(નોંધ: જોતીબાએ મૂળ પુસ્તકમાં બે પ્રસ્તાવના લખી છે એક અંગ્રેજીમાં, બીજી મરાઠીમાં. બંને અલગ છે. 80 પાનના પુસ્તકમાં મરાઠી પ્રસ્તાવના 9 પાનાં ની છે, એ લાંબી છે પણ આખા પુસ્તકનો સાર એમાં આવી જાય છે, એ રીતે એ વાંચવી અગત્યની છે.)
આ પુસ્તક લખવા પાછળ હેતુ એ છે સેંકડો વરસોથી શૂદ્ર અતિશૂદ્ર સમાજ જ્યારથી દેશમાં બ્રાહ્મણોની સત્તા સ્થપાઈ છે ત્યારથી સતત જુલમ ને શોષણના શિકાર છે. એ લોકો તમામ જાતની યાતનાઓ અને મુશ્કેલીઓમાં પોતાના દિવસો ગુજરી રહ્યા છે. એટલે આ લોકો પર ધ્યાન દેવું જોઈએ અને ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. એ લોકો પોતાને બ્રાહ્મણના જુલમથી મુક્ત કરી શકે એ આપણે માટે સૌથી મહત્વનો સવાલ છે.આ ગ્રંથનો એ જ ઉદ્દેશ્ય છે.કહેવાય છે કે આ દેશમાં બ્રાહ્મણ પુરોહિતોની સત્તા સ્થપાયે લગભગ ત્રણ હજાર વરસથી પણ વધારે સમય વીતી ગયો હશે. એ લોકો પરદેશથી અહીં આવ્યા.એમણે આ દેશના મૂળ નિવાસીઓને જીતી પોતાના ગુલામ બનાવ્યા..એમણે અમાનવીય રાજ કર્યું . સેંકડો વરસ વીતી ગયા પછી પણ વીતેલી ઘટનાઓની યાદ તાજી થતી જોઈ કે બ્રાહ્મણોએ અહીંના મૂળ નિવાસીઓને ઘરબાર, જમીન મિલકત છીનવી લીધી છે અને ગુલામ બનાવ્યા છે એ વાતના પુરાવા બ્રાહ્મણ પંડિત પુરોહિતોએ નાશ કરી દાટી દીધા.આ બ્રાહ્મણોએ પોતાનો પ્રભાવ, વર્ચસ્વ કાયમ રહે એ માટે, એમનો સ્વાર્થ સધાતો રહે એ માટે જાત જાતની તરકીબો અજમાવી, અને તેઓ એમાં સફળ પણ થતા ગયા. કેમકે એ સમયે લોકો સત્તાની દ્રષ્ટિએ પહેલાંથી જ પરાધીન હતા એટલે બાદમાં બ્રાહ્મણોએ એમને જ્ઞાન વિનાના બનાવી દીધા હતા. પરિણામે બ્રાહ્મણોના દાવપેચ અને એમની જાળ કોઈના ધ્યાનમાં આવી શક્તી નહોતી . બ્રાહ્મણોએ પોતાનું વર્ચસ્વ કાયમ રાખવા , એમને હર હંમેશ તાબેદાર રાખવા ફક્ત પોતાનાં હિતો જ નજર સામે રાખી અનેક બનાવટી પુસ્તકો લખી સફળતા મેળવી.એ નકલી ગ્રંથોમાં એ બતાવવાની પૂરી કોશિશ કરી કે એમને જે વિશેષ અધિકાર છે તે ઈશ્વરે આપેલા છે. આવો જૂઠો પ્રચાર એ સમયના અજ્ઞાન અભણ લોકોમાં કર્યો અને એ સમયના શુદ્રો અને અતિશુદ્રોમાં માનસિક ગુલામીનાં બીજ રોપ્યાં. એ ગ્રંથોમાં એ પણ લખ્યું હતું કે બ્રહ્માએ શૂદ્રોની માત્ર ને માત્ર કાયમ માટે બ્રાહ્મણની સેવા કરવા તત્પર રહેવું , બ્રાહ્મણ ખુશ રહે તેમ કરવું, ત્યારે જ એમને ઈશ્વર મળશે, એમનો દેહ, એમનું જીવન સાર્થક થશે.
પરંતુ હવે કોઈ એ ગ્રંથો વિશે થોડો પણ વિચાર કરીએ કે એમની વાત કેટલી સાચી છે. શું ખરેખર ઈશ્વરે એમને વિશેષ અધિકાર આપ્યા છે, તો સાચું શું છે તે તરત સમજાઈ જશે. પરંતુ આવા ગ્રંથોથી પરમેશ્વર જે સર્વશક્તિમાન અને સૃષ્ટિનો રચનારો છે એની સમાનતાવાદી દ્રષ્ટિ ખૂબ નબળી પાડી દેવામાં આવી. આમ આપણા બ્રાહ્મણ ભાઈઓ છે એમને ભાઈ કહેવામાં પણ શરમ આવે છે કેમકે એમણે એક સમયે શુદ્રો અતિશૂદ્રોને બરબાદ કરી દીધા હતા. અને એ જ લોકો આજે પણ ધર્મના નામે, ધર્મની મદદથી ચૂસી રહ્યા છે. એક ભાઈ બીજા ભાઈ પર જુલમ કરે એ ભાઈનો ધર્મ નથી. તો પણ આપણે, આપણ સહુને પેદા કરનારના સંબંધે, એમને ભાઈ કહેવા પડે છે. એ પણ એ કહેવાનું છોડશે નહીં પણ એમણે પોતાના સ્વાર્થનું જ ધ્યાન રાખ્યા વિના ન્યાય બુદ્ધિથી વિચારવું જોઈએ.જો તેઓ એમ નહીં કરે તો એ ગ્રંથો જોઈ વાંચી શાણા અંગ્રેજ, ફ્રેન્ચ, જર્મન, અમેરિકન અને બીજા બુદ્ધિમાન લોકો એ મંતવ્ય અચૂક આપશે જ કે આ ગ્રંથો બ્રાહ્મણોએ પોતાના સ્વાર્થ માટે જ લખ્યા છે. આ ગ્રંથોમાં બધી રીતે બ્રાહ્મણનું મહત્વ બતાવવામાં આવ્યું છે. બ્રાહ્મણનું શૂદ્ર અતિશૂદ્રોના દિલોદિમાગ પર કાયમ વર્ચસ્વ રહે એ માટે એમને ઈશ્વરથી પણ શ્રેષ્ઠ સમજવામાં આવ્યા છે. ઘણા અંગ્રેજ લોકોએ ઇતિહાસ વગેરે ગ્રંથોમાં ઘણી જગાએ લખ્યું છે કે બ્રાહ્મણોએ પોતાના અંગત સ્વાર્થ માટે બીજા લોકોને એટલે કે શુદ્રો અતિશુદ્રોને પોતાના ગુલામ બનાવ્યા છે. આ ગ્રંથો દ્વારા બ્રાહ્મણોએ ઈશ્વરના વૈભવને કેટલો નીચો ઉતારી દીધો છે એ બહુ દુઃખની વાત છે..જે ઈશ્વરે શૂદ્ર અતિશૂદ્રને પોતે પેદા કરેલા બીજા લોકોની જેમ જ સૃષ્ટિની સઘળી ચીજો ભોગવવાની આઝાદી આપી છે.એ ઈશ્વરને નામે બ્રાહ્મણોએ નરદમ જૂઠા ગ્રંથોની રચના કરીને એ ગ્રંથોમાં સૌ કોઈના માનવ અધિકારો નકારી પોતે જ માલિક બની બેઠા .
