બીજો બલિરાજા, બ્રાહ્મણ ધર્મની ફજેતી,શંકરાચાર્યની બનાવટી વાતો, નાસ્તિક માન્યતા, નિર્દયતા, પ્રાકૃત ગ્રંથકર્તા, કર્મ અને જ્ઞાનમાર્ગ, બાજીરાવ પેશવા,મુસ્લિમો પ્રત્યે નફરત અને અમેરિકન તથા સ્કોચ ઉપદેશકોએ બ્રાહ્મણોના બનાવટી કિલ્લાની દીવાલો તોડી નાખી વગેરે વિશે.
ધો.તાત, હવે તો હદ થઈ ગઈ.કેમકે આપે શિવાજીના પંવાડાની પ્રસ્તાવનામાં એ લખ્યું હતું અને સાબિત કર્યું હતું કે ચાર ઘરની ચાર ગ્રંથકર્તા બ્રાહ્મણ છોકરીઓએ મળીને ઘરની કોટડીમાં બેસી જૂઠ અને છેતરપિંડીની રમત રમી.
જો.પરંતુ આગળ એક દિવસ દલિતોનો દાતા, સમર્થક,મહાપવિત્ર, સત્યજ્ઞાની,સત્યવક્તા બલિરાજા આ દુનિયામાં પેદા થયો. ત્યારે એણે આપણને સૌને પેદા કરનારા મહાપિતાનો ઉદ્દેશ્ય જાણી લીધો.નિર્મિક(નિર્માણ કરનાર ઈશ્વર) દ્વારા આપવામાં આવેલા સત્યમય પવિત્ર વર્ણન અને અધિકાર ભોગવવા સૌને સમાન તક મળે એ માટે જ્યારે એ બલિરાજાએ પોતાના દીન દુર્બળ શોષિત ભાઈઓને બધા બ્રાહ્મણોની- બનાવટી, દુષ્ટ, ધૂર્ત,સ્વાર્થી બહેલિયાઓની - ગુલામીમાંથી મુક્ત કરી ન્યાય પર આધારિત રાજની સ્થાપના કરી . આમ એક રીતે જોવા જઈએ તો એણે 'અલા બલા જાઓ, બલિનું રાજ આવો' એવી આપણી વડીલ નારીઓની આકાંક્ષાને અમુક હદ સુધી પૂરી કરી એમ કહી શકાય.તાત, જ્યાં મિસ્ટર ટોમ પેન્સ જેવા મોટા મોટા વિદ્વાનોના પૂર્વજ આ બલિરાજાના પ્રભાવમાં આવી પોતાની પાછળની બલાઓ દૂર કરી સુખેથી જીવન પસાર કર્યું.
છેવટે જ્યારે બલિરાજા ઈસુ મસીહાને ચાર દુષ્ટ લોકોએ શૂળી પર ચડાવ્યો એ સમયે આખા યુરોપમાં ધમાલ મચી ગઇ. કરોડો લોકો એના અનુયાયી બની ગયા અને એ પોતાના નિર્મિકના શાસન મુજબ આ દુનિયામાં એનું જ શાસન સ્થપાય એ માટે સતત કોશિશ કરતા રહ્યા.
