યુરોપીયન કર્મચારીઓનું નિષ્ક્રિય થવું, ખોતનું વર્ચસ્વ,
મામલતદાર, કલેકટર,રેવન્યુ,જજ અને ઇજનેરી વિભાગના બ્રાહ્મણ કર્મચારીઓ વિશે.
ધો.તાત,એનો અર્થ એ કે બ્રાહ્મણો મામલતદાર વગેરે હોવાથી અજ્ઞાની શુદ્રોને નુક્સાન પહોંચાડે છે?
જો.આજ લગી જે બ્રાહ્મણ મામલતદાર થયા છે એમાંથી ઘણા મામલતદાર એમનાં ખરાબ કરતૂતને કારણે સરકારની નજરમાં ગુનેગાર પૂરવાર થયા છે અને સજાને પાત્ર થયા છે.એ મામલતદાર કામકાજ કરતી વખતે એટલો દુષ્ટ વ્યવહાર કરતા અને ગરીબ લોકો પર એટલો જુલમ ગુજારતા કે એનું વર્ણન કરીએ તો એ કહાણીઓની એક જુદી ચોપડી લખવી પડે.અરે, આ પૂના શહેરમાં બ્રાહ્મણ મામલતદાર કુલકર્ણી પાસેથી યોગ્યતા લખાવી લાવીએ નહીં ત્યાં સુધી મોટા મોટા શાહુકારોની અરજી સ્વીકારતા નહોતા.પછી લોકો યોગ્યતાનું પ્રમાણપત્ર લેવા લોકો ચક્કર મારતા હશે કે નહીં? એ જ રીતે મામલતદાર કુલકર્ણીના અભિપ્રાય વગર શહેરની મ્યુનિસિપાલિટી વિસ્તારમાં કોઈ મકાનમાલિકને એના જૂના મકાનની જગાએ નવું મકાન બનાવવા પરવાનગી આપતા નથી, એ કુલકર્ણી પાસે શહેરનો નકશો તો હોય છે તો પણ નવી ખરીદી કરનારાનાં નામ ઉમેરી દર વરસે એની એક નકલ મામલતદારની ઓફિસમાં રાખવાનો કોઈ રિવાજ જ નથી તો એ જગા વિશે કુલકર્ણી નો અભિપ્રાય જરૂરી અને સાચો છે એ કેમ માનવું? આ બધી વાતોથી તો એવી શંકા થાય કે બ્રાહ્મણ મામલતદાર પોતાની જાતિનાં કલમકસાઈઓના રોટલા શેકે છે . ત્યારે ગામમા એમનો સખત જુલમ રહેતો હશે.જો આપણે આ વાત સાચી ન માનીએ તો ગામડાંનાં અજ્ઞાની, અભણ શુદ્રોનાં ટોળાં પોતાની બગલમાં કપડાં દબાવી બ્રાહ્મણ કર્મચારીઓનાં નામ પોકારતાં આમતેમ ફરતાં રહે છે એ શું ખોટું છે? આ લોકોમાંથી કેટલાક કહેશે "બ્રાહ્મણ કુલકર્ણીને કારણે જ બ્રાહ્મણ મામલતદારે મારી અરજી સમયસર સ્વીકારી નહીં.એટલે કેસના સામેવાળાએ મારા પક્ષના બધા સાક્ષી ફોડી નાખ્યા અને મારે જામીન આપવા પડ્યા." તો કોઈ કહે છે, "બ્રાહ્મણ મામલતદારે મારી અરજી લીધી અને ઘણો સમય દબાવી રાખી,સામેવાળાની અરજી કાલે જ આવી તે લીધી અને મારું ચાલુ કામ અટકાવી દીધું ને મને ભિખારી બનાવી દીધો." કોઈ કહે છે, "બ્રાહ્મણ મામલતદારે હું બોલ્યો એવુ લખ્યું જ નહીં અને પછી એ જુબાનીથી મારો ઝગડો એવો બરબાદ કરી દીધો કે હું પાગલ થઈ જઈશ." કોઈ કહે છે, " મારા સામેવાળાએ બ્રાહ્મણ મામલતદારની સલાહથી મારું બરાબર ચાલતું કામ બંધ કરાવ્યું અને મારા ખેતરમાં હળ જોતરતાં એના હાથમાં મારી અરજી આપી તો એ ચાર પાંચ ડગલાં પાછળ હટી ગયો. હું એની સામે બે હાથ જોડી દુઃખી મને થરથર ધરુજતો ઊભો રહ્યો. થોડી જ વારમાં એ દુષ્ટએ મને પગથી માથા સુધી જોઈ મારી અરજી ફટ દઈને ફેંકી દીધી એમ કહીને કે ' મેં કોર્ટનું અપમાન કર્યું છે.' એણે મને જ સજા કરી.પણ દંડની રકમ ભરવાની મારી તાકાત નહોતી એટલે મારે થોડા દિવસ જેલમાં રહેવું પડ્યું.એટલામાં મેં વાવવા તૈયાર કરેલા ખેતરમાં સામેવાળાએ વાવણી કરી દીધી, ખેતર બથાવી પાડ્યું. મેં કલેકટર સાહેબને બે ત્રણ અરજી આપી, દરેક વાતે જાણ કરી.પણ બધી અરજીઓ ત્યાંના બ્રાહ્મણ કારકૂને ખબર નહીં ક્યાંક દબાવીને મૂકી દીધી.એનું શું કરવું?" કોઈ કહે છે, "મારી અરજી બ્રાહ્મણ કારકૂને કલેકટરને વાંચી સંભળાવી,એણે અરજીના મુખ્ય મુદ્દા હટાવી દીધા. બ્રાહ્મણ કારકૂને મામલતદારે જે લખી મોકલ્યું હતું એ જૈસે થે એણે પણ લખી દીધું." કોઈ કહે છે, "મારી અરજી પર કલેકટરે જે મૌખિક ઓર્ડર કર્યો એનાથી ઉલટો જ લેખિત ઓર્ડર કર્યો, કલેકટર આગળ એમણે જે કહ્યું હતું એમ જ ઓર્ડરમાં લખેલું છે એમ વાંચી સંભળાવ્યું., એ કાગળ પર કલેકટરની સહી લઇ લીધી ,જે કાગળ મને મામલતદાર દ્વારા મળ્યો.એ જોઈ હું દીવાલે માથું પછાડવા લાગ્યો.મેં મનમાં મેં મનમાં કહ્યું,બ્રાહ્મણ કર્મચારી તમે તમારું ધાર્યું કર્યું." કોઈ કહે છે,"જ્યારે કલેકટર સાહેબ પાસે મારી કોઈ સુનાવણી ન થઈ એટલે મેં રેવન્યુ સાહેબને બે ત્રણ અરજી મોકલી.પણ મારી એ બધી અરજીઓ ત્યાંના બ્રાહ્મણ કારકૂનોએ કલેકટરને જ પાછી અભિપ્રાય માટે મોકલી.કલેકટરના બ્રાહ્મણ કર્મચારીએ મારા કાગળ વિશે ઘુમાવી ફિરાવી કલેકટરને કહ્યું કે આ તો બહુ ફરિયાદ કર્યા કરે છે.એમણે અરજીની પાછળ કલેક્ટરનો અભિપ્રાય લખી રેવન્યુ સાહેબને ખોટી જાણકારી આપી." હવે તું જ કહે આવું કરનારાનું આપણે શું કરવું જોઈએ?
