સરકારી કેળવણી ખાતું,મ્યુનિસિપાલિટી, દક્ષિણા પ્રાઈઝ કમિટી,બ્રાહ્મણ છાપાંની એકતા,શુદ્ર અછૂતોનાં બાળકો ને વાંચતાં લખતાં શીખવવું નહીં એવું બ્રાહ્મણોનું ષડયંત્ર
.
ધો.સરકારી બુનિયાદી શિક્ષણ વિભાગના કર્મચારી ગુલાબી બેઇમાની કરે છે એનો શો અર્થ?
જો. હમણાં જે ચોપડીને કારણે બ્રાહ્મણોના બકવાસ ગ્રંથોમાં, શાસ્ત્રોમાં, સાહિત્યમાં જે બેઇમાન વાતો લખવામાં આવી છે, એનો ભેદ ખુલી જશે અને એમના પૂર્વજોનો ભંડાફોડ થશે, તેઓ બેઆબરૂ થશે એ વાતે તેઓ ડરી ગયા છે.એમણે આપણી ભોળી સરકારને ક્યારેક ક્યારેક એકલા મળી અને ક્યારેક ક્યારેક છાપાં દ્વારા જાતજાતની ગુલાબી મસલતો આપી એમના તાબામાં જે સરકારી શાળાઓ છે એ બધાં સરકારી બુનિયાદી શિક્ષણ વિભાગમાંથી આવી મહત્વની ચોપડી અભ્યાસક્રમમાંથી કઢાવી નાખી ત્યારે હું શું કહું? પહેલાંના જમાનામાં કોઈ અજ્ઞાની અધિકારીઓએ ચાર ધર્મભ્રષ્ટ પાખંડી પુરોહિતોના આગ્રહથી આવો ઉપદેશ આપનાર ઉપદેશક બલિરાજાને શૂળીએ ચડાવી દીધો હતો.તો બ્રાહ્મણોનાં ધર્મશાસ્ત્રોની પોલ ખોલનારી ચોપડીને શાળાના અભ્યાસક્રમમાંથી બહિષ્કૃત કરાવી દીધી એમાં શી નવાઈ?
ધો.પણ તાત, આમાં સરકારનો શું વાંક છે એ જરા સમજાવોને.
જો.આપણે કેવીરીતે માની લઈએ કે સરકારનો કોઈ વાંક નથી? સરકારે જે તથાકથિત પ્રગતિશીલ બ્રાહ્મણોની દલીલ પર આ રીતનું સત્ય કહેનારી ચોપડી શાળા અભ્યાસક્રમમાંથી કાઢી નાખી, અને એ ચોપડીનો વિરોધ કરનારાઓની ચોપડી સરકારી કેળવણી ખાતાના અભ્યાસક્રમમાં દાખલ કરી, પછી એ જ લોકોને શુદ્રોની શાળામાં શિક્ષક તરીકે નીમ્યા, શું આ યોગ્ય છે? આ વિશે વિચારતાં ખ્યાલ આવે છે કે કાલે જે વિરોધીઓએ આ પુસ્તક સરકારી કેળવણી ખાતામાંથી કઢાવ્યું, સરકારે એ જ લોકોને સરકારી શાળાઓમાં શિક્ષક તરીકે નિયુક્ત કરી એમને એ પવિત્ર પુસ્તક વિરુદ્ધ શુદ્રોને ઉપદેશ દેવાની તક કેમ આપી રહી છે? આપણી ભલીભોળી સરકારે પવિત્ર સરકારી કેળવણી ખાતાના એ કામમાં. તમામ ભાગ લેનારાઓને એમની ચોપડી સાથે બહાર તગેડી મૂકવા જોઈએ.જો એ શકય ન હોય તો આપણી સરકારે મહેરબાની કરીને આખો કેળવણી વિભાગને જ તાળાં મારી દેવાં જોઈએ જેથી એ લોકો ઘેર બેસી આરામ કરે અને કમ સે કમ આપણી શુદ્રો પર જે કરવેરાનો બોજ પડે છે એ ઓછો થાય. કેમકે કેળવણી વિભાગને એક મુખ્ય બ્રાહ્મણ કર્મચારીને દર વરસે ઓછામાં ઓછા સાત હજાર રૂપિયા પગાર આપવો પડે છે.હવે સુલ્તાની નથી રહી પણ આસમાની મહેર થાય ત્યારે કહો કે આટલી રકમ પેદા કરવા શુદ્રોને કેટલા પરિવારોને એક વરસ સુધી રાતદિવસ ખેતીમાં જોતરાયેલા રહેવું પડતું હશે? ઓછામાં ઓછા એક હજાર શુદ્ર પરિવારોને એમાં જોતરાયેલા રહેવું પડતું હશે.
