્રીઓને બહુ આનંદ થયો. એમણે કારતક સુદ બીજે પોતપોતાના ભાઈઓને શક્તિ મુજબ ભોજન કરાવ્યું. પછી એમણે ભાઈઓની આરતી ઉતારી અને કહ્યું,'અલાબલા જાય,બલિનું રાજ આવે'. આ રીતે એમણે આવનારા બલિના રાજની યાદ અપાવી. ત્યારથી આજ સુધી દર વર્ષે દિવાળીએ ભાઈબીજના દિવસે ક્ષત્રિય છોકરીઓ  પોતપોતાના ભાઈને આવનાર બલિના રાજની યાદ અપાવે છે. પરંતુ ઉપાધ્યે કુળમાં આ રીતે યાદ અપાવવાનો રિવાજ બિલકુલ નથી.


ધો.પરંતુ બલિરાજાને પાતાળમાં દાટી દેવા આદિનારાયણે વામન અવતાર લીધો.એ વામને ભિખારીનું રૂપ લીધું અને બલિરાજાને છળકપટથી ફસાવ્યો.એણે બલિરાજા પાસેથી ત્રણ ડગલાં ધરતીનું દાન  માગ્યું. બલિરાજાએ ભોળપણમાં દાન આપવાનું વચન આપી દીધું. વચન મળતાં જ એણે ભિખારીનું રૂપ છોડી એટલો વિશાળ માણસ બની ગયો કે એણે બલિરાજાને પૂછ્યું કે હવે મારે ત્રીજું પગલું કયાં મૂકવું? એનું આ વિશાળકાય રૂપ જોઈ બલિરાજા લાચાર થઈ ગયો અને જવાબ આપ્યો કે હવે તમે ત્રીજું પગલું મારા માથે મૂકો. આ સાંભળીને ગલીચગેંડાએ એનું ત્રીજું પગલું બલિરાજાના માથા ઉપર મૂક્યું અને બલિરાજાને પાતાળમાં દફનાવી પોતાનો ઈરાદો સિદ્ધ કર્યો. આવી વાત બ્રાહ્મણ ઉપાધ્યેએ  ભાગવત વગેરે પુરાણોમાં મૂકી છે.પરંતુ આપે જે હકીકતનું વર્ણન કર્યું છે એનાથી તો એ પુરાણકથા ખોટી સાબિત થાય છે.એટલે એ વિશે હું જાણવા માગું છું.

જો.હવે તું જ વિચાર કર, જ્યારે એ ગલીચગેંડાએ પોતાનાં બે પગલાંમાં આખી ધરતી અને આકાશને આવરી લીધું હશે ત્યારે એના પગ તળે કેટલાં ગામ, ગામના લોકો દબાઈ ગયા હશે ને એમણે પોતાના નિર્દોષ પ્રાણ ગુમાવ્યા હશે કે નહીં?  બીજી વાત એ કે એ ગલીચગેંડાએ બીજું પગલું આકાશમાં ભર્યું હશે ત્યારે આકાશમાં તારાઓની બહુ ભીડ હશે એટલે તારાઓ એકબીજા સાથે અથડાયા હશે કે નહીં? ત્રીજી વાત એ કે એ ગલીચગેંડાએ પોતાના બીજા ડગલાંમાં જો આખા આકાશને હડપી લીધું હશે તો એના શરીરનો કમર ઉપરનો ભાગ ક્યાં ગયો હશે? આ ગલીચગેંડાએ કમરથી ઉપર માથા સુધી આકાશ શેષ બાકી રહ્યું હશે.ત્યારે આ ગલીચગેંડાએ ત્રીજું પગલું પોતાના માથે જ મૂકવાનું હતું અને પોતાનો ઈરાદો સિદ્ધ કરવાનો હતો.પરંતુ એણે પોતાનો ઈરાદો પૂરો કરવાની વાત અલગ જ રાખી હતી અને માત્ર ને માત્ર છળકપટથી પોતાનું ત્રીજું પગલું બલિરાજાના માથે મૂકી દીધું અને એને પાતાળમાં  દફનાવી દીધો.એની આ નીતિને શું કહેવું?