કોઈ કહે છે,"મારો કેસ શરૂ થતાં જ વકીલ વચ્ચેક બોલ્યો તો જજ કહે , "ચૂપ! વચ્ચે ન બોલો.' એમણે પોતેજ મારા કાગળ વાંચ્યા પણ કાગળનું એ બિચારા શુ કરે કેમકે કલેકટર કચેરીના બધા બ્રાહ્મણ કર્મચારીઓએ કુલકર્ણીઓની સૂચના મુજબ મારા કેસનું સ્વરૂપ જ બદલી નાખ્યું હતું." કોઈ કહે છે," આજ દિન સુધી બધાં બ્રાહ્મણ કર્મચારીઓના પૂજાઘર ઓરડામાં થતા મંત્રોચ્ચાર મુજબ એમનાં ઘર ભરતાં ભરતાં અમારાં ઘર ઉજ્જડ, બરબાદ થઈ ગયાં. અમારાં ખેતરની લીલામી થઈ,જમીન મિલકત ગઈ,અનાજ ગયું ,અનાજ ભરેલાં બારદાન ગયાં, ઘરની એકેએક ચીજ લૂંટાઈ,પત્ની બાલબચ્ચાંના દેહ પર સોનાનું ફૂલુ પણ ન બચ્યું.છેવટ અમે ભૂખેતરસે મરવા લાગ્યાં.નાનાભાઈએ માટીકામ શોધ્યું,અમે સડકના કામ પર દા'ડીએ લાગ્યા.કોઈ ફાલતુ મરાઠી છાપામાં અંગ્રેજ સરકાર કે એના ધરમની ટીકા આવે તો તેઓ આવતા જતા અભણ,અજ્ઞાની,શુદ્ર મજૂરોને એ સમજાવતા.સરકાર પણ આવા ફાલતુ લોકોને મહેનત કરનારા મજૂરોથી વધારે પગાર આપે છે. પગાર થયા પછી મજૂર જો બ્રાહ્મણ કર્મચારીના હાથમાં કંઈ મૂકે નહીં તો બ્રાહ્મણ કર્મચારી મોટા સાહેબને ઉલ્ટીસીધી વાત કરે અને એને કામે ન રાખે.એટલું જ નહીં કોઈ બ્રાહ્મણ કર્મચારી મજૂરને કહે છે "છૂટ્યા પછી પતરાળા માટે સારાં પાંદડા સાંજે ઘેર જતાં મારે ઘેર આપતો જજે." કોઈ બ્રાહ્મણ કર્મચારી કહે છે,"આજ રાતે ગામમાં પૈસા વ્યાજે આપતી વિધવાને ત્યાં હું નાસ્તા પાણી માટે જવાનો છું. તું ખાઈને મારે ઘેર આવજે,ત્યાં જ સૂઈ રહેજે.બીજા દિવસે પાછો કામે આવવાનું ભૂલતો નહીં. કેમકે કાલે સાંજે એન્જીનીયર સાહેબ આપણું કામ જોવા આવવાના છે, રાવસાહેબે લેખિત જાણ કરી છે." આમ બ્રાહ્મણો દ્વારા કેમકે કલેકટર કચેરીના બધા બ્રાહ્મણ કર્મચારીઓએ કુલકર્ણીઓની સૂચના મુજબ મારા કેસનું સ્વરૂપ જ બદલી નાખ્યું હતું." કોઈ કહે છે," આજ દિન સુધી બધાં બ્રાહ્મણ કર્મચારીઓના પૂજાઘર ઓરડામાં થતા મંત્રોચ્ચાર મુજબ એમનાં ઘર ભરતાં ભરતાં અમારાં ઘર ઉજ્જડ, બરબાદ થઈ ગયાં. અમારાં ખેતરની લીલામી થઈ,જમીન મિલકત ગઈ,અનાજ ગયું ,અનાજ ભરેલાં બારદાન ગયાં, ઘરની એકેએક ચીજ લૂંટાઈ,પત્ની બાલબચ્ચાં ના દેહ પર સોનાનું ફૂલુ પણ ન બચ્યું.છેવટ અમે ભૂખેતરસે મરવા લાગ્યાં.નનાભાઈએ માટીકામ શોધ્યું,અમે સડકના કામ પર દાડીએ લાગ્યા.કોઈ ફાલતુ મરાઠી છાપામાં અંગ્રેજ સરકાર કે એના ધરમની ટીકા આવે તો તેઓ આવતા જતા અભણ,અજ્ઞાની,શુદ્ર મજૂરોને એ સમજાવતા.સરકાર પણ આવા ફાલતુ લોકોને મહેનત કરનારા મજૂરોથી વધારે પગાર આપે છે. પગાર થયા પછી મજૂર જો બ્રાહ્મણ કર્મચારીના હાથમાં કંઈ મૂકે નહીં તો બ્રાહ્મણ કર્મચારી મોટા સાહેબને ઉલ્ટીસીધી વાત કરે અને એને કામે ન રાખે.એટલું જ નહીં કોઈ બ્રાહ્મણ કર્મચારી મજૂરને કહે છે "છૂટ્યા પછી પતરાળા માટે સારાં પાંદડા સાંજે ઘેર જતાં મારે ઘેર આપતો જજે." કોઈ બ્રાહ્મણ કર્મચારી કહે છે,"આજ રાતે ગામમાં પૈસા વ્યાજે આપતી વિધવાને ત્યાં હું નાસ્તા પાણી માટે જવાનો છું. તું ખાઈને મારે ઘેર આવજે,ત્યાં જ સૂઈ રહેજે.બીજા દિવસે પાછો કામે આવવાનું ભૂલતો નહીં. કેમકે કાલે સાંજે એન્જીનીયર સાહેબ આપણું કામ જોવા આવવાના છે, રાવસાહેબે લેખિત જાણ કરી છે." આમ બ્રાહ્મણો દ્વારા જે ત્રાસ ભોગવવો પડે છે એ વિશે મારો ભાઈ ઘેર આવીને વાત કરે છે અને રોવે છે."
