ઇનમદાર બ્રાહ્મણ , કુલકર્ણી, યુરોપિયન લોકો,કેળવણી વિભાગના મોં પર કાળો ડાઘ, યુરોપિયન કર્મચારીઓનું દિમાગ વગેરે વિશે.
ધો.તાત,પણ આપે તો અગાઉ કહ્યું હતું કે એવો કોઈ વિભાગ નથી જેમાં બ્રાહ્મણ ન હોય. એ સરકારી વિભાગ હોય કે બિનસરકારી.અને આ તમામમાં મુખ્ય બ્રાહ્મણ કોણ છે?
જો.સરકારી તલાટી વતનદાર બ્રાહ્મણ કુલકર્ણી છે અને એમની બાબતે મોટાભાગના દયાળુ યુરોપિયન કલેકટરને પૂરેપૂરી જાણકારી છે.એટલે જ્યારે એમને અજ્ઞાની શુદ્રો પર દયા આવી ત્યારે એમણે સરકારને રીપોર્ટ ઉપર રીપોર્ટ કરીને બધા કાયદા મુજબ કુલકર્ણીઓને ડગલે ને પગલે કાબૂમાં કરવાની કોશિશ કરી.એમને કાનૂન દ્વારા નિયંત્રણમાં રાખવાની કોશિશ કરવામાં આવી.તો પણ આ કલમકસાઈઓના સ્વાર્થી ધર્મ સાથે શૂદ્રનો સંબંધ હોવાથી શુદ્રો પર પ્રભાવ હતો.એટલે એ શેતાનની જેમ પોતાના સ્વાર્થી જૂઠા ધર્મની છત્રછાયામાં ખુલ્લેઆમ ચોરામાં બેસીને એ બલિરાજાના વિચારોની ટીકા કરીને બિચારા એ અભણ શુદ્રોના મગજને દૂષિત નહીં કરતા હોય? શુદ્રોને તો નથી વાંચતાં આવડતું કે નથી લખતાં આવડતું. તો પછી એ ક્યા કારણે કે કેમ સરકારને આટલી નફરત કરે છે? આ વિશે જો બીજાં કારણો ખબર હોય તો મને જરા સમજાવો.એટલું જ નહીં,એ લોકો લાગ જોઈ એ જ ચોરા પર બેસીને કોઈ ગેરવ્યાજબી સરકારી કાયદા વિશે ધારદાર ટીકા નહીં કરતા હોય? શુદ્રોએ સરકારને નફરત કરવી જોઈએ એના ચોરીચોરી પાઠ તો નહીં ભણાવતા હોય? અને એમના વિશે એક શબ્દ પણ આપણી જાગૃત સરકારના કાને નાખતાં શુદ્રો થથરી નહીં ઉઠતા હોય? બધી હેડ ઓફિસના કર્મચારી બ્રાહ્મણ જાતિના છે એટલે હવે તો આપણી સરકારે સંભાળવું પડશે. પહેલાં તો દરેક ગામમાં ઇનામ આપીને ઉપદેશકની નિમણૂંક કરવી જોઈએ. એમને એ ગામની હકીકતો વિશે લગભગ દર વરસે એક રીપોર્ટ સરકારને મોકલવો.જો એ મુજબનો કાયદો બનાવી વ્યવસ્થા કરવામાં આવે તો આગળ ઉપર કોઈ નાના પેશવા જેવા બ્રાહ્મણને કદી કોઈ પીરની મન્નત માગવાની કે કોઈ શિવલિંગની યાત્રા કરીને મજેદાર ભોજન કરાવવાને બદલે ચમત્કારિક રીતે તૈયાર કરેલી રોટી ચોક્કસ સમયે ગામેગામ એક સાથે મોકલી એ પ્રસાદ અભણ શુદ્રોને ખવડાવી સરકાર વિરુદ્ધ બળવો કરાવવાની વાત સૂઝી તો આ તલાટી વતનદાર કુલકર્ણીની એકતા જરાય કામ નહીં આવે . જો આમ ન થાય તો બધા અભણ શુદ્રોનું અસ્તિત્વ જ નહીં રહે.એના પગ એ ધરતી પર ટકી નહીં રહે. એટલું જ નહીં જ્યારે એ યુરોપિયન ઉપદેશક બધા શુદ્રોને સાચું જ્ઞાન આપશે અને એમની આંખો ઉઘાડી દેશે ત્યારે એ લોકો આ ગ્રામરાક્ષસોને પોતાની નજીક ફટકવા પણ નહીં દે.