આ વાત પર આપણા કોઈ બ્રાહ્મણ ભાઈ એ સવાલ ઉઠાવી શકે છે કે જો એ બધા ગ્રંથો ખરેખર જૂઠા છે તો એ ગ્રંથો પર શુદ્રો અતિશુદ્રોના પૂર્વજોએ ભરોસો કેમ રાખ્યો ? અને આજે પણ બહુ બધા લોકો કેમ વિશ્વાસ ધરાવે છે? એનો જવાબ એ છે કે આજના આ પ્રગતિકાળમાં કોઈ કોઈની ઉપર જુલમ ગુજારી ન શકે એટલે કે પોતાની વાત બળજબરી લાદી ન શકે.બધાંને પોતાના મનની વાત,પોતાના અનુભવની વાત સ્પષ્ટ લખવા કે બોલવાની છૂટ છે.
કોઈ લબાડ વ્યક્તિ કોઈ મોટા સજ્જનના નામે જૂઠો પત્ર લખી લાવે તો થોડો સમય તો એની પર ભરોસો કરવો જ પડે છે.પછી સમય જતાં જુઠાણું પ્રકાશમાં આવે જ છે. એ રીતે શુદ્રો અતિશુદ્રોએ એક સમયે બ્રાહ્મણોના જુલમના શિકાર થવાને લીધે , અભણ- રાખવામાં આવેલ એને લીધે,એમનું પતન થયું છે.બ્રાહ્મણોએ પોતાના સ્વાર્થ માટે સમર્થ રામદાસના નામે જૂઠા પાખંડી ગ્રંથોની રચના કરીને શુદ્રો અતિશૂદ્રોને ગેરમાર્ગે દોર્યા છે અને આજે પણ આમાંના ઘણા લોકોને બ્રાહ્મણ ગુમરાહ કરી રહ્યા છે.આ ઉક્ત કથનને સાબિત કરે છે.
બ્રાહ્મણ પોતાનું પેટ ભરવા પોતાના પાખંડી ગ્રંથો દ્વારા જુદા જુદા સ્થળે વારંવાર અજ્ઞાની શુદ્રોને ઉપદેશ આપે છે.જેના કારણે એમના દિલો- દિમાગમાં બ્રાહ્મણો પ્રત્યે પૂજ્યબુદ્ધિ પેદા થતી રહી.બ્રાહ્મણોએ શૂદ્રો અતિશુદ્રોના મનમાં ભગવાન માટે જે ભાવના છે એ જ ભાવના , પોતાના પ્રત્યે પણ જગાવવા .મજબૂર કર્યા. આ કોઈ સાધારણ કે મામૂલી અન્યાય નથી.આ માટે એમણે ઈશ્વરને જવાબ દેવો જ પડશે.
બ્રાહ્મણોના ઉપદેશો મોટા ભાગના અજ્ઞાની શુદ્રોના દિલદિમાગ પર એવો તો મૂળ નાખીને પડ્યો કે અમેરિકાના અશ્વેત ગુલામોની જેમ જે દુષ્ટ લોકોએ આપણને ગુલામ બનાવ્યા છે એમની સામે લડવાની બદલે જે આપણને આઝાદી આપી રહ્યા છે એ લોકો વિરુદ્ધ નકામા કમર કસી લડવા તૈયાર થઈ રહ્યા છે.એ પણ એક મોટી નવાઈની વાત છે કે આપણી ઉપર કોઈ ઉપકાર કરી રહ્યું છે ને આપણે કહીએ કે ઉપકાર ના કરો, અમે જે સ્થિતિમાં છીએ એ સ્થિતિ જ બરાબર છે.એટલું કહીને જ એમને સંતોષ થતો નથી ને ઉપરથી એમની સાથે ઝઘડવા બાંયો ચડાવે છે , આ ખોટું છે.હકીકતે આપણને ગુલામીથી મુક્ત કરનાર જે લોકો છે એમાં એમનો કોઈ સ્વાર્થ છે એવું પણ નથી.પરંતુ એમને પોતાના સેંકડો લોકોનું બલિદાન ચડાવવું પડે છે. એમને મોટાં મોટાં સાહસ ખેડી જીવ જોખમમાં મૂકવો પડે છે.
હવે એમનું આમ બીજા લોકોનાં હિતનું રક્ષણ કરવા નેતૃત્વ કરવાનો ઉદ્દેશ્ય શું હોવો જોઈએ એ વિશે આપણે ઊંડાણથી વિચારીએ તો આપણને સમજાશે કે દરેક મનુષ્યે આઝાદ હોવું જોઈએ, આ એની પાયાની જરૂરિયાત છે. જ્યારે વ્યક્તિ આઝાદ હોય છે ત્યારે એને પોતાના મનના ભાવ અને લાગણીઓ સ્પષ્ટ રૂપે બીજા લોકો સામે રજૂ કરવાની તક મળે છે. પરંતુ જ્યારે એવી આઝાદી નથી હોતી ત્યારે એ મહત્વના વિચાર હોવા છતાં બીજાઓ સામે પ્રગટ કરી શકતો નથી અને એ વિચારો ધીરે ધીરે નાશ પામે છે. આઝાદ મનુષ્ય પોતાના બધા માનવીય અધિકાર મેળવી લે છે અને અસીમ આનંદ પ્રાપ્ત કરે છે. બધા મનુષ્યોને મનુષ્ય હોવાથી જે સામાન્ય અધિકાર આ સૃષ્ટિના પેદા કરનાર, સર્વ ચીજોના સાક્ષી, પરમેશ્વરે આપેલા છે, એ તમામ અધિકારો બ્રાહ્મણ વર્ગે દબાવી દીધા છે. હવે એવા લોકો પાસેથી આપણા માનવ અધિકારો પાછા ઝૂંટવી મેળવી લેવામાં આપણે કોઈ કસર બાકી રાખવી ન જોઈએ.આપણા અધિકાર આપણને મળી જાય તો એ અંગ્રેજોને ખુશી થશે. સૌને આઝાદી આપી એમને જુલમી લોકોના જુલમમાંથી છોડાવી સુખી કરવા એ એમનો આ રીતે જોખમ ઉઠાવવાનો ઉદ્દેશ્ય છે. વાહ !વાહ! આ કેટલું મોટું જનહિતનું કામ છે!એમનો આટલો સારો ઉદ્દેશ્ય હોવાને લીધે ઈશ્વર એમને એ જ્યાં પણ ગયા ત્યાં ત્યાં એમને વધારેમાં વધારે સફળતા આપે છે.અને હવે પછી પણ એમને આવાં સારાં કામ માટે એમની કોશિશ સફળ થતી રહે , એમને સફળતા મળતી રહે એ જ અમારી ઈશ્વરને પ્રાર્થના છે.