જયારે આપણા વિસ્તારમાં સ્વસ્થ વ્યવસ્થિત વાતાવરણ સ્થપાયું ત્યારે ઘણા શાણા અને તેજસ્વી બલિઓએ (વિદ્વાનોએ) ઘરની કોટડીમાંની નાદાન છોકરીઓના જૂઠ અને ફરેબ ખેલને ખેદાનમેદાન નાખ્યો. શાક્યમુનિ જેવા સત્પુરુષે બ્રાહ્મણોને વેદમંત્ર અને જાદુમંત્ર ચમત્કારથી મુક્ત કર્યા અને પોતાના અનુયાયી બનાવ્યા.પશુઓનો બલિ ચડાવી ઉત્સવને બહાને બ્રાહ્મણો ગોમાંસ ખાતા હતા.ઘમંડી, પાખંડી,સ્વાર્થી, દુરાચારી બ્રાહ્મણો જેમના ગ્રંથોમાં જાદુમંત્રો સિવાય કશું નહોતું એ ગ્રંથો પર બુદ્ધે મેંશ ચોપડી, એટલે કે એ ગ્રંથોને નકાર્યા ત્યારે મોટાભાગના બ્રાહ્મણો હોશમાં આવ્યા.એમાંથી વધ્યાઘટયા કૂતર્કી બ્રાહ્મણો કર્ણાટક ભાગી ગયા.એ લોકોનો શંકરાચાર્ય નામનો વિતંડાવાદી મહાપંડિત પેદા થયો.એ બ્રાહ્મણવાદી પંડિતે જ્યારે જોયું કે દુષ્ટ કર્મની ધૂર્તતાને લીધે એના બ્રાહ્મણોની
નિંદા થઈ રહી છે,થૂ થૂ થઈ રહી છે, બુદ્ધના ધર્મનો ચારેકોર પ્રસાર થઈ રહયો છે અને બ્રાહ્મણોનો ધંધો પેટ પૂરવા પૂરતો પણ ચાલતો નહોતો. એટલે એણે નવી જ બ્રહ્મજાળ શોધી કાઢી.જે દુષ્ટ કર્મોને કારણે એના વેદ સહિત બધા ગ્રંથોનો બૌદ્ધ જનતાએ વિરોધ કર્યો હતો એનો શંકરાચાર્યે ઊંડો અભ્યાસ કર્યો અને બૌધ્ધોએ જે વાતે બ્રાહ્મણોની ટીકા કરી હતી એમાંથી ફક્ત ગોમાંસ ખાવું અને દારૂ પીવો એ બેની જ મનાઈ કરી. પરંતુ પછીથી એણે પોતાના બધા ગ્રંથોમાં ફેરફાર કરી એ બધાને મજબૂત કરવા એક નવા મત-વાદની સ્થાપના કરી જેને શંકરાચાર્યનો વેદાંતનો જ્ઞાનમાર્ગ કહે છે. એ પછી એણે જુદી જુદી જગાએ મઠ સ્થાપી શિવલિંગની સ્થાપના કરી. આ દેશમાં આવેલા તુર્કને, ક્ષત્રિયોમાં, હિંદુઓના એક વર્ણમાં સમાવી દીધા.એ પછી જેમ મુસલમાનોએ તલવારના જોરે ઇસ્લામ ચલાવ્યો એમ એણે તલવારના જોરે બૌધ્ધોને હરાવ્યા.એણે બૌધ્ધોને ઘાણીએ ઘાલી મોતને ઘાટ ઉતાર્યા એટલું જ નહીં બૌધ્ધોના અનેક મૌલિક અને સારા સારા ગ્રંથો બાળી દીધા.માત્ર અમરકોશ પોતાના ઉપયોગ સારુ બચાવ્યો.એ પછી ફરીથી પોતાની જાદુમંત્ર વિદ્યા અને ભાગવતની નકામી પુરાણકથાઓ અજ્ઞાની શુદ્રોના દિલદિમાગ પર લાદી દીધી. શંકરાચાર્યના એ ડરપોક ચેલા ધોળે દિવસે મશાલો ચેતવી પાલખીમાં બેસી માથે ટકો કરાવી પવિત્રતા ઓઢતી વિધવા સ્ત્રીઓની જેમ હાહાહીહી કરતા, નાચતા કૂદતા આમતેમ ફરવા લાગ્યા. આમ બ્રાહ્મણોને નાગા થઈ નાચવાની પૂરી આઝાદી મળી ગઈ.
આ સમયે મુકુંદરાજ, જ્ઞાનેશ્વર, રામદાસ વગેરે પાયલીના પંદર ને અધેલીના સોળ ગ્રંથકારો થઈ ગયા.પણ એ બ્રાહ્મણ ગ્રંથકારોમાંથી કોઈ માઇના લાલે શુદ્ર - અતિશુદ્રના ગળામાં બાંધેલી ગુલામીની સાંકળ તોડવાનું સાહસ ન કર્યું. કેમકે એમનામાં એ બધાં દુષ્ટ કર્મોને ખૂલેઆમ છોડવાની હિંમત નહોતી એટલે એમણે એ બધાં દુષ્ટ કર્મોને કર્મમાર્ગ અને નાસ્તિક મતનો જ્ઞાનમાર્ગ એમ બે ભાગમાં વહેંચ્યા અને એની ઉપર ઘણા પાખંડી અને નકામા ગ્રંથો લખી નાખ્યા.આમ એમણે જીવ પર આવી જઈ પોતાની જાતિના સ્વાર્થનું રક્ષણ કર્યું અને અજ્ઞાની શુદ્રોને લૂંટયા, પોતાની જાતિને બહુ ખવડાવ્યું પીવડાવ્યું. પણ પછી તો એમણે પૂરી લાજશરમ મૂકી દીધી. રોજ રાતે જે દુષ્કર્મ ન કરવાં જોઈએ એ પણ ધોળે દહાડે કરવા લાગ્યા.