એ કહે છે," તાત,અમે શું કરીએ? આ બ્રાહ્મણો અઢારે વરણના ગુરુ છે, એ લોકો પોતાને બધાના ગુરુ ગણે છે.એટલે એ જેવું પણ વર્તન કરે, શુદ્રોએ એક અક્ષર બોલવો નહીં. શુદ્રોને કોઈ ટીકા ટીપ્પણી કરવાનો અધિકાર નથી.એવું એમનાં ધર્મશાસ્ત્રો કહે છે. ધર્મશાસ્ત્રો તો જે કહે તે પણ અમારી પાસે આ રોગનો કોઈ ઈલાજ નથી. જો હું અંગ્રેજી બોલતાં શીખી જાઉં તો બ્રાહ્મણોનાં કારસ્તાન, મીઠું મીઠું બોલીને ફસાવવું વગેરે બધું અંગ્રેજ સાહેબ આગળ રજૂઆત કહી દઉં અને એ લોકોને મજા ચખાડું.
એ સિવાય એન્જીનીયરીંગ વિભાગના બધા કર્મચારીઓની લુચ્ચાઈ વિશે કોન્ટ્રાકટર એટલું બધું કહે છે કે એની પર તો એક અલગ ચોપડી જ લખી શકાય.એટલે એ વાત અહીં પૂરી કરું છું.
આનો અર્થ એ કે ઉપર લખેલી બધી દલીલો જો તમને સાચી લાગે તો એ વિશે ગંભીર વિચાર કરી એનું નિરાકરણ કરવું જોઈએ.એ તમામ કુરીતિઓને સામાજિક જીવનમાંથી જડમૂળમાંથી કાઢવી જોઈએ. સરકારનો એ જ ધર્મ છે. લઇ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયેલા યુરોપીયન કર્મચારીઓએ સરકારના દરબારમાં ગામેગામની હકીકત બતાવવાની જરૂર, ધર્મ અને જાતિના અહંકાર વગેરે વિશે.
ધોડીબા
તાત, જો આમ બધા સરકારી ખાતાંમાં બ્રાહ્મણ કર્મચારીઓના વર્ચસ્વને લીધે થઇ રહ્યું હોય તો યુરોપીયન કલેકટર બેઠા બેઠા શું કરે છે?એ બ્રાહ્મણોની લુચ્ચાઈ વિશે સરકારને રીપોર્ટ એમ આપતા નથી?