બીજી વાત,આ પગારના પ્રમાણમાં શુદ્રોને કોઈ લાભ થાય છે? અરે, રોજ ચાર પૈસા કમાનાર શુદ્ર મજૂરોને ધોમ ધખતા તાપમાં સૂરજ ઉગે ત્યાંથી લઈને સૂરજ આથમે ત્યાં લગી સડક પર માટીના ટોપલા માથે ઊંચકવા પડેછે.એ બિચારાને ક્યાંય બહાર જવા ઘડીનીય નવરાશ મળતી નથી. અને બીજી બાજુ કામ કર્યા સિવાય, પરસેવો પાડ્યા સિવાય રોજના વીસ રૂપિયા પગાર લેતા બ્રાહ્મણ કર્મચારીને શાળામાં ખુલ્લી જગાએ ખુરશીમાં બેસવાનું કામ કરવું પડે છે! એ લોકો મ્યુનિસિપાલિટીના મહેમાન બની રોજ સવારસાંજ ગરમી ઓછી થાય એટલે બહાર ફરવા નીકળી પડે છે.એમનો બહાર ફરવા નીકળવાનો ઉદ્દેશ્ય પરિચિતોને હળવામળવા જવાનો હોય છે. એટલે એ લોકો સજીધજી નખરાં કરતા ઘોડાગાડીમાં બેસી શહેરના રસ્તા પર ઉંબર-ખળું જોતાં પોતાનો રોફ છાંટયા કરે છે.પરંતુ એમને આ રોફ છાંટવા સમય કેવીરીતે મળે છે? અરે, એમણે શહેરના લોકોને હજી સુધી એ કહ્યું નથી કે ભણતરથી શું ફાયદો થાય છે, પણ એમને હરવાફરવાની બહુ મજા આવે છે,બહુ ગૌરવ લાગે છે.પણ તોય મિશનરીઓનો મહિને દસ રૂપિયાનો પગારદાર ખ્રિસ્તી ઉપદેશક આ બ્રાહ્મણોથી હજાર દરજ્જે સારો છે. આ લોકો મિશનરી ઉપદેશકના પગની ધૂળ બરાબર પણ નથી.કેમકે જે શહેરમાં એ ખ્રિસ્તી મિશનરી ઉપદેશક રહે છે એ શહેરના નાનાં મોટાં સૌને એ ખબર હોય છે કે એ એક ધર્મઉપદેશક છે. પણ આ બ્રાહ્મણ શિક્ષક જે મકાનમાં રહે છે એની નીચેના મકાનમાં રહેનાર ભાડૂઆતને પણ ખબર નથી હોતી કે એ કેવો તીસમારખાં છે. અરે, બ્રાહ્મણ શિક્ષક પોતાના ઉપરી યુરોપિયન કર્મચારીની પાસે રોજ ઇધરઉધરનાં ગપ્પાં મારી મન ફાવે તેમ શાળામાં કલાક બે ક્લાક ભણાવે છે,અને વરસે બે ચાર લેખિત રિપોર્ટ કરી દે એટલે એનું કામ પૂરું.આવાને જ ચાર ભણેલા ગણેલા લોકો પ્રામાણિક અને દેશભક્ત કહે છે. અરે, આ વેચાઉ બ્રાહ્મણ નોકરો આજ સુધી કેળવણી ખાતાના લાખો રૂપિયા ચાંઉ કરી ગયા છે.પણ સાચું કહું તો એમના હાથે ના કોઈ શૂદ્રને શિક્ષણ મળ્યું છે , ના કોઈ અછૂતને. તેઓ શુદ્ર- અતિશુદ્રમાંથી એકેયને મ્યુનિસિપાલિટીનો સભ્ય બનાવી નથી શક્યા. એટલે હવે તું જ વિચાર કે આ કેળવણી વિભાગમાં જેટલા બ્રાહ્મણ કર્મચારી છે એ બધા વફાદાર નોકરોને આપણા દેશના અજ્ઞાની અછૂતો પ્રત્યે કેટલી હમદર્દી છે! એટલું જ નહીં, આ દેશભક્તો મ્યુનિસિપાલિટીમાં મુખ્ય અધિકારી હોવા છતાં ગઈ સાલ જ્યારે પાણીનો દુકાળ પડ્યો ત્યારે અછૂતોને પીવાનું પાણી મળે એ માટે સરકારી વાવડીનું પાણી ભરવામાં બિલકુલ મદદ ન કરી.એટલે અછૂતો મ્યુનિસિપાલિટીમાં સભ્ય થાય એ કેટલું જરૂરી છે એ તું વિચારી શકે છે.
ધો.આપનું કહેવું સો ટકા સાચું છે.એમાં બે મત નથી. પણ મેં સાંભળ્યું છે કે મ્યુનિસિપાલિટીમાં
કેટલાય શુદ્ર સભ્યો એવા વિદ્વાન છે કે તેઓ પોતાનો મત આપવા' અરે ગોવિંદા' બોલનાર રમકડાંની જેમ પોતાનું માથું હલાવી હા માં હા મિલાવે છે. કેમ કે ત્યાં એક તો સહી કરી શકે એવા ય ઓછા છે ને એમાં થોડાક પૂજ્ય કહેવાતા લોકો.પછી શુદ્ર સભ્યોની કમિટીમાં ખુરશી પર બેસી માથું હલાવી સહી કરનારા અછૂતોમાં મળશે?