બીજી વાત એ કે સરકારે પોતાના ગ્રામ કર્મચારી નોકર પટેલ પાસેથી લઈ કુલકર્ણી સુધીના લોકોનાં કામની ચકાસણી કરવી જોઈએ અને આવાં કામ માટે એક જ જાતિના કે કોઈ ખાસ જાતિના લોકોના હાથમાં સોંપવું જોઈએ નહીં. આનું પરિણામ એ આવશે કે લશ્કરની જેમ આ કામમાં કોઈ વિશેષાધિકાર જેવી વાત પેદા નહીં થાય. બલકે એ પૂરી નાબૂદ થઈ જશે.અને બધા લોકોને ભણવા વાંચવા લખવાની ઈચ્છા આપોઆપ થશે.
જો જરૂર પડે તો આપણી દયાળુ સરકાર કેળવણી વિભાગનો ખર્ચ એકદમ બંધ જ કરી દે અને એ તમામ પૈસા કલેક્ટરના ખાતામાં જમા કરી દેવા જોઈએ. પછી એક યુરોપિયન કલેકટર તરફથી જારવીસ સાહેબની જેમ કોઈ પણ પક્ષપાત સિવાય તમામ જાતિઓના હોંશિયાર વિદ્યાર્થીઓમાંથી કેટલાક વિદ્યાર્થીઓને પસંદ કરી એમને ખાવાની અને લૂગડાંની થોડીઘણી વ્યવસ્થા કરી, એમને માટે કલેકટર સાહેબના બંગલા પાસે શાળા ખોલવી જોઈએ અને એ વિદ્યાર્થીઓને પટેલ , કુલકર્ણી,પંતોજી (તલાટી , પોલીસપટેલ,ગ્રામસેવક વગેરે) ની તાલીમ આપવી જોઈએ. પછી પરીક્ષા લઈ એમને આ કામ સોંપી દેવાં જોઈએ. આનું પરિણામ એ આવશે કે એ લોકો બધા બ્રાહ્મણ કુલકર્ણીની એકતા માટે બદનામ નાના પેશવા જેવા બ્રાહ્મણોને કામ નહીં લાગે. પણ જે લોકો અજ્ઞાની શુદ્રોને ફસાવી એમનાં ખેતર વતન હડપતા હશે,અને એ લોકોને ઝઘડા કરાવતા હશે એમના હાથ હેઠા પડશે. આજ સુધી કેળવણી ખાતા પર જે લાખો રૂપિયાનું ખર્ચ થયેલું છે તો પણ શુદ્ર સમાજની વસ્તીના પ્રમાણમાં વિદ્વાનોની સંખ્યા વધી શકી નથી. એટલું જ નહીં, મહાર, માતંગ,ચમાર વગેરે જાતિઓનો એક પણ ભણેલો ગણેલો કર્મચારી જોવા મળતો નથી. એમના બી.એ.એમ.એ. ભણેલા લોકો તો દીવો લઈ શોધીએ તોય નહીં મળે.અરે, આપણી આ સરકારના આટલા મોટા કેળવણી વિભાગના ગોરા ચહેરા પર આ કાળમુખા બ્રાહ્મણ પંડિતોએ કેટલો મોટો કાળો ડાઘ લગાવ્યો છે? અરે આ કડવાં કારેલાં આપણી સરકારે ધીમા તાપે તળી, સાકરની ચાસણીમાં ઝબોળી દીધાં તો પણ એમણે એમનો જાતિ સ્વભાવ છોડ્યો નહીં , અંતે પણ કડવાં કારેલાંની જેમ એ કડવા જ રહ્યા.
ધો.તાત, આપનું કહેવું બરાબર છે.પણ આ કુલકર્ણી અભણ શુદ્રોની જમીન વતન કેવી રીતે ફાંસો નાખી હડપતા હશે?