જોતીરાવ
અરે, આ બ્રાહ્મણ કર્મચારીઓના વલણને લીધે એમના ટેબલ પર એટલું બધું કામ પડ્યું રહે છે કે એ લોકો એમાંનું થોડુક જ કામ કરી શકે છે.ફક્ત મરાઠી કાગળિયાં પર સહી કરવામાં જ એમના નાકે દમ આવી જાય છે. એટલે એ બાપડાને આ તમામ અનર્થોની તપાસ કરીને એ વિશે સરકારને રીપોર્ટ કરવાનો ટાઈમ જ ક્યાં છે?’આમ હોવા છતાં મેં સાંભળ્યું છે કે કોંકણના મોટા ભાગના દયાળુ યુરોપીયન કલેક્ટરોએ અજ્ઞાની શુદ્રો પર બ્રાહ્મણ જમીનદાર ખોત દ્વારા જે જુલમ ગુજારવામાં આવી રહ્યા છે એ દૂર કરવા, અજ્ઞાની શુદ્રોના પક્ષમાં ખોત વિરુદ્ધ સરકારમાં એ વિશે કોશિશ કરી રહ્યા છે.પરંતુ એ વેળા બધા બ્રાહ્મણ જમીનદાર ખોત અમેરિકન ગુલામોના માલિકોની જેમ પોતાના સ્વાર્થી ધર્મની મદદથી અજ્ઞાની, અભણ શુદ્રોમાં સરકાર વિરુદ્ધ જુઠ્ઠાણાં ફેલાવ્યા છે એટલે મોટા ભાગના અજ્ઞાની શુદ્રોએ યુરોપીયન કલેકટર વિરુદ્ધ સંઘર્ષ કરવાની તૈયારી કરી દીધી છે, એમણે સરકારને કહ્યું છે કે અમારી ઉપર બ્રાહ્મણ જમીનદાર ખોતનો અધિકાર છે એ જૈસે થે રહેવા દો. અહીંના બ્રાહ્મણ જમીનદારોએ અજ્ઞાની અભણ શૂદ્રોને શેતાનની માફક પોતાની મુઠ્ઠીમાં જકડી રાખ્યા છે અને આપણી ભલીભોળી સરકાર વિરૂદ્ધ અભણ શૂૂદ્રોને ઉશ્કેરે છે. ખોતના આવા કારસાને કારણે પરોપકારી કલેકટર પર શું ગુજરી હશે એ જો.
ધોડીબા
આ રીતે અજ્ઞાની શુદ્ર બ્રાહ્મણોના ચડાવ્યા ચડી જાય છે અને પોતાના પગ પર જ કુહાડો મારી રહ્યા છે.આ સારી વાત નથી. આ રીતે આગળ કોઈવાર એમણે બ્રાહ્મણોના ચડાવ્યા સરકાર વિરુદ્ધ હાથ ઊંચા કરી દીધા તો એમનું ઘણું નુકસાન થશે. શુદ્રો માટે બ્રાહ્મણોની ગુલામીમાંથી છૂટવાનો વધારે સારો મોકો મળવો મુશ્કેલ છે. એટલે શૂદ્રોને હાથે કોઈ અનર્થ ન થઇ જાય એ માટે આપને સૂઝતું હોય તો એકવાર જઈને આપણી દયાળુ સરકારને સમજાવો.કેમકે અજ્ઞાની, અભણ શૂદ્રોને કહેવામાં કોઈ ફાયદો નથી.જો એ પછી પણ શુદ્ર સમાજના લોકો મૂરખના મૂરખ જ રહેવા માગતા હોય તો એમાં આપ પણ શું કરી શકો?