જો.એવા શુદ્ર સભ્યો કરતાં અનેક ઘણા સારા લખનાર - બોલનાર અછૂતો મળી રહેશે.પણ બ્રાહ્મણોના નકલી, સ્વાર્થી, પાખંડી ધર્મશાસ્ત્રોને કારણે બધા અછૂતોને અડવું પાપ ગણવામાં આવ્યું. એથી એ બિચારાને શુદ્ર સભ્યોની જેમ બધા લોકોમાં હળીમળીને પૈસાદાર થવાની તક ક્યાં મળે છે? એમને તો હજી પણ ગધેડા હાંકી પોતાનું અને પરિવારનું પેટ ભરવું પડે છે.
ધો.તાત, જાતિ પ્રમાણે જોઈએ તો મ્યુનિસિપાલિટીમાં ખાસ કઈ જાતિના સભ્યોની સંખ્યા વધારે છે?
જો. બ્રાહ્મણોની.
ધો. તાત, એટલે આ મ્યુનિસિપાલિટીમાં મજૂરી કરનારા અને ભંગીને બાદ કરતાં બ્રાહ્મણ કર્મચારીઓની સંખ્યા જ વધારે છે. એમાં પાણી ખાતામાં કામ કરનારા બ્રાહ્મણ કર્મચારીઓ છે.તેઓ ભયંકર ગરમીના દિવસોમાં પોતાની બ્રાહ્મણ જાતિનાં ઘરની ટાંકીઓમાં ફૂલ પાણી ભરી દેતા. અને એ પાણીનો ઉપયોગ આસપાસના બધા બ્રાહ્મણો કપડાં વાસણ ધોવામાં કરતા અને બહુ બધું પાણી એમ જ વહી જતું. પણ જ્યાં જ્યાં ગરીબ વસ્તી હતી, જે મહોલ્લામાં શુદ્રોની વસ્તી છે એ બધા મહોલ્લાની ટાંકીઓમાં બપોર પછી તો પાણીનું ટીંપુંય ન મળતું,બપોરે રસ્તે જતા વટેમાર્ગુને તરસ છીપાવવા પાણી મળવું મુશ્કેલ.પછી ત્યાંના લોકોને લૂગડાં ધોવા, બાલબચ્ચાંને નાવાધોવા પાણી ક્યાંથી મળવાનું? એ ઉપરાંત બ્રાહ્મણ વસ્તીમાં નવી કેટલીય ટાંકી મૂકવામાં આવી. ત્યાં જૂના ગંજ વગેરે મહોલ્લાઓમાં લોકો વરસોથી માગણી કરતા હતા કે અમારા મહોલ્લામાં પાણીની ટાંકી બનાવો.પણ મ્યુનિસિપાલિટીએ એમની વાત પર, એમની બૂમો પર પણ ધ્યાન ન આપ્યું. બ્રાહ્મણ સભ્યોની સંખ્યા બહુ, એટલે એ બિચારા ગરીબોની વાત કોઈ સાંભળતું નહોતું.છેવટે ગઈ સાલ જ્યારે પાણીનો કાળ પડ્યો ત્યારે મીઠ ગંજના મહાર-માતંગોએ કાળા હોજને અડકીને ત્યાં પાણી ભરવાનું શરૂ કરી દીધું ત્યારે મ્યુનિસિપાલિટીને ભાન થયું ને એ લોકોની વાત સાંભળી. આ મ્યુનિસિપાલિટીએ એટલું બધું પાણી જેમ પૈસાનું ખર્ચ કર્યું છે કે મ્યુનિસિપાલિટીના પ્રમુખની સમજ અને પદને એ શોભા નથી આપતું.
છોડો એ વાત. પરંતુ મ્યુનિસિપાલિટીમાં આવી ગરબડ હોવા છતાં એ વિશે મરાઠી છાપાંના પત્રકારો સરકારને કેમ જાણ કરતા નથી?
જો.અરે,બધાં મરાઠીછાપાના તંત્રી બ્રાહ્મણ છે એટલે પોતાની જાતિના લોકો વિરુદ્ધ લખતાં એમના હાથ ચાલતા નથી. જ્યારે યુરોપિયન મુખ્ય તંત્રી હતા ત્યારે એ આ બ્રાહ્મણોની હોંશિયારી ચાલવા દેતા નહોતા. એ વખતે આ બધા બ્રાહ્મણોએ ભેળા થઈ એમની પર એવા આક્ષેપ કર્યા કે એમણે પ્રજાનું આ રીતે નુકસાન કર્યું છે. આ રીતે બ્રાહ્મણોએ એમની વિરુદ્ધ એવી ખોટી ખોટી અફવાઓ ફેલાવી કે ત્રાસી જઈને તેઓ મુખ્ય તંત્રી પદેથી રાજીનામું આપવા મજબૂર થઈ ગયા અને આગળ ઉપર એમણે મ્યુનિસિપાલિટીનું નામ લેવાનું પણ છોડી દીધું. પરંતુ આપણી દયાળુ સરકાર એ બધાં બ્રાહ્મણ છાપાંની વાત સાંભળી સાંભળી એ સમાચાર સાચા છે એમ માની કહી દેતી હતી કે આ લેખમાં શુદ્રો અતિશુદ્રોની વાત વ્યક્ત થઈ ગઈ છે.પરંતુ એમ સમજવામાં આપણી ભલી ભોળી સરકારની બહુ મોટી ભૂલ છે. એમને એટલી પણ ખબર નથી કે બધા બ્રાહ્મણ છાપાંવાળાની શુદ્રો - અતિશુદ્રોની જનમ જનમમાં પણ મુલાકાત થતી નથી. એમાં મોટા ભાગના અછૂત એવા છે જેમને એ ખબર નથી કે છાપું કઈ બલાનું નામ છે, શિયાળ કે કૂતરું કે પછી વાંદરૂ? તો પછી આવા અપરિચિત અજાણ્યા અછૂતોના વિચારની આ બધા પવિત્ર છાપાંવાળાને કયાંથી અને કેવીરીતે જાણ થાય છે? એમણે સરકારની મજાક કરીને અભણ લોકોના દિલને આકર્ષવા જૂઠમૂઠ હમદર્દી બતાવી પોતાનું પેટ ભરવા આ રીતે નવો રસ્તો શોધી કાઢ્યો છે.