ધો. એ ગલીચગેંડો સાચે જ આદિનારાયણનો અવતાર છે ? એણે આ રીતે સરેઆમ  છેતરપીંડી કેવી રીતે કરી? જે લોકો આવા ધૂર્ત, દુષ્ટ વ્યક્તિને આદિનારાયણ  માને છે એ ઇતિહાસકારોને છી છી કરતાં આપણે એનો વિરોધ કરીએ છીએ.કેમકે એમના લેખોથી જ વામન છળ કરનાર, દગાબાજ, વિનાશકારી અને હરામખોર સાબિત થાય છે.એણે પોતાના દાતાને જ, જેણે એની ઉપર ઉપકાર કર્યો હતો, દયા કરી હતી એને પાતાળમાં દફનાવી દીધો.

જો.ચોથી વાત એ કે એ ગલીચગેંડાનું માથું જયારે આકાશ ચીરીને સ્વર્ગમાં ગયું હશે ત્યારે એણે બહુ જોરથી બૂમ પાડી બલિને પૂછવું પડ્યું હશે કે હવે મારાં બે પગલાંમાં ધરતી અને આકાશ સમાઈ ગયાં  હવે તમે જ કહો, હું ત્રીજું પગલું ક્યાં મૂકું? અને મારી ઈચ્છા અને તમારી ઈચ્છા કેવી રીતે પૂરી કરું? કેમકે આકાશમાં એ ગલીચગેંડાનું મોં અને પૃથ્વી પર બલિરાજા બને વચ્ચે માઇલોના માઈલોનું અંતર રહ્યું હશે અને આશ્ચર્યની વાત એ કે રશિયન,અંગ્રેજ, અમેરિકન વગેરે લોકોમાં એકેયને આ સંવાદનો એકેય શબ્દ સાંભળવામાં ન આવ્યો એ જેવી અજબ જેવી વાત છે! એ રીતે ધરતીના મનુષ્ય બલિરાજાએ વામન નામના ગલીચગેંડાને જવાબ આપ્યો કે તમે તમારું ત્રીજું પગલું મારા માથા પર મૂકી દો.  પછી એ વાત એણે સાંભળી હશે એ પણ આશ્ચર્યની વાત છે. કેમ કે બલિરાજા એના જેવો વિચિત્ર બન્યો નહોતો. પાંચમી વાત એ કે એ ગલીચગેંડાના વજનથી ધરતીને કાંઈ જ નુકસાન થયું નહીં એ કેવી નવાઈની વાત છે!

ધો.જો ધરતીને નુકસાન થયું હોય તો આપણને આ દિવસ ક્યાંથી જોવા મળત? એ ગલીચગેંડાએ શું શું ખાઈને જીવ બચાવ્યો હશે? પછી જ્યારે એ ગલીચગેંડો મર્યો હશે ત્યારે એના વિશાલ મડદાને સ્મશાન લઈ જવા ચાર કાંધ દેનારા ક્યાંથી મળ્યા હશે? એ જે જગાએ મરી ગયો હશે એને સળગાવવા પૂરતાં લાકડાં ક્યાંથી મળ્યાં હશે? જો એવી વિશાળ લાશ  સળગાવવા લાકડાં મળ્યાં નહીં હોય તો  એને ત્યાં જ કૂતરાં શિયાળ વગેરે પ્રાણીઓએ ફાડી ખાધો હશે. ભાગવત જેવા ગ્રંથોમાં આ સવાલના.   જવાબ મળતા નથી. એનો અર્થ સ્પષ્ટ છે કે ઉપાધ્યોએ પછીના કાળમાં સમય જોઈ બધી પુરાણકથાઓના આવા ગ્રંથોની રચના કરી હશે એ સાબિત થાય છે.


જો.તાત,તું એકવાર આ ભાગવત પુરાણ જરૂર વાંચ. તને એ ભાગવત પુરાણથી ઇસપનીતિ વધારે સારી લાગશે.



જોતીરાવ ગોવિંદરાવ ફુલે( 1827 1890)

જોતીરાવ ગોવિંદરાવ ફૂલે 1827-1890 મહાત્મા જોતીરાવ ફુલેની જીવનરેખા ડૉ. વાય.ડી.ફડકે એ લખેલ છે. તેઓ મહાત્મા ફુલે સંપૂર્ણ વાંગ્મયના સંપાદક અને મહ...