જોતીરાવ
એના ઉપાય માટે મારું એમ પણ કહેવું છે કે આપણી દયાળુ સરકારે સૌથી પહેલાં બ્રાહ્મણ સમાજની વસ્તીના પ્રમાણમાં બ્રાહ્મણ કર્મચારીઓની નિમણૂક કરવી કરવી જોઈએ,એથી વધારે નહીં. મારું એ પણ કહેવું છે કે જો એ જ રીતે વસ્તીના પ્રમાણમાં બાકીની જાતિઓના કર્મચારીઓ ન મળતા હોય તો સરકારે એમની જગાએ ફક્ત ને ફક્ત યુરોપીયન કર્મચારીઓની જ નિમણૂક કરવી જોઈએ. મારા કહેવાનો મતલબ એ છે કે પછી બધા બ્રાહ્મણ કર્મચારીઓને સરકાર અને અજ્ઞાની શુદ્રોનું નુકસાન કરવાની તક નહીં મળે.બીજી વાત એ કે સરકારે ફક્ત મરાઠી સારી રીતે બોલી સમજી શકતા યુરોપીયન કલેકટરને આજીવન પેન્શન આપી અજ્ઞાની, અભણ તમામ ગામવાસી બ્રાહ્મણોના હાથમાં રમકડાં બની ગયેલ શુદ્રો સાથે હળીમળી રહેવા પ્રેરિત કરવા જોઈએ. એમણે બ્રાહ્મણ તલાટી વગેરે કર્મચારીઓની ચાલાકી પર કડક નજર રાખવી જોઈએ.જેમને પેન્શન આપવામાં આવે છે એ અધિકારીઓ પાસે નિયમિત સમયે સમયે રિપોર્ટ કરે તો સરકારી શિક્ષણ ખાતાના બ્રાહ્મણ કર્મચારીઓની લાલચુ ચાલાકીનો ભાંડો ફૂટી જશે.વળી કેટલાક વખતથી શિક્ષણ વિભાગની જે ખરાબ દશા થઇ છે એમાં સુધારો થશે. આ રીતે તમામ અજ્ઞાની શોષિત શૂદ્રોને સાચી હકીકતનું ભાન થતાં તેઓ આ બ્રાહ્મણોના કુતર્કી અધિકારોનો વિરોધ કરશે અને એ અજ્ઞાની શુદ્રો પોતાની અંગ્રેજ સરકારના ઉપકારોને કદી ભૂલશે નહીં, મને પૂરો વિશ્વાસ છે કે આપણા શુદ્રોના ગળામાં સદીઓથી આ બ્રાહ્મણોએ બાંધેલી ગુલામીની જંજીરો તોડવામાં બીજા કોઈને રસ નથી.
ધોડીબા
તાત, આપ બચપણમાં અખાડે જતા અને દંડપટ્ટા અને નિશાન તાકી ગોળી ચલાવવાનું શું કામ શીખતા હતા ?
જોતીરાવ
આપણી દયાળુ અંગ્રેજ સરકારને મારી ભગાડવા.
ધોડીબા
તાત, પણ આપને આવી દુષ્ટ સલાહ કોણે આપી?
જોતીરાવ
બે ચાર ભણેલા ગણેલા સુધારક બ્રાહ્મણ વિદ્વાનોથી માંડીને આજના સુધારાવાદી (પરંતુ ઘરના ચૂલા પાસે બીજું કોઈ ન આવી જાય એવું ઇચ્છતા) બ્રાહ્મણો સુધી બધા એ જ કારણ બતાવે છે કે “મોટા ભાગની જાતિઓના લોકો અનાદિ સનાતન ધર્મ વિશે અજ્ઞાન છે એટલે આપણી એકતા રહી નથી. આપણામાં જાતિ ઘૂસી ગઈ છે એટલે આપણે વેરવિખેર થઈ ગયા છીએ એટલે આપણું શાસન અંગ્રેજોના હાથમાં ચાલ્યું ગયું છે.” અને એ લોકો હવે આપણા અજ્ઞાની ભલા ભોળા લોકોને જે દેશાભિમાન છે એ દૂર કરવા પોતાના કપટી ધર્મનો આધાર આપી ખ્રિસ્તી ધર્મબંધુ બનાવી રહ્યા છે. આપણા બધા જાતિના લોકોમાં એકતા કાયમ રહેવી જોઈએ. નહિતર અંગ્રેેેજ લોકોને આપણા દેશમાંથી તગેડી મૂકવાની શક્તિ આપણા લોકોમાં આવશે નહીં, અને તો આપણે અમેરિકા, ફ્રાન્સ અને રશિયાના લોકો સાથે બરાબરી કરી શકીએ એ કદી શક્ય બનશે નહીં . એમણે ટોમસ પેઈન વગેરે લેખકોનાં પુસ્તકોનાં આ ટાંચણ આપી આ પૂરવાર કર્યું છે. એટલે હું બચપણમાં આવું મૂર્ખામી ભરેલું વર્તન કરતો હતો. પરંતુ જ્યારે મેં ઝીણવટથી વિચાર કરતાં એ સુધરેલા બ્રાહ્મણોની સ્વાર્થી મસલતનો સાચો અર્થ સમજાયો.