જો તમામ સરકારી ખાતાંમાં બ્રાહ્મણ જાતિના જ કર્મચારીઓ ભરતી થવાને લીધે શુદ્ર અતિશુદ્રનું ભયંકર નુકસાન થઈ રહ્યું છે.પરંતુ એને વિશે ઝીણવટથી તપાસ કરવાની એમને ફુરસદ મળતી નથી.એ વાત આપણે સાચી માની શકીએ? ના. કેમકે સાત સમંદર પાર લંડન શહેરની રાણી સરકારના વડા પ્રધાન પોતાના સપનામાં હિંદુસ્તાન વિશે શું શું વાતો કરે છે એ વિશે છાપાંમાં નાનામોટા સમાચાર આવ્યા કરે છે.મારો કહેવાનો અર્થ એ છે કે આ બધું કહેવા એમને ક્યાં ફુરસદ મળે છે? છોડો એ વાત. પણ જો કોઈ ખ્રિસ્તી છાપાવાળાએ લખ્યું કે મ્યુનિસિપાલિટીમાં ગરીબોને દાદ નથી મળતી, એમની કોઈ સુનવાઈ થતી નથી. આવા સમાચાર છાપાંમાં છપાયા પછી બધાં મરાઠી છાપાંની આ રીતના સમાચાર સાર રૂપે અંગ્રેજીમાં અનુવાદ કરી સરકારને બતાવવાનું કામ મ્યુનિસિપાલિટીના જ એક સભ્યને સોંપવામાં આવ્યું છે. પરંતુ એ લોકો આવો રિપોર્ટ મ્યુનિસિપાલિટીમાં ખભે ખભા મીલાવી બેસનાર પોતાના જાતિભાઈઓની
સાડાબારી રાખ્યા સિવાય, પોતાની જાતિનાં લોકો વિરુદ્ધ સરકાર સામે મૂકી શકશે?
ધો. તાત,આ ચોતરફ બધાં ક્ષેત્રોમાં બ્રાહ્મણોનું બહુ વર્ચસ્વ હોવાને લીધે બાકીની બધી જાતિઓનું નુકસાન થઈ રહ્યું છે. એટલે આપ એ સંબંધે એક નાનકડી ચોપડી લખીને ' દક્ષિણા પ્રાઈઝ કમિટી' ને મોકલી આપો.એટલે આ પુસ્તકથી સરકારની બંધ આંખો ઉઘડશે.
જો.બ્રાહ્મણ પોતાના સ્વાર્થ માટે ધર્મના ગપગોળાથી અજ્ઞાની શુદ્રોને કઈ કઈ રીતે બહેકાવી ફોસલાવી ખાય પીવે છે અને ખ્રિસ્તી મિશનરી પોતાના નિસ્વાર્થ ધર્મની મદદથી અજ્ઞાની શુદ્રોને સાચું જ્ઞાન આપીને એમને કઈ રીતે સત્યના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે વગેરે તમામ બાબતો વિશે મેં એક નાનકડું નાટક લખ્યું છે. મેં આ નાટક સને 1855માં ' દક્ષિણા પ્રાઈઝ કમિટી' ને મોકલ્યું હતું. પરંતુ ત્યાં પણ આવા બ્રાહ્મણ સભ્યોની જીદથી યુરોપિયન સભ્યોનું કંઈ ન ચાલ્યું . એ કમિટીએ મારું નાટક પસંદ ન કર્યું. અરે, આ દક્ષિણા પ્રાઈઝ કમિટી પણ મ્યુનિસિપાલિટીની નાની બહેન છે એમ કહેવામાં મને કોઈ વાંધો નથી. દક્ષિણા પ્રાઈઝ કમિટીએ તો શુદ્રોને પ્રેરણા આપવી જોઈતી હતી.શુદ્રોને લખવાની પ્રેરણા મળે એ માટે એમને કેટલી મદદ કરી એ શોધવા દીવો લઈને નીકળો તોય ન જડે.છેવટ મેં એ ચોપડી પાછી ખેંચી લીધી.પછી થોડાં વરસ પછી મેં બીજી નાનકડી ચોપડી બ્રાહ્મણોની ચાલાકી વિશે લખી હતી તે મેં મારા પૈસે છપાવી પ્રસિદ્ધ કરી હતી.એ વેળા પૂનામાં મારા એક મિત્રએ અધિકારીઓને એ પુસ્તક ખરીદવા જાહેરાત સાથે મોકલાવી.પરંતુ એમાંથી એક પણ અધિકારીએ બ્રાહ્મણોની બીકે એ પુસ્તક ખરીદી પોતાના નામે કોઈ દોષ લાગવા દીધો નહીં.પોતે બ્રાહ્મણોના વાંકમાં આવે નહીં એમ કર્યું.