દક્ષિણ અમેરિકા અને આફ્રિકા જેવા ધરતીનાં બે મોટા ભાગમાંથી સેંકડો વરસોથી લોકોને પકડી જઈ ગુલામ બનાવવામાં આવતા હતા. આ ગુલામોને વેચવા ખરીદવાની પ્રથા પ્રગતિશીલ કહેવાતા દેશો માટે શરમદાયક બાબત હતી.એ કલંકને દૂર કરવા અંગ્રેજ, અમેરિકન વગેરે ઉદાર લોકોએ મોટી મોટી લડાઈઓ લડી ને પોતાના નુકસાનને અવગણીને પોતાના જીવની પણ પરવા ન કરી અને ગુલામોની મુક્તિ માટે લડતા રહ્યા.. ગુલામીની પ્રથા વરસોથી ચાલી રહી હતી. આ અમાનવીય ગુલામી પ્રથાનો સમૂળો નાશ કરવા અસંખ્ય ગુલામો જે એમના પરમ પ્રિય માતાપિતા, ભાઈ બહેનો,પત્ની-બાળકો, મિત્રોથી જુદા કરી દેવાના કારણે જે યાતનાઓ સહન કરવી પડી એમાંથી એમને મુક્ત કરવા એમણે સંઘર્ષ કર્યો. એમણે એ ગુલામો જેમને એકબીજાથી વિખૂટા કરી દીધા હતા એમને ફરી એકબીજાની સાથે મિલાવ્યા. વાહ ! અમેરિકન વગેરે સદાચારી લોકોએ કેટલું સરસ કામ કર્યું છે!
જો આજે એ અનાથ ગુલામોની બદતર હાલત જોઈ એમને દયા ન આવી હોત તો એ ગરીબ બિચારા પોતાનાં પ્રિય જનોને મળવાની ઈચ્છા મનમાં જ રાખી મરણ પામ્યા હોત.
બીજી વાત.એ ગુલામોને પકડીને લાવનારા દુષ્ટ લોકો શું એમને સારી રીતે રાખતા હતા? ના, ના. એ ગુલામો પર એવા એવા જુલ્મો ગુજારતા કે એ જુલમોની કહાણી સાંભળતાં પથ્થરદિલ માણસની આંખો પણ રડી પડે. એ લોકો એ ગુલામોને જાનવર સમજી એમને જૂતાં ને લાતો મારતા.ક્યારેક ધોમ ધખતા તાપમાં હળે જોતરી પોતાના ખેતરમાં વાવણી કરાવતા.એ કામમાં એ જરા પણ આનાકાની કરે તો બળદને મારે એમ એમના શરીર પર સોટી ફટકારી સોળ પાડતા. એટલું ઓછું હોય એમ એમના ખાનપાનની યોગ્ય વ્યવસ્થા કરતા? આ વિશે તો શું કહેવું? એમને દિવસમાં એક ટંક ખાવાનું મળે તો બીજા ટંકે ન મળતું. એ પણ બહુ થોડું. એટલે એમણે હમેશાં અડધા ભૂખ્યા જ રહેવું પડતું. પરંતુ એમને બદન ચૂર ચૂર થઈ જાય, મોંમાંથી લોહી નીકળી આવે ત્યાં સુધી આખો દિવસ મજૂરી કરાવવામાં આવતી.અને રાતે જાનવરોના વાડામાં કે એવી ગંદી જગાએ સૂવું પડતું. થાકીને એ ગરીબ બિચારા એ પથરીલી જમીન પર મડદાની જેમ સૂઈ જતા. પણ એમની આંખોમાં ઊંઘ ક્યાંથી હોય? એમાં પહેલી વાત તો એ કે, માલિકને ક્યારે એની જરૂર પડી જાય અને એમને બોલાવવામાં આવશે એવી એમને ધાસ્તી રહેતી. બીજી વાત એ કે પેટમાં પૂરતું ખાવાનું નહીં એટલે જીવ ગભરાતો રહેતો અને પગ ડગુમગુ રહેતા.
ત્રીજી વાત એ કે ઘણી વાર આખો દિવસ શરીર પર કોરડાનો માર વરસતાં શરીર લોહીલુહાણ થઈ જતું અને એની પીડા એટલી બધી થતી કે પાણી બહાર માછલી કાઢી હોય ને જેમ એ તરફડે એમ એ પડખાં બદલતા.
ચોથી વાત એ કે પોતાનાં સ્વજનો પાસે ન હોવાની પીડા તો ઓર ભયંકર હતી. આવી વાતો મનમાં આવતાં યાતનાઓનો ઢગલો થઈ જતો ને આંખો રોવા લાગતી.એ બિચારા ભગવાનને પ્રાર્થના કરતા,"હે ભગવાન, હજુ તને અમારી પર દયા નથી આવતી? અમારી પર રહેમ કર. હવે અમે આ બધું વેઠી શકીએ એમ નથી.હવે અમને ઉપાડી લે તો સારું.." આમ જ પીડાઓ વેઠતાં વેઠતાં, આ રીતે વિચાર કરતાં કરતાં, આખી રાત વીતી જતી.એ લોકોને જે યાતના, જે પીડા વેઠવી પડતી એને એક એક કરીને કહેવા બેસીએ તો ભાષા અને સાહિત્યના સઘળા શબ્દો ફિકકા પડી જાય એમાં કોઈ શંકા નથી. એટલે અમેરિકાના લોકોએ સેંકડો વરસથી ચાલતી આવેલી એ ગુલામીની અમાનવીય પરંપરા બંધ કરી ગરીબોને એ દુષ્ટ લોકોના જુલમમાંથી મુક્ત કરી એમને સુખની જિંદગી આપી છે.
