વરાહ અને હિરણાક્ષ વિશે
ધો. કચ્છના મરણ પછી દ્વિજોનો મુખી કોણ થયું?
જો. વરાહ.
ધો. ભાગવત વગેરે ઇતિહાસકારોએ એવું લખ્યું છે કે વરાહનો જનમ સુવરમાંથી થયો.આપ શું માનો છો?
જો. ખરેખર તો મનુષ્ય અને સુવર બંને એકદમ અલગ જ છે. મારી વાત સ્પષ્ટ કરવા અને તારા મનનું સમાધાન કરવા અહીં દાખલા તરીકે હું એક જ વાત કહેવા માગું છું કે બાળકના જનમ પછી એ કેવું વર્તન કરે છે એટલું જ આપણે જોઈએ. મનુષ્ય જાતિની નારી પોતાનાં બચ્ચાંને જનમ આપીને એ બાળકને કોઈ કષ્ટ ન પડે એની કાળજી રાખે છે અને પ્રેમથી એનું લાલનપાલન કરે છે. પરંતુ સુવરી કૂતરીની જેમ પોતાના પહેલા બચ્ચાને એકદમ ખાઈ જાય છે. એ પછી બીજા બચ્ચાને જનમ આપે છે. આથી એ સાબિત થાય છે કે સુવરી માતા પોતાના પહેલા બચ્ચાને ખાઇ ગઈ હશે અને તે પછી માનવસુવર ને જનમ આપ્યો હશે. ભાગવત વગેરે ગ્રંથ લખનારાઓ મુજબ જો વરાહ આદિનારાયણનો અવતાર છે તો એના સર્વજ્ઞ હોવાને અને સમદ્રષ્ટિને ડાઘ લાગ્યો કે નહીં? કેમકે વરાહ આદિનારાયણનો અવતાર હોવાને લીધે એમને પેદા કરનાર સુવરીને એના મોટા સુવર ભાઈને મારીને ખાવો ન જોઈએ. એણે પહેલેથી જ આ વિશે વ્યવસ્થા કેમ ન કરી? હાય, પદ્મા સુવરી વરાહ આદિનારાયણની મા જ છે ને? એણે આ રીતે પોતાના નાનકડા અબુધ બાળકની હત્યા કેમ કરી? 'બાળહત્યા' શબ્દનો અર્થ બાળકને જાનથી મારી નાખવું એ જ થાય છે, ભલેને એ બચ્ચું કોઈનું પણ કેમ ન હોય. પરંતુ એ બાળક પેદા કરી એને મારીને ખાઈ ગઈ. આવા અન્યાયનો અર્થબોધ થાય એવો શબ્દ કોઈ શબ્દકોશમાં ખોળવાથી પણ ન મળે.જો એને ડાકણ કહીએ તો ડાકણ પણ પોતાનાં સંતાનને ખાઈ જતી નથી.એવી જૂની કહેવત છે. એ વરાહની પદ્મામાતાને આવા અઘોર કર્મ બદલ નરકયાતના ભોગવવામાંથી છૂટકારો મળે, પાપમાંથી છૂટવાને કંઈ પ્રાયશ્ચિત કર્યું હોય એવો ઉલ્લેખ પણ મળતો નથી એનો મને બહુ અફસોસ છે.
ધો. જો વરાહની સુવરી માતાનું નામ પદ્મા હોય તો એથી સાબિત થાય છે કે એના સુવર પતિનું પણ કોઈને કોઈ નામ હોવું જોઈએ, કેમ?
જો. પદ્મા સુવરી ના પતિનું નામ બ્રહ્મા હતું.
ધો. હવે એ સમજાય છે કે પ્રાચીન કાળમાં જાનવર મનુષ્યોની જેમ એકબીજાનાં નામ રાખતા હતા જેમકે બ્રહ્મા, નારદ, મનુ. એમનાં નામ આ ગપોડી ગ્રંથ લખનારાઓને કેમ ખબર પડી હશે? બીજી વાત એ કે પદ્મા સુવરીએ વરાહને પોતાના સ્તનનું દૂધ પીવડાવ્યું જ હશે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. પરંતુ એ પછી એ થોડો મોટો થયો પછી ગામનાં ખંડેરોમાં બહુ કોમળ ફૂલ છોડનો ચારો ચરવાની એને આદત પડી ગઈ હશે કે નહીં એ તો એ વરાહ આદિનારાયણ જ જાણે. આ રીતે એમના ધર્મગ્રંથોમાં ઘણા મહત્વના સવાલોના પૂરાવા મળતા નથી.એટલે મને લાગે છે કે ધર્મગ્રંથોમા લખેલું આ બધું જુઠ્ઠું છે કે વરાહ સુવરી એ પેદા કર્યા. અને આવી જૂઠમૂઠ વાતો શાસ્ત્રોમાં લખતાં એ ગ્રંથ લખનારાઓ ને કોઈ લાજશરમ જ ન આવી?
જો. વાહ વાહ. અને તારા જેવા લોકો આવા જૂઠમૂઠ ગ્રંથો વાંચી બ્રાહ્મણ, પંડા, પુરોહિતોનાં સંતાનોના પગ ધોઈ એનું પાણી પીવે છે. હવે તું જ કહે, આમાં એ લાજશરમ વગરના છે કે તમે?
ધો. ખેર, આ બધી વાત છોડો. તમારા જ કહેવા પ્રમાણે એ મુખીનું નામ વરાહ કેવી રીતે પડ્યું?
જો. કેમકે એનો સ્વભાવ, આચાર વર્તન,રહેણીકહેણી બહુ ગંદુ હતું અને જ્યાં જ્યાં જતો ત્યાં ત્યાં એ જંગલી સુવરની જેમ ઝપાટો મારતો અને પોતાનું કામ સિદ્ધ કરતો. આને લીધે જ મહાપ્રતાપી હિરણ્યગર્ભ અને હિરણ્યકશ્યપ નામના બે ક્ષત્રિયોએ એનું નામ ધિક્કાર વ્યક્ત કરવા સુવર અથવા વરાહ રાખ્યું. આથી એ વળી ઓર ચિડાઈ ગયો અને એમના પ્રદેશો પર વારંવાર હુમલો કરી ત્યાં રહેતા લોકોને રંજાડવા લાગ્યો. છેવટે એક યુદ્ધમાં એણે હિરણ્યાક્ષ ઉર્ફે હિરણ્યગર્ભને મારી નાખ્યો. એનું પરિણામ એ આવ્યું કે દેશના બધા રાજાઓ ગભરાઇ ગયા અને મૂંઝાઈ ગયા.એટલામાં વરાહ મૃત્યુ પામ્યો.
No comments:
Post a Comment