જો. જે શુદ્રોને વાંચતાં લખતાં બિલકુલ આવડતું નથી એવા અભણ શુદ્રોને કુલકર્ણી શોધતા ફરે છે .પછી પોતે શાહુકાર થઈ એમને ગીરોખત લખાવી લે છે.એ વખતે તેઓ પોતાની જાતિના અરજનવીસ સાથે મેળ કરીને એમ એક પ્રકારની શરત લખાવી લે છે જે એ શુદ્ર ખેડૂતની વિરુદ્ધ હોય અને એ કુલકર્ણી શાહુકારના ફાયદાની હોય.પછી જે શરતો લખવામાં આવી હોય એ વાંચવામાં નથી આવતી પણ આડીઅવળી વાતો વાંચી સંભળાવવામાં આવે છે.પછી આ કાગળ પર એના હાથના અંગૂઠાનું નિશાન લગાવી પોતાનું વહીખાતું પૂરું કરી દે છે.પછી થોડા દિવસ પછી એ શુદ્રોની જમીન મિલકત લખેલી શરતો બતાવી હડપતા હશે કે નહીં?
ધો.તાત, આપનું કહેવું બિલકુલ સાચું છે.આ લોકોની જાતિ જ કલમકસાઈની.પણ આ લોકો શુદ્રોમાં ઝઘડા કેમના કરાવતા હશે?
જો.ખેતીવાડી,જમીન મિલકત વગેરે બાબતે તહેવાર, પોળા ને હોળીને દિવસે હોળીના વાંસ કોણ પહેલા બાંધે એ વિશે શુદ્રોમાં એકબીજા વચ્ચે ઝઘડો થાય છે.એમાં બ્રાહ્મણ કુલકર્ણીઓનો હાથ નથી હોતો, એ લોકો આ ઝઘડા કરાવવામાં જવાબદાર નથી હોતા એવા કોઈ દાખલા તું બતાવી શકીશ?
ધો. તાત, આપની વાતનો ઈન્કાર નથી કરી શકતો.પણ શુદ્રોને એકબીજા સાથે આમ લડાવી મારવામાં આ બ્રાહ્મણ કુલકર્ણી વગેરે કલમકસાઈઓને શું મળતું હશે?
જો.અરે, જ્યારે કોઈ અભણ શુદ્રોનાં ઘર મનમાં ને મનમાં ઇર્ષ્યાની આગમાં સળગતાં હોય, એકબીજા સાથે લડતા રહેતા હોય ત્યારે અંદર અંદર જ આ કલમકસાઈઓ સહિત અન્ય બ્રાહ્મણ કર્મચારીઓનાં ઘર આ આગમાં સળગીને કેમ નાશ નહીં પામ્યાં હોય? અરે, આ કલમકસાઈઓના નારદવેડાથી ફોજદારી અને દિવાની કોર્ટનું ખર્ચ એકદમ વધી ગયું છે.અને ત્યાંના મોટા ભાગના કર્મચારી, મામલતદારથી માંડીને ગ્રામસેવક સુધી પોતાના ગાયત્રી મંત્ર સાથે બેઇમાન બની જાય છે. એ સંબંધે 'ચિરી મિરી દેવ ચિરી મિરી દેવ ' (તારી પાસે જે હોય તે આપ) આ યવની વિદેશી ગાયત્રીનો ઉપદેશ એ પવિત્ર પુરોહિતો અપનાવે છે એટલે બ્રાહ્મણ વકીલોની દલાલી બહુ વધી ગઈ છે.પછી એ બતાવો કે મોટી મોટી કોર્ટ કચેરીઓમાં બેસી જોરજોરથી હાસ્યના ફુવારા ઉડાડતા આમ તેમ ફરતા રહે છે કે નહીં? એ ઉપરાંત મુનસિફ નવાબનો સાજસરંજામ કેટલો વધી ગયો છે એનો હિસાબ આપ.આટલી વ્યવસ્થા હોવા છતાં ગરીબ લોકોને સમયસર સસ્તો ન્યાય મળે છે કે નથી મળતો? આને લીધે જ ગામના બધા લોકોની એક કહેવત પડી છે, કે "સરકારી ખાતામાં કોઈ કામ કરાવવું હોય તો કામ કરનારા બ્રાહ્મણ કર્મચારીઓના હાથમાં કશું મૂક્યા સિવાય એ આપણા જેવા ગરીબોના કામને એ હાથ પણ લગાવતા નથી.'એમની ઝોળીમાં નાખવા કંઈ ને કંઈ લીધું હોય ત્યારે જ કામ માટે બહાર નીકળો."