ધો.તાત, સાચું કહું તો આપને આઘુંપાછું કરવાની આદત નથી એટલે આપની ચોપડી વેચાતી નથી.
જો.અરે, બાપ! સારું કામ કરતાં ખરાબ ઈલાજ શોધવા ન જોઈએ.નહીં તો સારા કામ પર જ ડાઘ લાગી જાય. એમણે મારી ચોપડી ન ખરીદી એટલે મને બહુ ભારે નુકસાન થયું? ના.પરંતુ હવે પછી હું આવા લોકોને કોઈ અરજી કરવાનું પસંદ ન કરું. આપણે આપણને પેદા કરનાર પર આધાર રાખવો જોઈએ.એ હું શીખ્યો છું એટલે હું એમનો ત્રણ વાર આભાર માનું છું.
ધો.તાત, આપે જ્યારે બ્રાહ્મણ છોકરીઓ માટે શાળા ખોલી ત્યારે એ સમયે સરકારે આપનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું .પછી આ રીતે આપે અછૂતો માટે શાળાની સ્થાપના કરી એ માટે બ્રાહ્મણોની મદદ લીધી હતી. એ બધી શાળાઓમાં ભણતર તો ચાલુ થઈ ગયું પણ વચ્ચે જ એ બંધ થઈ ગઈ. થોડાં વરસ પછી તમે યુરોપિયન લોકોના ઘેર આવવું જવું એકદમ બંધ જ કરી દીધું. એનું શું કારણ?
જો.બ્રાહ્મણ છોકરીઓ માટે શાળા ખોલી તેથી સરકાર બહુ ખુશ થઈ, મને એક શાલ ભેટ આપી એ સાચી વાત. મને જ્યારે અછૂત છોકરા છોકરીઓ માટે શાળા ખોલવાની જરૂર લાગી તો મેં એ કામ માટે બ્રાહ્મણોને સભ્ય બનાવ્યા અને એ બધી શાળાઓ બ્રાહ્મણોના હાથમાં સોંપી દીધી. મેં જ્યારે અછૂતોનાં છોકરા છોકરીઓ માટે શાળા શરૂ કરી ત્યારે બધા યુરોપિયન ગૃહસ્થોમાં રેવન્યુ કમિશ્નર રીવ્ઝ સાહેબે જે આર્થિક મદદ કરી છે એ હું કદી ભૂલી નહીં શકું. એ ઉદાર ગૃહસ્થે મને માત્ર આર્થિક મદદ કરી એટલું જ નહીં પોતાનો અગત્યનો ધંધો સંભાળતાં સંભાળતાં ઘણી વાર અછૂત શાળામાં આવીને પૂછપરછ કરતા કે વિદ્યાર્થીઓએ વાંચવા લખવામાં કેટલી પ્રગતિ કરી છે. એ રીતે વિદ્યાર્થીઓને ભણવા પ્રેરણા આપવા બહુ કોશિશ કરતા હતા. આ રીતે એમના ઉપકાર અછૂત વિદ્યાર્થીઓની રગ રગમાં સમાઈ ગયા છે. એમના ઉપકારોનો બદલો એ પોતાની ચામડીના જોડા સિવડાવી આપે તો પણ ચૂકવી ન શકે. આ જ રીતે બીજા યુરોપિયન ગૃહસ્થોએ મને ઘણી મદદ કરી છે.એટલે હું એમનો આભારી છું.એ સમયે મને એ કામમાં બ્રાહ્મણ સભ્યો લેવાની જરૂર લાગી.એની અંદરની વાત હું કયારેક બતાવીશ. પરંતુ જ્યારે મેં શાળાઓમાં બ્રાહ્મણોના પૂર્વજોએ બનાવટી શાસ્ત્રોમાં લખેલી છેતરપિંડી ભરેલી વાતો એ વિદ્યાર્થીઓને વંચાવવા સમજાવવા શરૂ કર્યું ત્યારે એ બ્રાહ્મણો અને મારી વચ્ચે રુક્ષતા વધતી ગઈ. એમનું કહેવું એવું થવા લાગ્યું કે અછૂત બાળકોને બિલકુલ વાંચતાં લખતાં શીખવવું ન જોઈએ. પરંતુ જો વાંચવા લખવાનું શીખવવું જરૂરી લાગે તો એમને ખાલી અક્ષરજ્ઞાન આપવું.એનાથી વધારે કંઈ નહીં. પરંતુ મારું કહેવું એ હતું કે એ અછૂત બાળકોને ભણાવી વાંચતા લખતાં શીખવી એમનામાં એવી ક્ષમતા પેદા કરવી જેથી તેઓ પોતાનું હિત અહિત શેમાં છે એ પોતે સમજી શકે. હવે અછૂતોને વાંચતાં લખતાં ન શીખવવું એમ કહેવામાં એમનો શો સ્વાર્થ હશે?