આ વાત જાણીને શૂદ્ર અતિશૂદ્રને બહુ જ વધારે આનંદ થશે કેમકે ગુલામીમાં ગુલામોને, ગુલામ જાતિઓને કેટલી યાતનાઓ વેઠવી પડે છે એનો જાતે અનુભવ કર્યા વિના એનો અંદાજ આવવો મુશ્કેલ છે.જે વેઠે છે એ જ જાણે છે.હવે એ ગુલામો અને આ ગુલામોમાં એટલો જ ફરક રહે કે પહેલા પ્રકારના ગુલામોને બ્રાહ્મણ પુરોહિતોએ પોતાના જંગલી હુમલા કરી હરાવ્યા અને ગુલામ બનાવ્યા હતા.બીજા પ્રકારના ગુલામોને દુષ્ટ લોકોએ અચાનક જુલમ ગુજારી ગુલામ બનાવ્યા હતા. બાકીની વાતોમાં એમની સ્થિતિ એક્સરખી છે. એમની સ્થિતિ અને ગુલામોની સ્થિતિમાં ખાસ ફરક નથી.એમણે જે જે મુસીબતો વેઠી છે એ બ્રાહ્મણો દ્વારા કરવામાં આવેલા જુલમોથી ક્યાંય ઓછી છે.એમ કહીએ કે એ અશ્વેત લોકો કરતાં ય શૂદ્ર અતિશૂદ્રને વધારે તકલીફો વેઠવી પડી છે તો એમાં કોઈ શંકાને સ્થાન નથી.આ લોકોની એક એક કહાણી સાંભળી પથ્થરદિલ માણસ જ નહીં ખુદ પથ્થર પણ પીગળી જાય, આંસુઓનું એવું પૂર આવે કે એ પૂર જે પૂર્વજોએ શૂદ્ર અતિશૂદ્રને ગુલામ બનાવ્યા એમના આજના વંશજ બ્રાહ્મણ ભાઇ છે એમાંથી જે લોકો પોતાનાં પૂર્વજોની જેમ પથ્થરદિલ નથી પરંતુ પોતાની અંદર માનવતા જગાડી વિચારે છે એ લોકોને જરૂર લાગશે કે આ તો મહા જળપ્રલય છે. .
આપણી દયાળુ અંગ્રેજ સરકારને શૂદ્ર અતિશુદ્રએ બ્રાહ્મણો દ્વારા કેવા કેવા જુલમો વેઠયા છે અને આજે પણ વેઠી રહ્યાં છે એ વિશે કંઈ ખબર નથી.. એ લોકો જો આ વિશે થોડી પૂછપરછ કરી જાણકારી મેળવવા કોશિશ કરશે તો એમને એ સમજાશે કે એમણે હિન્દુસ્તાનનો જે ઇતિહાસ લખ્યો છે.એમાં એક મોટા, બહુ ભયંકર અને અગત્યના ભાગની અવગણના થઈ છે. એ લોકોને એક વાર પણ શૂદ્ર અતિશુદ્રના દુઃખ દર્દની જાણકારી મળી જાય તો સચ્ચાઈ સમજાઈ જાય અને એમને પોતાના ધર્મગ્રંથોમાં ભયંકર ખરાબ સ્થિતિમાં મૂકવામાં આવેલા અને બેહદ પીડા અનુભવતા લોકોને જો કોઈ ઉપમા આપવી હોય તો શૂદ્ર અતિશુદ્રની ઉપમા સૌથી વધારે યોગ્ય હશે એમ મને લાગે છે.
કેટલાકને લાગશે કે આજ સુધી કવિતામાં શોકની પૂરી તસ્વીર ઉતારવી હોય તો કલ્પનાનું ઊંચું ઉડ્ડયન કરવું પડતું હતું.પરંતુ હવે એવી કાલ્પનિક દિમાગી કસરત કરવાની જરૂર નહીં રહે કેમકે હવે જેમણે ખુદ વેઠયું છે, એમનો જીવંત ઇતિહાસ મળી ગયો. જો એમ જ હોય તો આજના શૂદ્ર અતિશૂદ્ર પોતાના પૂર્વજોની દાસ્તાન સાંભળી પીડા અનુભવે એમાં કઈં નવાઈ નથી. કેમકે આપણે જેના વંશજ છીએ, જેની સાથે આપણો લોહીનો સંબંધ છે એમની પીડાથી આપણે પીડા અનુભવીએ એ સ્વાભાવિક છે.એક સમયે બ્રાહ્મણોએ આપણા પૂર્વજો પર ત્રાસ ગુજાર્યો હતો એની યાદ પણ આપણને કંપાવી મૂકે છે.મનમાં એ વિચાર આવે છે કે જેની યાદથી જ આટલી બધી પીડા થાય છે એ અત્યાચારો જેમણે વેઠયા છે એમના મનની પીડાઓ કેવી હશે એ તો એ જ જાણે.
એનો સારો દાખલો આપણા બ્રાહ્મણ ભાઈઓના ધર્મગ્રંથોમાંથી જ મળે છે. તે એ કે આ દેશના મૂળનિવાસી ક્ષત્રિયોની સાથે બ્રાહ્મણ વર્ગના મુખી પરશુરામ જેવી વ્યક્તિએ કેટલું ક્રૂરતા ભરેલું વર્તન કર્યું એ આ ગ્રંથમાં બતાવવાની કોશિશ કરી છે. એની ક્રૂરતા વિશે એટલું તો સમજમાં આવે છે કે પરશુરામે કેટલાય ક્ષત્રિયોને મોતને ઘાટ ઉતાર્યા હતા ને એ બ્રાહ્મણ પરશુરામે ક્ષત્રિયોની અનાથ વિધવાઓ પાસેથી એમનાં નાનાં નાનાં ચાર પાંચ મહિનાનાં બાળકોને ઝૂંટવી લઈ કોઈ હિચકિચાટ વગર મોતને હવાલે કરી દીધાં હતાં. આ એ બ્રાહ્મણ પરશુરામનો જઘન્ય ગુનો હતો. એ દુષ્ટ એટલેથી અટક્યો નહોતો,પતિના મોતથી વ્યથિત સ્ત્રીઓને, જે પેટમા ગર્ભને બચાવવા દુઃખી મનથી જંગલ-પહાડોમાં ભાગી રહી હતી એમનો કાતિલ શિકારી પેઠે પીછો કરી પકડી લીધી અને પ્રસુતિ પછી જ્યારે ખબર પડતી કે પુત્ર થયો છે તો એ દુષ્ટ આવતો અને એ પ્રસૂતા સ્ત્રીઓની હત્યા કરી દેતો.આ કથા બ્રાહ્મણ ગ્રંથોમાં મળે છે. જે બ્રાહ્મણો એના વિરોધી દળમાં હતા એમની પાસેથી પણ એ સમયની સાચી સ્થિતિ સમજમાં આવશે એ તો આપણે સપનામાં પણ વિચારવું ન જોઈએ. મને લાગે છે કે બ્રાહ્મણોએ એ ઘટનાનો બહુ મોટો ભાગ છુપાવ્યો હશે કેમકે કોઈ પોતાને મોઢે પોતાની ભૂલો કહેવાની હિંમત નથી કરતું. એમણે આ ઘટના પોતાના ગ્રંથમાં લખી છે એ જ આશ્ચર્યની વાત છે.