આપણે સૌ શુદ્ર જો અંગ્રેજ લોકોના ગુરૂભાઈ થઈ જઈએ તો બ્રાહ્મણોના નકલી ગ્રંથોનો ધિક્કાર કરીશું અને એમનું જાતિઅભિમાન ભાંગીને ધૂળ ભેગું કરી દઈશું. આપણી શુદ્રોની મહેનતની રોટલી એમને ખાવા નહીં મળે.બ્રહ્માનો બાપ પણ દાવો નહીં કરી શકે કે શુદ્રોથી બ્રાહ્મણ ઊંચા. અરે, એ લોકોના પૂર્વજોને તો દેશભિમાન શબ્દનો અર્થ જ ખબર નહોતી, એટલે તેઓ આ શબ્દનો આવો અર્થ કરે એમાં શી નવાઈ? અંગ્રેજ લોકો બલિરાજા થયા એ પહેલાં ગ્રીક શાળામાંથી દેશભિમાન શીખ્યા હતા, બલિરાજાના અનુયાયી થયા પછી એમનો આ સદગુણ પૂરેપૂરો વિકસ્યો. એની નારબ્રિ બીજા કોઈપણ ધર્મના અનુયાયી કરી શકે એમ નથી.એમને અમેરિકાના બલિરાજાના અનુયાયી જ્યોર્જ વોશિંગ્ટનની જોડ ક્યાં મળે? જો તમે આવા મહાન નેતાની સાથે અંગ્રેજ લોકો સાથે સરખામણી ન કરવા માંગતા હો તો બલિરાજાના ફ્રેન્ચ અનુયાયી લાફાયતની જોડ ક્યાંથી મળશે એ કોઈ કૂતર્કી બ્રાહ્મણ કહેશે નહીં. જો સુધરેલા બ્રાહ્મણ વિદ્વાનોના પૂર્વજોનું દેશભિમાન સાચું હોત તો તેઓ પોતાનાં પુસ્તકોમાં પોતાના જ દેશબંધુ શુદ્રોના હાથે પાણી પીવાનું અપવિત્ર ન માનત. આ બ્રાહ્મણો પોતાને પવિત્ર મને છે અને મનુષ્યનું મળ ખાતી ગાયનું મૂત્ર પીવે છે પણ શૂદ્રના હાથે ફુવારાનું નિર્મળ પાણી પીતાં અભડાઈ જાય છે! આ સુધરેલા બ્રાહ્મણોના પૂર્વજોના અપવિત્ર. દેશભિમાન સામે ગ્રીક લોકના દેશભિમાન આપણે કોના પ્રતાપે સમજ્યા? શુદ્રોને બ્રાહ્મણોની ગુલામીમાંથી છોડાવ્યા એ અંગ્રેજોને આ દેશમાંથી તગેડી મૂકવાની બ્રાહ્મણ વિદ્વાનોની સલાહ કોણ માનશે? પોતાના મુક્તિદાતા પર હાથ ઉઠાવનાર કૃતઘ્ન મૂર્ખ જ હોય.
આ સુધરેલા બ્રાહ્મણોના પૂર્વજોનું અપવિત્ર દેશાભિમાન ગ્રીક લોકોના દેશભિમાન સામે મૂકી જુઓ.
પરંતુ હું તને કહું છું કે અંગ્રેજ લોકો આજે છે, કાલે નહીં હોય. આપણે સર્વ શુદ્રોએ જલ્દીથી બ્રાહ્મણોની પેઢીઓ ની પેઢીઓથી ચાલતી આવેલી ગુલામીમાંથી છૂટવું એમાં મોટું શાણપણ છે. ભગવાને એકવાર શુદ્રો પર દયા કરીને અંગ્રેજ બહાદુરોને હાથે બ્રાહ્મણોનુંં બંડ દબાવી દેવડાવ્યું છે એ સારું થયું.નહિતર , શાહ દાવલ આગળ લિંગ પર રુદ્ર અભિષેક કરતા સુધરેેેલા બ્રાહ્મણોએ કેટલાય મહારોને ધોતી પહેરવા કે કીર્તનમાં સંસ્કૃત શ્લોકનો ઉચ્ચાર કરવા બદલ કાળા પાણીની સજા કરી હોત.
No comments:
Post a Comment