એમના મનની વાત કળવી સહેલું નથી. પણ એવું શક્ય છે કે આ લોકો ભણી ગણીને હોંશિયાર થશે એવું એમને લાગતું હશે.એમને એ પણ લાગતું હશે કે એમને ભણવાગણવાની તક મળી, સાચું જ્ઞાન મળ્યું અને એમને સાચું શું અને ખોટું શું એ સમજ પડી ગઈ તો અમારો વિરોધ કરશે અને સરકારને વફાદાર રહી અમારા પૂર્વજોએ એમના પૂર્વજો પર જે જુલમ ગુજાર્યા છે, જે ત્રાસ ગુજાર્યો છે, એ ઇતિહાસના પાને વાંચીને તેઓ અમારો પૂરેપૂરો વિરોધ કરશે." આ એમની લાગણી હોઈ શકે. આ રીતે જ્યારે મારા અને એમના વિચારોમાં મેળ ન રહ્યો ત્યારે મને એ બ્રાહ્મણ પંડિતોના નકલી સ્વાર્થી સ્વરૂપનો ખ્યાલ આવી ગયો. અને બંને સંસ્થાઓમાંથી નીકળી ગયો. એટલામાં બ્રાહ્મણ પાંડેનો બળવો શરૂ થઈ ગયો.ત્યારથી બધા યુરોપિયન સભ્ય લોકો મારી સાથે પહેલાંની જેમ દિલ ખોલીને વાત નથી કરતા, બલકે મને જોતાં જ એમના ચહેરા પર ગમગીની છવાઈ જાય છે.ત્યારથી મેં પણ એમને ઘેર આવવા જવાનું બંધ કરી દીધું.
ધો.તાત, બ્રાહ્મણ પાંડેને લીધે આ યુરોપિયન લોકોએ આપના જેવા નિર્દોષ લોકોની અવગણના કરી છે.અને આપણને જોતાં જ એમના પર ગમગીની છવાઈ જાય છે.આ એમની ઉદારવાદી દ્રષ્ટિ ને બુદ્ધિને શોભા નથી આપતું.
એ જ રીતે આપણે બ્રાહ્મણ વિધવા સ્ત્રીઓના ગર્ભપાત જેવા જઘન્ય ગુનેગાર કૃત્ય ન કરવાં જોઈએ.એ વિધવા ગર્ભવતી સ્ત્રીઓને ગુપ્ત પ્રસૂતિ કરાવવી જોઈએ.એને માટે આપે આપના ઘેર જ પૂરેપૂરી વ્યવસ્થા કરી છે.અને એ કામ માટે સરકાર પાસે કોઈ પણ જાતની મદદ માગી નથી.એ કામમાં નામના જ બ્રાહ્મણ સભ્યો પાસેથી કંઈ લીધા વિના પોતાના ખર્ચેથી જ આ કામ ચલાવ્યું છે.
જો.આપણી સરકાર વિશે તો એટલું જ કહી શકીએ કે,'જ્યાં દમ ત્યાં હમ.' અછૂતોને અડકવાનો અધિકાર નથી એટલે સ્વાભાવિક રીતે એમના કામધંધાનાં બારણાં બંધ થઈ જાય છે અને એટલે એમણે ચોરી લૂંટફાટ વગેરે ગેરકાયદેસર કામ કરવાં પડે છે. પરંતુ એમણે આવાં ચોરી, લૂંટફાટ વગેરે કામ ન કરવાં જોઈએ. આપણી સરકારે નજીકની પોલીસ ચોકીમાં હાજરી લગાવવાની પ્રથા શરૂ કરી છે,એ સારું કામ કર્યું છે.પરંતુ બ્રાહ્મણોની અનાથ,નિરાધાર વિધવાઓને બીજું લગ્ન કરવાની મનાઈ હોવાને લીધે એમને વ્યભિચાર કરવા મજબૂર થવું પડે છે. એનું પરિણામ ક્યારેક ક્યારેક તો એવું આવે છે કે એમને ગર્ભહત્યા અને નવજાત શિશુની હત્યા કરવા મજબૂર થવું પડે છે.આ બધું આપણી સરકાર ઉઘાડી આંખે જોવે છે.તો પણ માતંગ રામોશીઓની જેમ એમની ઉપર નજર નથી રાખી રહી, એ કેવડી મોટી નવાઈની વાત છે.શું આ અન્યાય નથી? આપણી સરકારને ગર્ભપાત અને નવજાત શિશુ હત્યા કરનાર વિધવાઓ કરતાં ચોરી લૂંટફાટ કરનાર માતંગ મહાર લોકો વધારે દોષિત લાગે છે. બીજી વાત એ કે બ્રાહ્મણોની કામ કમ અને ટપટપ વધારે રહે છે એટલે સમજદાર થઈને નાની અણસમજુ વિધવા બેનને ટકો કરનાર હજામના હાથને રોકવા પોતાનો હાથ આગળ લંબાવી નથી શકતા એવા કાયર લોકોને સભ્ય બનાવી દઈએ તો એનો શું ફાયદો?