આપણે એ વિચારવું જોઈએ કે પરશુરામે એકવીસ વાર ક્ષત્રિયોને હરાવી એમનો સર્વનાશ કેમ કર્યો? એમની અભાગી સ્ત્રીઓ અને અબુધ માસૂમ બાળકોની કતલ કેમ કરી? કદાચ એમાં એને મોટો પુરુષાર્થ દેખાતો હોય અને એની બહાદુરીની આવનારી પેઢીઓને ખબર હોય એટલે બ્રાહ્મણ ગ્રંથકારોએ આ ઘટનાને પોતાનાં શાસ્ત્રોમાં લખી છે. કહેવત છે કે હથેળીથી તમે સૂરજ ન ઢાંકી શકો. એ રીતે આ હકીકત ખરેખર તો એમને માટે શરમજનક હતી, તોય તે એટલી પ્રસિદ્ધ થઈ કે બ્રાહ્મણોએ એ ઘટના પર જેટલો પડદો પાડી શકાય, ઢાંકવાની કોશિશ કરી ને પછી કોઈ ઉપાય ન બચ્યો ત્યારે એ ઘટના લખી દીધી. એ વિશે જો વિચાર કરીએ તો મનને બહુ પીડા થાય છે કેમકે પરશુરામે એ ક્ષત્રિય ગર્ભવતી સ્ત્રીઓનો પીછો કર્યો ત્યારે એ ગર્ભવતીઓને કેટલી યાતનાઓ સહન કરવી પડી હશે? પહેલી વાત તો એ કે સ્ત્રીઓને દોડવાની આદત બહુ હોતી નથી.એમાં પણ કેટલીક સ્ત્રીઓ જાડી અને કુલીન હોઈ જેમને પોતાના ઘરનો ઉંબરો ઓળંગવાની પણ ખબર નથી , ઘરની જે કઈં જરૂર હોય એ બધું નોકર લાવી આપતા હોય. મતલબ જે સુખચેનથી તેઓ જીવવા ટેવાયેલી હશે એમની ઉપર ગર્ભનો બોજ લઈ વાંકાચૂંકા રસ્તે દોડવાની મુસીબત આવી એનો અર્થ એ કે તેઓ ભયંકર સંકટ નો શિકાર હતી.એમને દોડવાની આદત બિલકુલ ન હતી એટલે પગથી પગ ટકરાય,ક્યારેક ખડક પર ક્યારેક ખાઈમાં પડી જાય. એટલે કેટલીક સ્ત્રીઓને કોણીએ, ઘૂંટણે, પગમાં ઠેસ વાગી હશે, ઉઝરડા પડ્યા હશે અને લોહીની ધાર વહેતી હશે.અને 'પરશુંરામ આ આવ્યો' એમ સાંભળી વધારે ઝડપથી દોડવા લાગતી હશે. દોડતાં એને રસ્તે કાંટા, કાંકરા વાગતા હશે, કાંટાળા ઝાડ ઝાંખરામાં ભરાઈ શરીર પરનાં કપડાં પણ ફાટી ગયાં હશે અને કાંટા વાગ્યા હશે,ધોમ ધખતા તડકે દોડતાં પગમાં છાલાં પડી ગયાં હશે.અને કમળદાંડી જેવી નાજુક નીલ વર્ણ કાન્તિ ફિક્કી પડી ગઈ હશે, મોએ ફીણ આવી ગયું હશે ,આંખો આંસુઓથી ઉભરાઈ ગઈ હશે. એકબે દિવસ પાણી નહીં મળ્યું હોય. બેહદ થાકથી પેટમાંનો ગર્ભ શોર મચાવતો હશે. એમને એવું લાગતું હશે કે ધરતી ફાટી જાય તો કેવું સારું.એટલેકે પોતે ધરતીમાં સમાઈ જાય અને પેલા દુષ્ટથી એ છૂટે. આવી હાલતમાં એમણે ચોક્કસ ભગવાનને પ્રાર્થના કરી હશે, ' હે ભગવાન,આટલો બધો જુલમ! અમે તો અબળાઓ છીએ, અમને અમારા પતિઓનું જે બળ મળતું હતું એ તો આ દુષ્ટે છીનવી લીધું છે..આ બધું તને ખબર હોવા છતાં તું કાયર થઈ અમારી કેટલી કસોટી કરી રહ્યો છે. જેણે અમારા પતિને માંરી નાખ્યા અને અમ અબળાઓ પર શસ્ત્રો ઉઠાવી રહ્યો છે અને એને પોતાનો મોટો પુરુષાર્થ સમજી રહ્યો છે એવા દુષ્ટના ગુનાઓ જોઈ તું સમરથ હોવા છતાં ચૂપચાપ પથ્થરની જેમ બહેરો આંધળો થઈ બેઠો છે. એ રીતે એ સ્ત્રીઓએ લાચાર થઈ ચીસો પાડીપાડીને પોતાનો જીવ ગુમાવ્યો હશે.અને બાકીની સ્ત્રીઓએ પરશુરામ પાસે દયાની ભીખ માગી હશે કે, '" હે પરશુરામ, અમે આપની પાસે દયાની ભીખ માગીએ છીએ . અમારા ગર્ભમાં પેદા થનાર અનાથ બાળકોનો જીવ બક્ષી દો. અમે ખોળો પાથરી વિનવીએ છીએ. ચાહો તો અમારો જીવ લઇ લો પણ અમારાં માસૂમ બાળકોનો જીવ ન લો.આપે અમારા પતિઓને કોઈ દયા વિના મોતને ઘાટ ઉતારી દીધા છે, અમને કવેળા રંડાપો આવ્યો છે, અમે બધા પ્રકારનાં સુખોથી જોજન દૂર છીએ. હવે અમને આગળ બાલબચ્ચાં થવાની ઉમેદ નથી. હવે અમારી પાસે જે છે તે આ બાળક છે.