બાજીરાવ પેશવા રાતે રંગરાગ અને ભોગવિલાસમાં રાચતો પણ બપોર થાય ત્યાં સુધી પછી મુસલમાનનું મોં ન જોવું પડે એ માટે , માસિક આવતું હોય એ સ્ત્રી જેમ ઘરનો ખૂણો પાળે એમ બેસી રહેતો.
પરંતુ હવે કાળે પડખું બદલ્યું. આજની સાંજ અને કાલની સવાર વચ્ચેના સમયે એટલેકે રાતના સમયે આ બધા બ્રાહ્મણોને ભોગવિલાસ ને તાગડધિન્ના માટે સગવડો મળતી હતી ત્યાં જ અંગ્રેજ બહાદુરોનો ઝંડો ચારેકોર ફરકવા લાગ્યો.એ સમયે બલિરાજાના મોટા ભાગના અનુયાયીઓ, અમેરિકન અને સ્કોચ મિશનરી ધર્મ ઉપદેશકો, એમના પોતાના દેશની સરકારોની કોઈ સાડાબારી વગર આ દેશમાં આવ્યા. બલિરાજાએ જે સાચો ઉપદેશ આપ્યો હતો એને બધા નકલી, દુષ્ટ,ધૂર્ત બ્રાહ્મણોને પૂરાવા સાથે બતાવ્યો.એમણે કેટલાય શુદ્રોને બ્રાહ્મણોની અત્યંત અમાનવીય ગુલામીમાંથી છોડાવ્યા.એમણે શુદ્ર - અતિશુદ્રના ગળામાં સદીઓથી ભેરવાયેલી ગુલામીની બેડીઓ તોડીને એ બ્રાહ્મણોના મોઢા પર મારી. બધા બ્રાહ્મણો પાકું સમજી ગયા કે ખ્રિસ્તી ઉપદેશક બ્રાહ્મણોનો પ્રભાવ શુદ્ર - અતિશુદ્ર પર ટકવા નહીં દે અને એમના ઢોલનું પોલ ખોલી નાખશે.એ ડરને કારણે એમણે બલિરાજાના ઉપદેશકો અને શુદ્રો વચ્ચે કોઈ કડી સ્થપાય કે તેઓ હળેમળે, બંને વચ્ચે પરિચય ગાઢ થાય એ પહેલાં જ બલિરાજાના ઉપદેશકો અને અંગ્રેજ સરકારને આ દેશમાંથી કાઢી મૂકવાના ઈરાદાથી જાતજાતની તરકીબો અજમાવી. ઘણા બ્રાહ્મણોએ સરકાર માટે ઘૃણા અને નફરત જાગે એ માટે પોતાની ખાનદાની પાખંડી મંત્રવિદ્યાની મદદથી શૂદ્રને ઉપદેશ આપવાનું ચાલુ કર્યું. બીજી બાજુ બ્રાહ્મણોએ વિદ્યા પ્રાપ્ત કરી અને કેટલાક કારકુન કે બીજા પદે સરકારી નોકરીમાં લાગી ગયા. આમ બ્રાહ્મણોએ જાતજાતનાં સરકારી કામ અપનાવી તમામ પ્રકારની સરકારી નોકરી મેળવી.અંગ્રેજ સરકારની ઓફીસ અને ઘર, બંનેમાં એકેય કામ એવું નહોતું જેમાં બ્રાહ્મણ ના હોય.
રામદાસ, કટ્ટર બ્રાહ્મણવાદી મરાઠી સંત
No comments:
Post a Comment