ધો.તાત, કાંઈ વાંધો નહીં. પરંતુ આપે અગાઉ કહ્યું છે કે સરકારી શિક્ષણખાતામાં અવ્યવસ્થા છે, એનો શો અર્થ છે?
જો.આ સરકારી કેળવણી વગેરે વિભાગોમાં જે દરેક પ્રકારની અવ્યવસ્થા છે એ વિશે જો લખીએ તો એક અલગ જ ચોપડી થઈ જાય.એટલે એ ડરથી ઉદાહરણ તરીકે એક બે વાતો અહીં લઈ રહ્યો છું.પહેલી વાત તો એ કે શુદ્ર અને અછૂત બાળકોની શાળાઓ માટે શિક્ષક તૈયાર કરવામાં કોઈને રસ નથી, એ કામમાં પૂરી બેદરકારી છે.
ધો.તાત એવું કઈ રીતે કહી શકાય? સરકારે તો તમામ જાતિઓ માટે બાળકો ભણાવવા શિક્ષકને તાલીમ આપવા એક અલગ તાલીમશાળા ખોલી છે.સરકારના મનમાં કોઈ ભેદભાવ જોવા નથી મળતો.
જો. જો તું એમ કહેતો હોય તો એ કહે કેટલા આજ સુધીમાં એ તાલીમ પામેલા શિક્ષકોએ કેટલાં બાળકોને વાંચવું લખવું શીખવાડ્યું છે?અરે, તું શું ઊંધું ઘાલે છે?
ધો.તાત, બધા બ્રાહ્મણ એવું કહે છે કે અછૂતોનાં બાળકોને શાળામાં દાખલ કરશો તો ભારતમાં મોટું ધીંગાણું થઈ જશે,એટલે સરકાર બીવાય છે.
જો.અરે, સરકાર એના લશ્કરમાં બધી જાતિના લોકોને ભરતી કરે છે, તો એ લોકો હિન્દુસ્તાનમાં ધીંગાણું કેમ કરતા નથી? આ બધી સરકારની જ બેદરકારી છે. કેમકે બધી જાતિના લોકોને લશ્કરમાં ભરતી કરતી વેળા સરકાર પોતે એ ભરતી કરી લે છે અને શિક્ષક તાલીમનું કામ એ ફાલતુ કોઈ હરામી લલ્લુપંજુને સોંપે છે. જો એમને આ કામમાં શું કરવું એની જરા પણ ગતાગમ હોત તો એ અછૂતોનાં બાળકોને શિક્ષક તરીકે તૈયાર કરવામાં કોઈ આનાકાની ન કરત.એ રીતે એ શાળાઓમાં બ્રાહ્મણોના બાળકોની આડેધડ ભરતી ન થાત.
ધો. તાત, તો પછી સરકારે આ માટે શું કરવું જોઈએ?
જો. આનો એક જ ઉપાય છે.સરકારે મહેરબાની કરીને આ કામ યુરોપિયન કલેક્ટરને સોંપી દેવું જોઈએ. ત્યારે જ કેળવણી પ્રચારનું કામ સફળ થશે , નહીં તો નહીં. કેમકે શુદ્ર અતિશુદ્ર સાથે એમને નિકટનો સંબંધ હોઈ બ્રાહ્મણ કર્મચારીઓ પર કોઈ પણ પ્રકારનો ભરોસો કરવો જોઈએ નહીં. એમણે ગામેગામ જઈ એ સમજાવવું જોઈએ કે કુલકર્ણીની મદદ વગર ગામનાં બાળકો અને મોટેરાઓને વાંચવા લખવાનું શીખવાથી શું શું ફાયદો થાય છે. જો તેઓ આમ સમજાવશે તો ગામના લોકો પોતાનાં હોંશિયાર બાળકોને વાંચવા લખવાનું શીખવવા પોતાનાં બાળકોને ખુશી ખુશી કલેકટરને સોંપી દેશે. આ રીતે યુરોપિયન કલેકટરના કહેવાથી શિક્ષણના પ્રસારનું કામ જેટલું સફળ થશે એટલું આ રીતે અણસમજુ બ્રાહ્મણ કર્મચારીઓથી સફળ થયું નથી અને થશે પણ નહીં એમ હું ધારું છું. આ વિશે પેલી કહેવત છે ને કે 'જેનું કામ તે કરે, બીજા કરે તો ગોથા ખાય'.એટલે હવે તું જ વિચાર કર,શુદ્ર અને અતિશુદ્ર ભણેલા ગણેલા લોકોની આજે કેટલી જરૂર છે. કેમકે જ્યારે આ જાતિના લોકો ભણી ગણી તૈયાર થશે ત્યારે એમને પોતાની જાતિનું અભિમાન થશે અને તેઓ પોતપોતાની જાતિનાં બાળકોને વાંચતા લખતાં શીખવશે, એમને એ માટે પ્રેરણા આપશે. એ લોકો પોતપોતાની જાતિનાં બાળકોને ઢોર ચરાવવા લાકડી લઈ ઢોર પછવાડે જવાને બદલે શિક્ષણ માટે એટલો પ્રેમ પેદા કરશે કે જ્યારે એ બાળકો મોટાં થશે ત્યારે તેઓ પોતાના બાળકોમાંથી વારાફરતી એકને ખેતરમાં ઢોર સાંભળવા રાખશે અને બાકીનાં બધાં ગામના ચોગાનમાં ગિલ્લીદંડા નહીં રમે.