અમને આટલું જ સુખ છે. એ માસૂમ બાળકો જ અમારા સુખની આશા છે, એમને મારી અમને શાને તરફડતા જોવા માગો છો? અમે બસ એટલી જ ભીખ માગીએ છીએ. એમ તો અમે આપના ધર્મનાં જ સંતાન છીએ.કોઈ પણ રીતે આપ અમારી પર રહેમ કરો." આવા કરૂણા ભરેલા, ભાવપૂર્ણ શબ્દોથી દુષ્ટ પરશુરામનું હૃદય પીગળવું જોઈતું હતું.પણ આખરે પથ્થર, પથ્થર જ રહ્યો. બાળકને જનમ આપ્યો કે તરત પરશુરામે નવજાત બાળક છીનવી લીધાં. ત્યારે એ નવજાત શિશુઓના રક્ષણ કાજે એ સ્ત્રીઓ બાળક પર ઊંઘી વળી ગઈ હશે અને ડોક ઊંચી કરીને કહેતી હશે, " પરશુરામ, તમારે અમારાં નવજાત શિશુઓનો જીવ લેવો જ હોય તો પહેલાં અમારાં જ મસ્તક કાપી નાખો, એ પછી તમારે જે કરવું હોય તે કરો.પરંતુ અમારી આંખો સામે અમારાં નાનકડાં બાળકોનો જીવ ન લો." પરંતુ કહે છે ને કે 'કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી'. પરશુરામે એમની એક વાત ન સાંભળી. કેવી નીચતા! એ સ્ત્રીઓના ખોળામાં રમતાં નવજાત શિશુને પરશુરામે જબરદસ્તી ઝૂંટવી લીધાં ત્યારે એમને જે યાતના થઈ હશે, જે માનસિક પીડા પહોંચી હશે એનું વર્ણન કરતાં મારી કલમ ધ્રુજી ઉઠે છે.ખેર, એ જલ્લાદે એ માતાઓની સામે જ એમનાં નવજાત શિશુઓના જીવ લીધા. એ વેળા કેટલીક માતાઓએ છાતી ફૂટવા, વાળ ખેંચી, જમીન ખોતરી પોતે જ પોતાના મોંમાં માટીના ઢેફાં નાખ્યાં હશે અને જીવ ગુમાવ્યા હશે.કેટલીક માતાઓ પુત્રશોકમાં બેભાન થઈ ઢળી પડી હશે, કેટલીક પાગલ થઈ ગઈ હશે, " હાય મારું બાળક, હાય મારું બાળક" કરતાં ઘેરઘેર, ગામેગામ, જંગલ જંગલ ભટકી હશે.પણ આ રીતની બધી હકીકત બ્રાહ્મણ પુરોહિતો પાસેથી આપણને મળી શકે એવી આશા રાખવી નકામી છે.આ રીતે બ્રાહ્મણ પુરોહિતોના પૂર્વજ અધિકારી પરશુરામે સેંકડો ક્ષત્રિયોની હત્યા કરી અને એમનાં પત્ની બાળકોની બુરી વલે કરી. એને જ આજના બ્રાહ્મણો શૂદ્ર અતિશૂદ્રનો સર્વશક્તિમાન પરમેશ્વર અને સમગ્ર સૃષ્ટિનો સર્જક કહે છે એ કેટલી નવાઈની વાત છે!
પરશુરામ પછી બીજા બ્રાહ્મણોએ પણ શુદ્ર અતિશુદ્રને સતાવવામાં કંઈ બાકી રાખ્યું નથી. જેટલું સતાવી શકાય એટલું સતાવવાની કોશિશ કરી છે.એમણે ઘૃણાથી મોટા ભાગના લોકોના બુરા હાલ કર્યા. અમુક જણને તો એમણે બેધડક મકાનો ઇમારતોના પાયામાં જીવતા દાટી દીધા. એ વિશે આ ગ્રંથમાં લખેલું છે. એમણે શૂદ્ર અતિશૂદ્રને એટલા તુચ્છ સમજ્યા કે કોઈ શૂદ્ર નદી કિનારે કપડાં ધોતો હોય અને એ વેળા કોઈ બ્રાહ્મણ આવી જાય તો શૂદ્રએ પોતાનાં કપડાં સમેટી દૂર જયાંથી બ્રાહ્મણના શરીર પર પાણીનો એક પણ છાંટો ન ઉડે એમ હેઠવાસ જઈ કપડાં ધોવાં પડતાં. જો ત્યાંથી બ્રાહ્મણના દેહને પાણીનો એક છાંટો પણ અડકી જાય કે એવી શંકા પણ જાય તો બ્રાહ્મણ અંગારાની જેમ લાલઘૂમ થઈ જતો અને એ વેળા હાથમાં જે આવે તે, એની પાસેનું વાસણ ઉઠાવી શૂદ્રના માથાનું નિશાન લઈ છુટ્ટું મારતો, શૂદ્રનું માથું લોહીથી રંગી દેતો, એ બેહોશ થઈ ઢળી પડતો.જ્યારે હોશ આવે ત્યારે પોતાનાં લોહીભીનાં લૂગડાં લઈ કોઈ ફરિયાદ કર્યા વિના ચૂપચાપ પોતાને ઘેર ચાલ્યો જતો. જો સરકારમાં ફરિયાદ કરો તો ચારે તરફ બ્રાહ્મણોની જાળ ફેલાયેલી હતી એટલે ફરિયાદ કરવામાં જોખમ રહેતું કે ક્યાંક ફરિયાદ કરનારાને જ સજા ના થઈ જાય! અફસોસ!, અફસોસ! હે ભગવાન, કેવો અન્યાય!