ધો.તાત, જો એમ જ હોય તો ગામના તમામ શુદ્રોએ યુરોપિયન કલેકટરને અંગત મુલાકાત લઈ એમની ફરિયાદ કેમ ન કરવી જોઈએ?
જો.અરે, જેમને કાળા અક્ષર ભેંસ બરાબર હોય એવા ડરપોક લોકોને આવા મહાન કર્મચારીઓ સામે ઊભા રહેવાની હિંમત કેવી રીતે થાય? અને આ લોકો એમની ફરિયાદ સારી રીતે કેવી રીતે કરી શકે? આવી હાલતમાં કોઈ લંગોટ બહાદુરે કોઈ બટલરની મદદ થી યુરોપિયન કલેકટરની અંગત મુલાકાત લઈ એની સામે ઊભા રહી એમ કહે કે ' બ્રાહ્મણ કર્મચારી સામે અમને કોઈ સાંભળતું નથી ' તો આ ચાર શબ્દ કહ્યા એવી ગંધ પણ કલમકસાઈઓને આવી જાય તો સમજી લો એના બાર વાગી ગયા. પછી એ અભાગિયાનું નસીબ જ ફૂટી ગયું એમ જ સમજી લેવું. કેમકે એ લોકો કલેકટર કચેરીના પોતાની જાતિના બ્રાહ્મણ કર્મચારી કારકુનથી માંડીને રેવન્યુના કે જજના બ્રાહ્મણ કર્મચારી સુધી બધા જ અંદર અંદર યવની ગાયત્રીની વરદી ઘુમાવી દે છે.પછી અર્ધા કલમકસાઈ તરત દરેક પ્રકારના દસ્તાવેજો સાથે પુરાવા સહિત વાદીના પક્ષે ને બીજા અડધા પુરાવા સહિત વાદી વિરુદ્ધ જાય છે.એ લોકો ઝઘડામાં એટલી ગરબડ ઉભી કરી દે છે કે એમાં સાચું શું છે એ પારખવું મુશ્કેલ બની જાય છે.આ સત્ય અસત્ય શોધવા મોટા મોટા વિદ્વાન યુરોપિયન કલેકટર અને જજ લોકો પોતાની બધી અક્કલ વાપરી નાખે છે દે તો પણ એમને ગુપ્ત રહસ્યની ખબર પડતી નથી કે કંઈ સત્ય હાથ લાગતું નથી.બલકે એ ફરિયાદ કરનાર લંગોટધારીને એમ કહેતાં જરાય શરમાતા નથી કે, 'તું જ ખોટે ખોટી ફરિયાદ કરે છે.' એટલે છેલ્લે એના હાથમાં નારિયેળની ખાલી કાચલી આપી ફજેત કરીને ઘેર મોકલી આપે છે. છેલ્લે બ્રાહ્મણ કર્મચારીઓની આવી પ્રવૃત્તિથી કોઈ ગરીબ ખેડૂત શૂદ્રના મનમાં એ વાત આવી જ જાય કે અહીં અમારી ફરિયાદ કોઈ સાંભળવાનું નથી.એમાંથી કેટલાક ડાકુ લૂંટારા થઈ ગયા હોય ને આપઘાત કર્યો હશે કે નહીં? આમાંથી કેટલાયના દિમાગમાં અસંતોષની ભાવના ભડકી ઉઠી હશે અને પછી પાગલ થઈ ગયા હશે કે નહીં? ને એમાંથી કેટલાય દાઢીમૂછ વધારી અર્ધપાગલ થઈ રસ્તે જે મળે એને પોતાની ફરિયાદ સંભળાવતા ફરતા હશે કે નહીં?
નાના પેશવા, નાના સાહેબ ,1857 બળવાના નેતૃત્વ કરનાર, રોટી ને કમળ મોકલી બળવાનો સંદેશો પહોંચાડવામાં આવતો.
No comments:
Post a Comment