એમને ગામમાં લઈ જઈ શિક્ષક પાસે બેસાડી વાંચતાં લખતાં શીખવવામાં કંઇ કસર નહીં રાખે. અમેરિકામાં અડધા કરતાં વધારે લોકોએ પોતાના ગોરા વર્ણના બંધુઓ વિરુદ્ધ સતત ત્રણ વરસ લડાઈ કરી પોતાના હાથમાં આવેલા ગુલામોને મુક્ત કરી દીધા હતા. ત્યારે આવા મૂર્ખ બ્રાહ્મણો શાળાઓમાં શુદ્ર અતિશૂદ્રને સાચું જ્ઞાન ભણાવી એમને પોતાની ગુલામીમાંથી મુક્ત થવાની પ્રેરણા કેવીરીતે આપી શકશે? અરે,એક બ્રાહ્મણ પ્રોફેસરના પગારમાંથી 6 શુદ્ર કે 9 અછૂત પ્રોફેસર ઓછા પગારે મળવાની પૂરી શક્યતા છે, તોય આપણી સરકાર તો બ્રાહ્મણોની પૂંછડી થઈ ચાલે છે અને પોતાના અજ્ઞાની ભાઈઓની કમાણીના પૈસા આ રીતે પાણીની જેમ વાપરી રહી છે. એટલે જો આપણે સરકારને ગાઢ ઊંઘમાંથી જગાડીશું નહીં તો આ અનર્થનો દોષ આપણે માથે આવશે. આ રીતે પાટીલોની હવેલીઓમાં રસોડામાં કેટલા અછૂત બાળકો કામ કરે છે એ મને કહે.
ધો.તાત, જ્યાં શુદ્રોનાં બાળકોની સંભાળ લેનાર કોઈ નથી ત્યાં અતિશુદ્રની તો શું વાત કરવી.આમ કેમ છે?
જો.તું જ કહે છે ને કે સરકાર ભેદભાવ નથી રાખતી, તો પછી આ જે થઈ રહ્યું છે એનું શું કારણ?
ધો.એનું કારણ તો અહીં બધે બ્રાહ્મણ કર્મચારીઓ છે એ જ લાગે છે.આપે એક દિવસ આ વાત પ્રત્યક્ષ બતાવી હતી. જે બ્રાહ્મણ પહેલાં આપને ત્યાં કામ કરતો હતો એ અછૂતોની શાળામાં આવી કોઈ પ્રકારની આભડછેટ રાખતો નહોતો અને શાળામાં બધા વિદ્યાર્થીઓને વાંચતાં લખતાં શીખવતો હતો. પરંતુ એ જ બ્રાહ્મણ જ્યારે રસોઈયો બન્યો ત્યારે એ એટલી આભડછેટ રાખતો કે ગરમીના દિવસોમાં બિચારા એક ગરીબ સોનીએ ટાંકીમાંથી પાણી લઈ તરસ છીપાવી હતી એમાં તો એને ચાર રસ્તા સુધી ખેંચી ગયો હતો.
જો.અરે, આ મહામૂર્ખ બ્રાહ્મણોએ લખેલાં ગીત આજે નવા સમાજોમાં ગાવામાં આવે છે અને એમણે હજી સુધી એમના સ્વાર્થી ધર્મ મુજબ પથ્થરના ભગવાનને પૂજવાનું મૂકી દીધું નથી.એ જ બ્રાહ્મણ, પોતાના ઘરની ટાંકીને શુદ્રો અડકે નહીં એટલા માટે ઢાંકીને કાશી જાય છે અને ત્યાં સ્થિર થવાની વાત કરે છે. પણ અમારી નિષ્પક્ષ મ્યુનિસિપાલિટીમાં બ્રાહ્મણ સભ્યોની સંખ્યા સૌથી વધારે છે. એટલે એમણે ટાંકીની આસપાસનો ઘેરો એવો જ રાખ્યો છે.પરંતુ એમણે કશું વિચાર્યા વગર જ દરજીની ટાંકીના ઘેરાને તોડી પડ્યો.ત્યાંના ઘણા બ્રાહ્મણો એ ટાંકીના ઉપરના ભાગમાં અને એની નજીક જ બીજી એક નાની ટાંકી બનાવી એનું પાણી ન્હાવા ધોવા, પોતાનાં પાપ ધોવા મન ફાવે તેમ વાપરે છે.બ્રાહ્મણનો જન્મ લઈ આવા પાખંડ ન કરે તો એમના બ્રાહ્મણ હોવાની શી કિંમત?
No comments:
Post a Comment