મેં તો એક દુઃખનું કહ્યું પણ શુદ્ર અતિશુદ્રને એવાં તો કેટલાય દુઃખ વેઠવાં પડતાં . બ્રાહ્મણોના રાજમાં જો એમને વેપારવણજ કે બીજા કામે બીજે જવું પડતું તો એ બહુ તકલીફવાળું હતું.એમાં બહુ સવારનો સમય તો બહુ મોટી મુસીબત ઉભી કરતો કેમકે સવારના સમયે બધી ચીજોના પડછાયા બહુ લાંબા હોય છે.એ સમયે જો કોઈ શૂદ્ર રસ્તે જતો હોય અને કોઈ બ્રાહ્મણની સવારી આવે તો એણે ક્યાંક પોતાનો પડછાયો બ્રાહ્મણ પર ન પડી જાય એ બીકે થરથરતાં રસ્તાની એક બાજુ હટી જઈ ત્યાં બેસી ધોખવું પડતું. પછી એ બ્રાહ્મણના ત્યાંથી પસાર થઈ ગયા પછી જ એને પોતાના કામ માટે નીકળવું પડતું હતું. ધારો કે ક્યારેક અજાણતામાં એનો પડછાયો બ્રાહ્મણ પર પડી ગયો તો એ શૂદ્રને મરી જાય ત્યાં સુધી માર મારતો અને બ્રાહ્મણ તરત નદીએ જઈ નાહી લેતો.
શુદ્રોની કેટલીક જાતિઓને રસ્તા પર થૂંકવાની મનાઇ હતી. એટલે એ શુદ્રોને બ્રાહ્મણોની વસતીમાંથી પસાર થવાનું થાય તો પોતાની સાથે થૂંકવા માટે માટીની એક કુલડી રાખવી પડતી હતી. ધારો કે એનું થૂંક જમીન પર પડ્યું અને કોઈ બ્રાહ્મણ જોઈ જાય તો એ શૂદ્રના બાર વાગી ગયા સમજો. હવે એની ખેર નથી.આમ આ શૂદ્ર અતિશૂદ્ર અગણિત મુસીબતો વેઠી વેઠી અધમૂઆ થઈ ગયા હોઈ નરકથી પણ ભૂંડા જીવનથી ક્યારે છૂટકારો મળે એની રાહ જોતા. જેમ જેલમાં વરસો વિતાવ્યાં હોય એવો કેદી પોતાના સાથીઓ મિત્રોને, પત્ની બાળકો , ભાઈ બહેનોને મળવા માટે કે સ્વતંત્ર આઝાદ પંખીની જેમ ફરવા બહું ઉત્સુક હોય છે અને છૂટવાના દિવસની રાહ જુએ છે.એ રીતે રાહ જોતાં , ધીરજ ખૂટવી સ્વાભાવિક છે.એ સમયે સદભાગ્યે આ દેશમાં અંગ્રેજોની સત્તા સ્થપાઈ અને એમના થકી બ્રાહ્મણશાહીની શારીરિક ગુલામીમાંથી મુક્ત થયા.એટલે એ શુદ્રો અતિશુદ્રો અંગ્રેજ રાજનો આભાર માને છે, તેઓ અંગ્રેજોના ઉપકાર કદી નહીં ભૂલે.અંગ્રેજોએ એમને સેંકડો વરસોથી ચાલતી આવેલી બ્રહ્મણશાહીની ગુલામીની લોખંડી બેડીઓ તોડી મુક્તિનો રસ્તો બતાવ્યો છે, એમનાં પત્ની બાળકોને સુખના દિવસ દેખાડ્યા છે.
ખેર, આ દર્દભરી કહાણી છે એટલે કહેવું પડે છે.પરંતુ આનાથી પણ ભયંકર ઘટનાઓ બનતી હતી જેની પીડા શૂદ્ર અતિશૂદ્રને મૂંગા મોઢે કોઈ ફરિયાદ વિના વેઠવી પડતી હતી. અંગ્રેજો આ દેશમાં આવ્યા ન હોત તો બ્રાહ્મણો અને બ્રાહ્મણશાહીએ એમને કદી સન્માન અને સ્વતંત્રતાની જિંદગી ગુજારવા દીધી ન હોત.
આ વાતે કોઈ શંકા કરી શકે કે આજે બ્રાહ્મણો કરતાં શુદ્રો અતિશૂદ્રોની વસ્તી સંખ્યા દસ ગણી છે તો પણ બ્રાહ્મણોએ શુદ્રઓને કેવીરીતે ધૂળધાણી કરી મૂક્યા ? એનો જવાબ એ છે થોડા બુદ્ધિમાન ચતુર વ્યક્તિ આ અજ્ઞાની લોકોનાં દિલદિમાગ પોતાની પાસે ગિરવી રાખી શકે છે, એમના માલિક બની શકે છે. એ બીજી વાત એ છે કે દસ અભણ લોકો જો એકમત હોય તો એ બુદ્ધિમાન વ્યક્તિને એનો સ્વાર્થી રોટલો શેકવા ન દે , એનું ધાર્યું ન કરવા દે.પરંતુ એ દસ અલગ અલગ મતના હોય તો એ લોકોને પોતાની જાળમાં ફસાવવામાં કોઈ મુશ્કેલી નહીં પડે.
શુદ્ર અતિશુદ્રના વિચારો, મત માન્યતાઓ એક ન રહે એ માટે પ્રાચીન કાળથી બ્રાહ્મણ પુરોહિતોએ એક બહુ છેતરામણી અને બદમાશી ભરેલી વિચારધારા શોધી કાઢી. જેમ જેમ શુદ્ર અતિશુદ્ર વસ્તી વધતી રહી તેમ તેમ બ્રાહ્મણોને ડર લાગવા માંડ્યો. એટલે એમણે શૂદ્ર અતિશૂદ્ર વચ્ચે ,એકબીજા પ્રત્યે ઘૃણા અને નફરત વધતી રહે એની તજવીજ કરી. એમણે સમાજમાં પ્રેમને બદલે ઝેરનાં બીજ વાવ્યાં. એમાં એમની ચાલ એ હતી કે જો શૂદ્ર અતિશુદ્ર સમાજ એકબીજા સાથે લડતા ઝઘડતા રહેશે તો બ્રાહ્મણોના ટકી રહેવાનો પાયો મજબૂત થશે અને શુદ્ર અતિશૂદ્રને કાયમી , પેઢી દર પેઢી ગુલામ બનાવી કોઈ મહેનત વગર એમની કમાણી પર, કોઈ રોકટોક વિના, તાગડધિન્ના કરવાની તક મળશે.
