મત્સ્ય અને શંખાસુર વિશે.
ધો.આ દેશમાં બટુ વામન પહેલાં ઇરાનથી આર્ય લોકોના કુલ કેટલા જથ્થા આવ્યા હશે?
જો. આ દેશમાં આર્ય લોકોના કેટલા જથ્થા જળમાર્ગે આવ્યા.
ધો.એમાંથી પહેલો જથ્થો જળમાર્ગે યુદ્ધનૌકામાં આવ્યો કે બીજા કોઈ મારગે?
જો. એ કાળે યુદ્ધનૌકાઓ નહોતી. એટલે એ જથ્થા નાની નાની હોડીઓમાં આવ્યા, એ હોડીઓ માછલીની જેમ ઝડપથી પાણીમાં ચાલતી હતી એટલે એ જથ્થાના મુખીનું ઉપનામ મત્સ્ય પડી ગયું હશે.
ધો.બ્રાહ્મણ ઇતિહાસકારોએ ભાગવત વગેરે ગ્રંથોમાં એમ લખ્યું છે કે જથ્થાનો મુખી માછલીમાંથી પેદા થયો હતો.એનો શો અર્થ?
જો. એના વિશે તું જ વિચાર કર.માણસ અને માછલીમાં એમની ઇન્દ્રિયોમાં, આહારમાં,ઊંઘમાં, મૈથુનમાં અને પેદા થવાની પ્રક્રિયામાં કેટલો તફાવત છે. એ રીતે એમના મગજમાં, મેધામાં,કાળજામાં, ફેફસાંમાં, આંતરડાંમાં, ગર્ભાશયમાં,અને પ્રસૂતિના મારગમાં કેટલો બધો ફરક છે. મનુષ્ય ધરતી પર રહી જીવન વ્યતીત કરે છે. જો એ ગફલતમાં પાણીમાં પડી જાય અને એને જો તરતાં ન આવડતું હોય તો એ ડૂબીને મરી જાય, પણ માછલી કાયમ પાણીમાં જ રહે છે.જો માછલીને પાણીમાંથી કાઢી જમીન પર મૂકીએ તો એ તરફડીને મરી જાય છે.મનુષ્ય નારી સામાન્ય રૂપે એકીસાથે એક જ બચ્ચાને જન્મ આપે છે.પરંતુ માછલી પ્રથમ ઘણાં ઈંડાં આપે છે. થોડા દિવસ પછી એ ઈંડાં ફોડી બધાં બચ્ચાંને બહાર કાઢે છે. હવે જે ઈંડામાં મત્સ્યબાળ હતું એને પાણીમાંથી બહાર કાઢયું હશે તો માછલી પાણી બહાર કેવી રીતે જીવી હશે? કોઈ એવો સવાલ પણ કરી શકે કે મનુષ્યોમાં કોઈ પ્રવીણ મરજીવો પાણીમાં ઊંડી ડૂબકી લગાવી મત્સ્યબાળ જે ઈંડામાં હતો એ ઈંડું ઓળખી કાઢી એને બહાર જમીન પર લઈ આવ્યો હશે. ખેર એ પણ સાચું છે એમ માની લઈએ. પણ પછી ક્યા ચતુર મરદે માછલીનાં એ ઈંડાં ફોડી એમાંથી એ મત્સ્યબાળને બહાર કાઢ્યો હશે. કેમકે યુરોપ અમેરિકા દેશમાં ઘણો વિકાસ થયો છે અને ઘણા પ્રખ્યાત વિદ્વાન ડોકટર થયેલા છે પણ એમાંના એકેયે છાતી ઠોકીને એવો દાવો કર્યો નથી કે હું માછલીના ઇંડાને ફોડીને એમાંથી બચ્ચાંને જીવતાં બહાર કાઢી શકું છું. ખેર, એ ઈંડું પાણીમાં જ છે એવો અગત્યનો સંદેશ કઈ અમર માછલીએ પાણીની બહાર આવીને એ મરજીવાને બતાવ્યો હશે અને એ જળચર જીવનો સંદેશ કઈ ભાષામાં માણસને સમજમાં આવ્યો હશે? આવી આવી અનેક શંકાઓ ભરેલા એ લેખોમાં ખરેખર મનનું સમાધાન થાય એ અશક્ય છે. એટલે આ વિશે એ અનુમાન સાબિત થાય છે કે કેટલાક મૂર્ખ લોકોએ લાગ મળ્યે પોતાના પ્રાચીન ગ્રંથોમાં આવી કાલ્પનિક કથાઓ ઘુસાડી દીધી હશે.
ધો.અચ્છા. તો પછી એ સવાલ ઉભો થાય છે કે એ જથ્થાનો નાયક પોતાના લોકો સાથે આ સ્થળે રોકાયો હશે?
જો.પશ્ચિમ સમુદ્ર પાર કરી એ એક બંદરે ઉતર્યો.
ધો. બંદરે ઉતર્યા પછી એણે શું કર્યું?
જો. એણે શંખાસુર નામના રાજાને જાનથી મારી નાખ્યો અને એનું રાજ છીનવી લીધું.એ પછી મત્સ્ય મરી ગયો કે તરત શંખાસુરના માણસોએ પોતાનું રાજ પાછું મેળવવા મત્સ્યના કબીલા પર ભારે હુમલો કરી દીધો.
ધો.એ હુમલામાં શુ થયું?
જો.આ જોરદાર હુમલામાં મત્સ્યના કબીલાની ઘોર હાર થઈ.એટલે એને રણભૂમિમાંથી ભાગી જવું બહેતર લાગ્યું અને એ ભાગી ગયો.એ પછી શંખાસુરના લોકોએ એનો પીછો કર્યો, એ કોઈ પહાડ પર જઈ ગાઢ જંગલમાં છૂપાઈ ગયો. એ સમયે ઇરાનના આર્ય લોકોનો બીજો જથ્થો કછવામાં બંદરે આવી પહોંચ્યો.કછવા, મછવા થી સહેજ મોટા હોવાને લીધે પાણી પર કાચબાની જેમ ધીરેધીરે ચાલતા હતા. એટલે એ કબીલાના મુખીનું ઉપનામ કચ્છ પડી ગયું.
No comments:
Post a Comment