પોતાની આ ચાલને સફળ બનાવવા એમણે જાતિની લોખંડી દિવાલો ઊભી કરી. એને ટેકો આપવા, પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા એમણે કેટલાય ગ્રંથ લખી નાખ્યા. એમણે આ ગ્રંથો દ્વારા પોતાની વાત અજ્ઞાન લોકોના મગજ પર ફીટ કરી દીધી.એમનામાંથી કેટલાકે બ્રાહ્મણોને જબ્બર લડત આપી. બ્રાહ્મણોએ એમનો એક અલગ જ વર્ગ બનાવી દીધો. એનો બદલો લેવા એમનાં સંતાનોને કોઈએ અડકવું નહીં એવી ઝેરીલી વાત બ્રાહ્મણોએ એમના મગજમાં ભરી દીધી, પરિણામે એમનું એકબીજા સાથે હળવુંમળવું બંધ થઈ ગયું અને એ લોકો અનાજના એક એક દાણા માટે વલખાં મારવા લાગ્યા. એમના આ આહારવિહાર જોઈ આજના શૂદ્ર જે પોતાને માળી, કણબી વગેરે છે એમણે એમને અડકવું નહીં એવી બ્રાહ્મણોએ મનાઈ કરી. એમના ઘંઘા રોજગાર બંધ થયા. અને તેઓને ખાવાના પણ સાંસા પડવા લાગ્યા.એટલે એ લોકો જીવન ટકાવવા મરેલાં ઢોરનું માંસ ખાવા મજબૂર થયા. એમને આને લીધે એ શુદ્રો જે અભિમાનથી પોતાને માળી, કણબી, સુથાર, દરજી, લુહાર, સુતાર એવાં મોટાં મોટાં નામ આપે છે એ માત્ર પોતાનો એક ધંધો કરે છે .કહેવાનો અર્થ એ કે તેઓ એક જ ઘરાનાના હોવા છતાં એકબીજા સાથે અંદર અંદર લડે ઝઘડે છે અને એકબીજાને નીચા ગણે છે.આ બધા લોકોના પૂર્વજ સ્વદેશ માટે બ્રાહ્મણો સાથે બહુ નીડરતાથી લડતા રહ્યા છે, એનું પરિણામ એ આવ્યું કે બ્રાહ્મણોએ એ બધાને સમાજના નીચલા સ્તરે ધકેલી દીધા અને ઘરઘરના ભિખારી બનાવી દીધા. પરંતુ અફસોસ એ વાતનું રહસ્ય કોઈના ધ્યાનમાં આવતું નથી.એટલે આ લોકો બ્રાહ્મણના ચડાવ્યા એકબીજાને નફરત કરતાં શીખી ગયા..અફસોસ! અફસોસ! આ લોકો ભગવાનની નજરમાં કેટલા મોટા ગુનેગાર છે. આ બધા લોકોનો એકબીજા સાથે નજીકનો સંબંધ છે તો પણ કોઈ વાર તહેવારે એમને બારણે રાંધેલું ભોજન માગવા જાય તો આ લોકો એમને નફરતની નજરથી જુએ છે, ક્યારેક ક્યારેક તો એ ડંડા લઈને મારવા પણ દોડે છે. ખેર, આ રીતે જેમણે જેમણે બ્રાહ્મણો સાથે સંઘર્ષ કર્યો છે એમને જાતિઓમાં વહેંચી નાખી એક રીતે સજા સુણાવી દીધી છે. અથવા તો જાતિઓનો દેખીતો આધાર બતાવી બધાને પૂરેપૂરા ગુલામ બનાવી દીધા.
બ્રાહ્મણો બધા લોકોમાં સર્વશ્રેષ્ઠ અને તમામ વિશેષ અધિકારો ધરાવનાર થઈ ગયા, છે ને મજાની વાત! ત્યારથી એ બધાનાં મન એકબીજામાં ગૂંચવાઇ ગયા અને નફરતથી અલગ અલગ થઈ ગયા.બ્રાહ્મણો પોતાના ષડયંત્રમાં સફળ થઈ ગયા અને એમને મનફાવે એમ વર્તવાની પૂરી છૂટ મળી ગઈ. 'બેની લડાઈમાં ત્રીજો ફાવે ' એવી કહેવત છે. એટલે કે બ્રાહ્મણોએ શૂદ્ર અને અતિશૂદ્ર વચ્ચે પરસ્પર નફરતનાં ઝેરી બીજ વાવ્યાં અને ખુદ બીજાઓની મહેનત પર તાગડધિન્ના કરે છે.
ટૂંકમાં આપણે આગળ જોયું કે આ દેશમાં અંગ્રેજ સરકાર આવવાને લીધે શૂદ્ર અતિશુદ્ર બ્રાહ્મણોની શારીરિક ગુલામીમાંથી છૂટ્યા છે એ ખરું. તો પણ મને એ કહેતા ઘણું દુઃખ થાય છે કે હજી પણ આપણી દયાળુ સરકારે શૂદ્ર અતિશૂદ્રને શિક્ષણ મળે એ દિશામાં બિનજવાબદાર વલણ અપનાવેલ છે જેથી એ લોકો અભણ જ રહયા. કેટલાક શિક્ષિત થયા છે, ભણ્યાગણ્યા છે તોય બ્રાહ્મણોના નકલી પાખંડી ધર્મગ્રંથો, શાસ્ત્ર પુરાણોના અંધ ભક્ત જ રહ્યા છે, મનથી, દિલોદિમાગથી ગુલામ જ રહયા છે. એટલે એમને સરકાર પાસે જઈ ફરિયાદ કરવાની, ન્યાય માગવાની કોઈ ક્ષમતા જ રહી નથી.
બ્રાહ્મણો હમેશાં અંગ્રેજ સરકાર અને બીજી તમામ જાતિઓના કૌટુંબિક અને સરકારી કામોમાં કેટલી લૂંટ ચલાવે છે અને જલસા કરે છે.આ તરફ આપણી અંગ્રેજ સરકારનું હજી સુધી બિલકુલ ધ્યાન ગયું નથી.એટલે આપણે ઇચ્છીએ કે અંગ્રેજ સરકારે બધા લોકો સાથે સમાન દ્રષ્ટિ રાખવી જોઈએ અને એ તમામ બાબતનું ધ્યાન રાખવું જોઈએ જેથી શૂદ્ર અતિશૂદ્ર સમાજના લોકો બ્રાહ્મણોની માનસિક ગુલામીમાંથી મુક્ત થઈ શકે. આપણી સરકારને આ જ વિનંતી છે.
આ પુસ્તક લખવામાં મારા મિત્ર રા.રા.વિનાયક રાવ બાપુજી ભંડારકર અને રા.રા.સ.રાજન્નલિંગુએ મને બહુ પ્રોત્સાહિત કર્યો છે એ માટે હું એમનો ખૂબ ખૂબ આભારી છું.
જોતીરાવ ગોવિંદરાવ
1 જૂન, 1873 પ્રસ્તાવના

1 જૂન, 1873
No comments:
Post a Comment